સુવાવડ, પેશાબની તકલીફ, શ્વેતપ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે બેસ્ટ છે આ નુસખાઓ, જાણી અને અપનાવો તમે પણ

સ્ત્રીઓની મોટા ભાગની ફરિયાદો પ્રદર રોગને લગતી હોય છે. પ્રદર રોગમાં વધુ પડતો સ્ત્રાવ થવાથી પણ સ્ત્રીઓને કામતૃપ્તિ અધૂરપ અનુભવાય છે. આ પ્રદર શું છે તે જોઈએ. પહેલાં કુદરતી લોહ, મોતી, અભ્રક, ઉપરાંત જડીબુટ્ટીઓનું સેવન સ્ત્રી માટે ઉપલબ્ધ હતું. આજે એ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આવી સ્ત્રીઓને યૌવનથી માંડી અહીં જણાવ્યા મુજબની ફરિયાદ હોય છે.

image source

સ્ત્રી રોગને લગતા કોઈ પણ નિવારણો તમારા જ ઘરમાં રહેલા છે, પણ આપણે નાની અમથી બાબતોમાં ડોકટર પાસે દોડી જવાની આદતને કારણે આ વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા સેવીએ છીએ. જેથી આજે અમે સ્ત્રી રોગોમાં લભકારક કેટલાક દેશી ઉપચાર બતાવવાના છે જે ઝડપથી રાહત પહોંચાડશે સાથે સરળતાથી ઉપલબ્ધ પણ હોય છે. મહિલાઓને સ્વાસ્થ્યને લગતી ઘણી નાની નાની તકલીફો હેરાન કરતી હોય છે. જેમાં સુવાવડ દરમિયાન થતી સમસ્યાઓ, કમરનો દુખાવો, ઊલટી, શ્વેતપ્રદર, માસિકની સમસ્યાઓ માટે આજે અમે તમને બેસ્ટ નુસખાઓ જણાવી રહ્યાં છે. આ તરત જ અસર કરશે. ચાલો જાણીએ…

સ્‍ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા. તેના ઉપાય માટે એક ચમચી કાળા તલને અડઘો કપ પાણીમાં ઉકાળવું, પછી તેમાં થોડો ગોળ નાખી પી જાઓ.

image source

અડધાં પાકાં કેળામાં 2 ચમચી આમળાનો રસ અને સાકર મિક્સ કરી પીવાથી સ્‍ત્રીઓમાં શ્વેતપ્રદર અને બહુમૂત્ર રોગ મટે છે. જીરા અને સાકરનું ચૂર્ણ સમાન માત્રામાં મિક્સ કરી રોજ 1 ચમચી લેવાથી શ્વેતપ્રદર મટે છે.

તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્ત્રાવ મટે છે.

કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી.

image source

માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

સુવાવડી સ્‍ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ભૂખ લાગે છે.

સુવાવડમાં સ્‍ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુઃખતી નથી અને ખાધેલું પાચન થાય છે.

image soucre

સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.

ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો વગેરે સુવાવડી સ્‍ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.

નારંગી ખાવાથી સગર્ભા સ્‍ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે.

image source

તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત