તાજી કરતાં વાસી રોટલી ખાવાથી આવા જબરદસ્ત ફાયદા થાય છે અત્યારે જ જાણો અને અપનાવો…

ઘણીવાર તમે લોકોને વાસી ખોરાક ન ખાવાની સૂચના આપતા સાંભળ્યા હશે. વાસી ખોરાક આરોગ્ય માટે ખરાબ માનવામાં આવે છે. 12 કલાકથી વધુ સમય પછી વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનિંગ, એસિડિટી અને પેટમાં અસ્વસ્થતા થઈ શકે છે. એટલું જ નહીં, વાસી ખોરાક ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને અનેક જીવલેણ નુકસાન પણ થઈ શકે છે.

image source

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દરેક વાસી ખોરાક આરોગ્યને નુકસાન પહોંચાડતો નથી. એવી કેટલીક ખાદ્ય ચીજો પણ છે કે જેનાથી સ્વાસ્થ્યવર્ધક ફાયદો થાય છે જ્યારે તે વાસી થાય છે. જેમાંથી એક ઘઉં છે. ભારતના મોટાભાગના ઘરોમાં ઘઉંના લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે. આ સાથે, મોટાભાગના ભારતીયોને વધારે પ્રમાણમાં રસોઈ બનાવવાની ટેવ હોય છે. જેના કારણે ઘણીવાર રોટલી વધે છે. બચેલી રોટલીઓ કાં તો ફેંકી દેવાની હોય છે અથવા કોઈ પ્રાણીને ખવડાવવી પડે છે.

image source

પરંતુ અમે તમને વાસી રોટલીના આવા ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ, એ જાણ્યા પછી કે તમે વધેલી રોટલી ફેંકી દેવાને બદલે જાતે જ તેને ખાવાનું પસંદ કરશો. મોટાભાગના લોકો વાસી રોટલી સાંભળતાં જ મોં બનાવવા લાગે છે, પરંતુ જ્યારે સ્વાદને બદલે સ્વાસ્થ્યની વાત આવે છે, તો વાસી રોટલી પોષણથી ભરપૂર હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઘઉંના લોટની રોટીઓને સૌથી પૌષ્ટિક અને સુપાચ્ય માનવામાં આવે છે, પરંતુ આ રોટલીના ગુણો ત્યારે બે ગણા વધે છે જયારે આ રોટલી વાસી બને છે. તો ચાલો અમે તમને જણાવીએ વાસી રોટલી ખાવાથી થતા ફાયદાઓ.

વાસી રોટલી ખાવાના ફાયદા

– દરરોજ દૂધ સાથે વાસી રોટલી ખાવાથી ડાયાબિટીઝ અને બીપી કંટ્રોલ થાય છે. વાસી રોટલી થાય ત્યારે તેમાં કેટલાક ફાયદાકારક બેક્ટેરિયા તેમાં આવે છે, જે ગ્લુકોઝની માત્રામાં ઘટાડો કરે છે.

image source

– વાસી રોટલી દૂધ સાથે ખાવાથી પેટની બીમારીઓથી પણ રાહત મળે છે. તે એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે. વાસી રોટલીમાં ફાઈબર હોવાના કારણે તે પાચનમાં પણ મદદ કરે છે.

– વાસી રોટલી શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં પણ મદદગાર છે. વાસી રોટલી દૂધ સાથે ખાવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં, હાઇ સ્ટ્રોક જેવી સમસ્યાઓનું કોઈ જોખમ થતું નથી.

– વાસી રોટલી દૂધ સાથે ખાવાથી શરીરનું દુબળપણુ દુર થાય છે અને શરીરમાં શક્તિ વધે છે. તે શરીરની દુર્બળતા દૂર કરવાનો સૌથી અસરકારક માર્ગ પણ છે. ખાસ કરીને રાત્રે વાસી રોટલી ખાવી વધારે ફાયદાકારક રહેશે.

image source

– જે લોકો સતત પેટમાં દુખાવાની ફરિયાદ કરતા હોય છે તેમના માટે વાસી રોટલી ખૂબ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં પલાળી વાસી રોટલી ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે.

– આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ° સે છે. 40 થી વધુ તાપમાનને લીધે, તે આપણા શરીરના મહત્વપૂર્ણ અવયવોને નુકસાન પહોંચાડે છે. દૂધમાં પલાળી રહેલી વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત