આપણા આ ગુજરાતીએ ઘટાડ્યું વજન, 92 કિલોમાંથી 65 કિલો વજન મેળવ્યું…

આપણે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છીએ કે, એકવાર વજન વધી જાય ત્યાર પછી વજન ઘટાડવું લગભગ અસંભવ છે. ત્યાં જ કેટલાક લોકો એવું પણ કહે છે કે, વજન ઘટાડવા માટે જીમ, ડાયટ પ્લાન, ડેલી રૂટીન જેવી ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. આજે અમે આપના માટે આવી જ બધી માન્યતા ધરાવતી એક વ્યક્તિનો પોતાનો અનુભવ આપના માટે લાવ્યા છીએ કે કેવી રીતે તેમણે પોતાનું વજન જે ૯૨ કિલો હતું તેને એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં ૬૫ કિલો સુધી ઘટાડી દીધું.

ગુજરાતીમાં કહેવત છેને કે, ‘મન હોય તો માળવે જવાય.’ તેમજ વ્યક્તિની ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો દુનિયામાં કોઈ વસ્તુ કે કામ અસંભવ નથી હોતું. આ વ્યક્તિનું નામ છે દીપેન પટેલ. દીપેન પટેલ એક ૨૨ વર્ષીય યુવાન છે, દીપેનનું વજન પહેલા ૯૨ કિલો હતું. દીપેન પટેલ નાનપણથી જ ભરપુર શરીર ધરાવે છે. દીપેન મોટાભાગે બહારનું ભોજન જ ખાવાનું પસંદ કરતા હતા અને તેમાં પણ જંકફૂડ દીપેનનું મનપસંદ ફૂડ છે.

દીપેન પટેલની આ આદત તેમના માટે કેટલાક સમય પછી શરીર પર અને અન્ય કામ કરવામાં અસર દેખાવા લાગી. તેમજ દીપેન પટેલના કહેવા મુજબ તેઓની પાસે કોઈ વધારે કામ નહી હોવાથી તેમના શરીરમાં આળસ ઘર કરવા લાગી. સારું જીવન જીવવા માટે સ્વસ્થ શરીર અને પોતાની પર વિશ્વાસ સર્વોત્તમ અને દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત હોય છે. પરંતુ દીપેન પટેલના અયોગ્ય ખાન-પાનના લીધે ધીરે ધીરે શરીર બેડોળ થવા લાગ્યું અને બેડોળ શરીર વ્યક્તિના આત્મવિશ્વાસને તોડવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. આમ દીપેન પટેલ મજબુર થઈ ગયો અને તેનો આત્મવિશ્વાસ પણ એકદમ ઘટી ગયો.

વધુ પડતા વજનના કારણે લાઈફ પર થયેલ અસર.:

દીપેન પટેલના વધી ગયેલ વજનની અસર તેમની આખી લાઈફ પર દેખાવા લાગી. જેમ કે, ફેમીલી લાઈફ, ફ્રેન્ડ સર્કલ, સોશિયલ લાઈફ દરેક જગ્યાએ ખુબ જ ખરાબ અસર જોવા મળી. સૌપ્રથમ દીપેનની સાઈઝના કપડા મળવા મુશ્કેલ થવા લાગ્યા. ત્યાર પછી દીપેન ફ્રેન્ડસ કે ફેમીલી મેમ્બર સાથે ક્યાંય પણ બહાર ફરવા માટે કે કોઈને મળવા માટે ત્યાં તેને દર ત્રીજી-ચોથી વ્યક્તિ આવીને વજન ઘટાડવા માટેના સલાહ-સૂચનો આપવા લાગતા. તેમજ ઘરની વ્યક્તિઓ પણ દીપેનને ટોન્ટ કરતા અચકાતા નહી. ઉપરાંત દીપેનના મિત્રો જયારે પણ મળે ત્યારે દીપેનની અને તેના વધી ગયેલ શરીરની મજાક ઉડાવતા રહેતા. આવા ઘણા બધા કારણોના લીધે દીપેન પછીથી એકલો રહેવા લાગ્યો તે કોઈની સાથે ખુલ્લા મનથી વાત કરી શકતો નહી. આમ ધીરે ધીરે દીપેન પટેલના સેલ્ફ કોન્ફીડન્સ ઘટવા લાગ્યા.

દીપેન પટેલે કેવીરીતે શરુ કરી ફેટ ટુ ફીટ થવાની સફર.:

હ્યુમન સાયકોલોજી મુજબ, વ્યક્તિ જયારે એકની એક વાતથી હદથી વધારે કંટાળી જાય છે, ત્યારે તે વ્યક્તિ પોતાને આપવામાં આવતી સલાહની વિરુદ્ધ દિશામાં જ કામ કરવા લાગે છે. દીપેન પટેલ સાથે પણ આવું જ થયું. જયારે દીપેનને કોઇપણ વ્યક્તિ આવતા જતા ગમે ત્યારે ગમે ત્યાં વજન ઘટાડવાની સલાહ આપવા લાગ્યા હતા. લોકોની સલાહથી દીપેન એટલો બધો કંટાળી ગયો કે, થોડાક સમય પછી તેની પર કોઇપણ વાતની અસર થતી જ નહી. દીપેન પટેલ પણ જાણતા હતા કે, તેમણે પોતાનું વજન ઘટાડવું જોઈએ. પરંતુ લોકો દ્વારા વારંવાર એકની એક જ વાતે સલાહ મળવાના કારણે દીપેન પટેલ વજન ઘટાડવા વિષે વિચારવાનું પણ છોડી દીધું હતું.

જયારે એક દિવસ દીપેન પટેલ શાંતિથી બેઠા હતા ત્યારે તેઓને વિચારતા હતા કે, હું ફક્ત લોકો દ્વારા વારંવાર સલાહ આપવાના કારણે જીદે ચડીને વજન ઘટાડવા વિષે વિચારતો પણ નથી. કેટલાક સમયના મનોમંથન પછી એક સવાલ તેના મનમાં આવ્યો કે, મારા માટે મહત્વનું શું છે? મારી જીદ કે મારું સ્વાસ્થ્ય? ત્યાર પછી દીપેન પટેલએ પોતાની જીદ છોડીને ફીટ થવાનો નિર્ણય કર્યો.

સૌપ્રથમ દીપેનને એ વાતનો સ્વીકારવા માટે કેટલોક સમય લાગ્યો કે, તેનું શરીર ખુબ જ વધી ગયું છે અને ખુબ મોટું છે. દીપેનનું વજન ત્યારે ૯૨ કિલો હતું. દીપેન પટેલે ૧૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ચાલવાની શરુઆત કરી. પહેલા દિવસે દીપેન પટેલ બે કિલોમીટર સુધી ચાલ્યા હતા. ત્યાર પછી દીપેન પટેલ રોજ થોડું થોડું અંતર વધારતા ગયા અને એક અઠવાડિયાને અંતે આ ચાલવાનું અંતર વધીને ૫ કિલોમીટર જેટલું કરી દીધું. પણ આમ અચાનક ચાલવાનું શરુ કરવાથી દીપેનને પગમાં દુખાવાની ફરિયાદ રહેવા લાગી.

આ પગ દુખવાની તકલીફથી છુટકારો મેળવવા માટે દીપેન પટેલ રોજ નિયમિત રીતે રાતના સમયે સાઈકલીંગ કરવાનું શરુ કર્યું જેના પરિણામ સ્વરૂપ પગમાં દુખાવાની તકલીફ ઓછી થઈ ગઈ. આમ નિયમિત રીતે ચાલવાથી અને સાઈકલીંગ કરવાથી ત્રણ અઠવાડિયાના પછી દીપેન પટેલ ચાલવાને બદલે દોડવાનું શરુ કરવામાં સફળતા મળી. જો કોઈને રોજ સવારે ઉઠીને સાડા સાત કિલોમીટર જેટલું ચાલવાનું હોય તો તે વ્ય્ક્તના દિમાગમાં સૌપ્રથમ શું વિચાર આવી શકે છે? પથારી માંથી ઉભા થવાની જ ઈચ્છા ના થાય. દીપેન પટેલ સાથે પણ આવું જ થયું શરુઆતમાં ઉઠવાની જ ઈચ્છા થતી નહી. તેમછતાં ધીરે ધીરે રોજ સવારે ઉઠીને ચાલવાનુ શરુ કર્યું. આમ પછીથી દીપેન પટેલની આદત બની ગઈ કે, રોજ સવારે વહેલા ઉઠીને દોડવા જવાનું તેના રૂટીનમાં વણાઈ ગયું.

