જો તમે વિટામિન્સ વિષે આ માહિતી નથી જાણતા તો તમે કશું નથી જાણતા…

વિટામિન ડી એ કદાચ એકલું એવું પોષક તત્વ છે જેનું આ દુનિયામાં અધોમુલ્યાંક્ન કરવામાં આવ્યું છે. એ કદાચ એટલે કે તે મફત મળે છે.. તમારું શરીર તે બનાવે છે જયારે સૂર્ય કિરણો તેને સ્પર્શ કરે છે!! દવાની કંપનીઓ સૂર્ય કિરણો વહેંચી શકે નહીં, તેથી તેના સ્વાસ્થ્યકીય ફાયદાઓ વિષે જાહેરાતો કરવામાં નથી આવતી..


હકીકત એ છે કે, મોટા ભાગના લોકો આ વિષેની હકીકત નથી જાણતા હોતા

*વિટામિન ડી અને સ્વાસ્થ્ય.*


તો અહીં એક એવી વાતચીત પ્રસ્તુત છે કે જે માઈક એડમ અને ડો. માઈકલ હોલિક વચ્ચે થયેલ ઇન્ટરવ્યૂ પરથી લેવામાં આવેલી છે.

◆૧. વિટામિન ડી એ *તમારી ત્વચા દ્વારા ઉત્પન્ન થાય છે* જયારે અલ્ટ્રાવાયોલેટ રેડિએશનના સંપર્કમાં આવે ત્યારે કે *જયારે કુદરતી સૂર્ય કિરણો મળતા હોય*.

◆૨. કુદરતી રીતે મળતા સૂર્ય કિરણો (કે જે તમારી ત્વચામાં વિટામિન ડી ઉત્પન્ન કરે છે) *તે કાચમાંથી આરપાર જઈ શકતા નથી*. એટલે કે તમે ઘરમાં કે કારમાં બેઠા બેઠા વિટામિન ડી ઉત્પન્ન કરી શકો નહીં.


◆ ૩. તમારા ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળવું એ લગભગ અશક્ય છે. *સૂર્ય કિરણો તરફની તમારી ખુલ્લી ત્વચા એ જ એક માત્ર વિશ્વાસપાત્ર રીત છે* તમારા શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન કરવા માટેની.

◆ ૪. એક વ્યક્તિએ દરરોજ *દસ મોટા ગ્લાસ* વિટામિન ડી ફોર્ટિફાઇડ દૂધના પીવા પડે જો તેને તેના ખોરાકમાં વધુ માત્રામાં વિટામિન ડી લેવું હોય.


◆ ૫. તમે જેમ વિષુવવૃત્તીય પ્રદેશથી વધુ દૂર રહો તેમ તમારે સૂર્ય તરફ વધુ ખુલ્લું રહેવું પડે વિટામિન ડી ઉત્પન્ન કરવા માટે. કેનેડા, યુકે અને અમેરિકાના ઘણા ખરા રાજ્યો વિષુવવૃતથી દૂર છે.

◆ ૬. વિટામિન ડી ઉત્પન્ન કરવા માટે એવા લોકો કે જેની ત્વચાનો રંગ વધુ શ્યામ છે તેઓએ સૂર્ય તરફ ૨૦ થી ૩૦ ગણા વધુ વાર ખુલ્લા રહેવું જોઈએ તેઓ કરતા કે જેઓની ત્વચાનો રંગ ગોરો છે.

આથી જ કાળા લોકોમાં પ્રોસ્ટેટ કેન્સર વ્યાપક રીતે ફેલાયેલું હોય છે — આ ખુબ સામાન્ય છે, પણ અતિ વિસ્તરેલું, સૂર્ય કિરણોની ઉણપ.


◆ ૭. તમારા આંતરડામાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડી *કેલ્શિયમના શોષણ માટે ખુબ જરૂરી છે*. અપૂરતા પ્રમાણમાં વિટામિન ડી ને કારણે તમારું શરીર કેલ્શિયમનું શોષણ નથી કરી શકતું, આ માટે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લેવા એ નકામું છે.

