ન માનવામાં આવે એવો ઘટસ્ફોટ, સેક્સ પાવર વધારવા પુતિન હરણના શીંગડાને કાપી એમાંથી નીકળતા લોહીથી કરે છે સ્નાન

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હરણના શિંગડાને કાપી એમાંથી બ્લડ કાઢી એનાથી ન્હાય છે અને થાઇરોડ કેન્સરના વિશેષજ્ઞ ડોક્ટરો સાથે સતત સંપર્કમાં રહે છે. ડેલી મેલની રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે પુતિનને આ અજીબોગરીબ ઈલાજ અંગે હાલના રશિયન રક્ષા મંત્રી સર્ગઈ શોઇગુએ જાણકારી આપી હતી. જણાવવા આવી રહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિએ 2000ના દશકના મધ્યમાં હરણના શિંગડાથી કાઢેલ સુગંધિત અર્કમાં સ્નાન કર્યું હતું.

ડેલીમેલની રિપોર્ટ મુજબ, પુતિન અંગે સતત કહેવામાં આવી રહ્યું છે કે તેમણે એવા સમયે યુક્રેન પર હુમલો કર્યો જ્યારે તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેને તેમણે ‘રશિયન નાગરિકોથી છુપાવી’ રાખ્યું છે.

image source

ડેઈલી મેલે અહેવાલમાં જણાવ્યું છે કે રશિયામાં પ્રતિબંધિત અને વિદેશથી ઓપરેટ કરાયેલ ઈન્વેસ્ટિગેટેડ પ્રોજેક્ટ (પ્રોએક્ટ) મીડિયાના નવા અહેવાલમાં પુતિન વિશે અનેક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ રશિયામાં અવરોધિત છે, પરંતુ હવે તે વિદેશથી કાર્યરત છે. રિપોર્ટ અનુસાર, પુતિન માત્ર પ્રાણીઓના લોહીથી સારવાર કરવાના ચાહક નથી, પરંતુ તેમાં રશિયાના ઘણા મોટા વર્ગના લોકો એટલે કે ચુનંદા લોકોના નામ પણ સામેલ છે. જેમાં મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનીન અને ગેઝપ્રોમના ચીફ એલેક્સી મિલરનો સમાવેશ થાય છે.

“તેઓ કેરેલિયન રિસોર્ટ કિવચનો આનંદ માણે છે, જ્યાં તેઓને દરરોજ એનિમા મળે છે”

image source

અન્ય સત્તાવાળાઓ માટે કહેવામાં આવે છે કે, તેઓ કેરેલિયન રિસોર્ટ કિવચનો આનંદ માણે છે, જ્યાં તેઓ દરરોજ એનિમા મેળવે છે, જે પ્રક્રિયા તેના બિનઝેરીકરણ લાભો માટે કેટલાક લોકો દ્વારા વખાણવામાં આવે છે. સાઇબેરીયન ટાઇમ્સના અહેવાલ મુજબ, સીંગના લોહીથી સ્નાન કરવું અને પીવું એ રશિયામાં એક પ્રાચીન પરંપરા હોવાનું માનવામાં આવે છે, જે ચીન અને કોરિયામાં પણ જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર, આ પ્રક્રિયા કથિત રીતે મહિલાઓને યુવાન રાખવામાં અને પુરુષોની કામવાસના વધારવામાં મદદ કરે છે. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, અલ્તાઇ પર્વતોમાં એક ફાર્મ તેની વેબસાઇટ પર દાવો કરે છે, “લાલ હરણના શિંગડાનો અર્ક મજબૂત ટોનિક તરીકે કામ કરે છે, ખાસ કરીને પુરુષોની શક્તિ વધારવા માટે.”

એવો દાવો કરવામાં આવ્યો છે કે તે શરીરના હાડકાં, સ્નાયુઓ, દાંત, દૃષ્ટિ અને સાંભળવાની શક્તિને પણ મજબૂત બનાવે છે અને ન્યુમોનિયા, અસ્થમા, સાંધાનો દુખાવો, ઑસ્ટિયોપોરોસિસ અને કરોડરજ્જુની સમસ્યાઓને પણ મટાડે છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં શુક્રવારે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પુતિન સાથે હંમેશા થાઈરોઈડ કેન્સરના ડૉક્ટર પણ હતા.