દીપેન પટેલના સતત એક મહિના સુધી ચાલવાથી અને દોડવાથી અંદાજીત ૮ કિલો જેટલું વજન ઘટીને ૯૨ કિલો માંથી ૮૪ કિલો જેટલું વજન થઈ ગયું. તેમછતાં દીપેન પટેલને સંતોષ થયો નહી અને તેમણે ચાલવાનું, દોડવાનું અને સાઈકલીંગ કરવાનું શરુ રાખ્યું. આ બધી એકસરસાઈઝ શરુ રાખવાના કારણે બે મહિના અંતે દીપેન પટેલ અંદાજીત ૧૦ કિલોમીટર જેટલું અંતર દોડવાનું શરુ રાખ્યું અને બે મહિના અંતે દીપેનનું વજન ૯ કિલો જેટલું ઘટીને ૮૪ કિલો માંથી ૭૫ કિલો થઈ ગયું. તેમછતાં દીપેન પટેલે એકસરસાઈઝ અને સાઈકલીંગ કરવાનું શરુ રાખ્યું.

ચાર મહિના પછી દીપેન પટેલ દરરોજ દોડવાના અંતરમાં વધારો કરી રહ્યા હતા જે અંતર વધીને હવે ૧૫ કિલોમીટર જેટલું વધારી દીધું. આમ ડીએન પટેલનું વજન જે ૭૫ કિલો હતું તે ઘટીને ૬૫ કિલો થઈ ગયું. દીપેન પટેલની હાઈટ ૫.૫” ધરાવે છે જયારે આટલી હાઈટ પ્રમાણે દીપેન પટેલનું વજન ૬૦ કિલો થી ૬૫ કિલોની વચ્ચે હોવું જોઈએ. દીપેન પટેલે યોગ્ય વજન મેળવી લીધા પછી પણ સતત દોડવાનું અને સાઈકલીંગ શરુ જ રાખ્યું છે. દીપેન પટેલે વજન ઘટી ગયા પછી પણ રોજ નિયમિત પણે ૧૫ કિલો મિત્ર દોડે છે અને દસ કિલોમીટર જેટલી સાઈકલીંગ કરે છે. વર્તમાન સમયમાં દીપેન પટેલનું વજન ૬૩ કિલો જેટલું છે. ઉપરાંત દીપેન પટેલ હવે અમદાવાદમાં બે સ્થળ પર યોગા શીખવાડી રહ્યા છે.

દીપેનનો ડાયટ પ્લાન.:

સવારે ઉઠીને સૌપ્રથમ દૂધ કે કોફીનું સેવન કરે છે. ત્યાર પછી દોડવા જતા પહેલા કે સાઈકલીંગ કરતા પહેલા કેળાનું સેવન કરે છે. ત્યાર પછી એક ટાઈમ ફળ કે પછી કોઈ ફ્રુટ જ્યુસ (જેટલી વાર ખાવું હોય અને જેટલું આપ ખાઈ શકો છો) ત્યાર પછી એક સમયે કઠોળ કે પછી બાફેલું ભોજનનું સેવન (જેટલું ખાઈ શકો એટલું અને જેટલી વાર ખાવું હોય એટલું) દીપેન કોઇપણ ફંકશનમાં કે ફ્રેન્ડસ સાથે આઉટીંગ માટે જાય છે ત્યારે પોતાની પાસે એક મ્મ્રનું પેકેટ રાખે છે. જેનાથી તેઓ પોતાની ભૂખ પણ શાંત કરી શકે અને સારા સ્વાદનો આનંદ પણ લઈ શકે. એક વાત યાદ રાખવી કે, આવા સમયે જયારે આપ વજન ઘટાડી રહ્યા છો તો આપને બહારનું ભોજન આરોગવાની તીવ્ર ઈચ્છા થઈ શકે છે. પણ આપની શિસ્ત અને વજન ઘટાડવાની પ્રબળ ઈચ્છાશક્તિ આપનું વજન ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

દીપેન પટેલનું ખાસ સૂચન :

વજન ઘટાડવા માટે આપના ડાયટ અને એકસરસાઈઝ કરતા વધારે મહત્વનું છે આપની શિસ્ત અને પ્રબળ ઇચ્છાશક્તિ.