◆ ૮. કાયમની વિટામિન ડી ની *ઉણપ રાતોરાત પુરી કરી ના શકાય*: આ માટે મહિનાઓ સુધી વિટામિન ડી ના સપ્લિમેન્ટ્સ અને સૂર્ય કિરણો સામે તમારી ત્વચાનું ખુલ્લું હોવું જરૂરી છે.


◆ ૯. નબળું *સનસ્ક્રિન (SPF = ૮) રોકે છે* તમારા શરીરની વિટામિન ડી ઉત્પન્ન કરવાની કાબેલિયત ને ૯૫% થી. આ રીતે સનસ્ક્રિન ઉત્પાદનો હકીકતમાં રોગ ઉત્પન્ન કરે છે – તમારા શરીરમાં વિટામિનની તીવ્ર ઉણપ ઉભી કરી ને.

◆ ૧૦. સૂર્ય કિરણો સામેની તમારી ખુલ્લી ત્વચાથી ખુબ ઘણું બધું વિટામિન ડી ઉતપન્ન કરવું અશક્ય છે: તમારું શરીર સ્વ નિયમન કરે છે અને એટલું જ વિટામિન ડી ઉત્પન્ન કરે છે જેટલું જરૂરી હોય.

◆ ૧૧. જો તમને તમારા સ્ટેરનમ(છાતી નું હાડકું) પર સખત રીતે દબાવવાથી દુખતું હોય, તો તમે અત્યારે વિટામિન ડી ની તીવ્ર ઉણપમાંથી પસાર થઇ રહ્યા છો.


◆ ૧૨. વિટામિન ડી તમારા શરીરમાં “સક્રિય” થાય છે તમારી *કિડની અને લીવર* દ્વારા તેનો ઉપયોગ થયા પહેલાં.

◆ ૧૩. તમને કિડની કે લિવરનું ડેમેજ હોય તો તે વિટામિન ડી ની તમારા શરીરમાં પરિભ્રમણ કરવાની ક્ષામતાને ઘટાડી શકે છે.

◆ ૧૪. સનસ્ક્રિન ઇન્ડસ્ટ્રી તમને જણાવવા નથી માંગતી કે તમારા શરીરને હકીકતમાં સૂર્ય કિરણો તરફ ખુલ્લા રહેવાની જરૂર છે કેમકે તે જાણકારી આપવાથી તેઓના સનસ્ક્રિન ઉત્પાદનોનું વહેંચાણ ઘટી જશે.

◆ ૧૫. વિટામિન ડી એ *તમારા શરીરનું સૌથી વધુ શક્તિશાળી રૂઝ આપનારું રસાયણ છે*, અને છતાં પણ તમારું શરીર તેને એકદમ મફતમાં ઉત્પન્ન કરે છે. ડોક્ટરનું પ્રીસ્ક્રિપ્શન પણ જરૂરી નથી.


~ બીજા શક્તિશાળી *એન્ટિઓક્સિડન્ટ્સ* માં ફળો જેમકે દાડમ (POM અદભુત જ્યુસ), અકઇ, બ્લુબેરીઝ કે જે આ ક્ષમતા સાથેના હોય તેવા નો સમાવેશ થાય છે.

~ વિટામિન ડી ની ઉણપને કારણે થતા રોગો અને ઉત્પન્ન થતી પરિસ્થિતિઓ:


● ઓસ્ટીયોપોરોસિસ એ વિટામિન ડી ની ઉણપ ને કારણે થતો રોગ છે, જે કેલ્શિયમના શોષણને ખુબ ઘટાડે છે.

● પૂરતા પ્રમાણમાં વિટામિન ડી બચાવે છે આ રોગોથી પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ઓવેરિયન કેન્સર, ડિપ્રેશન, કોલોન કેન્સર અને સ્કિઝોફ્રેનિયા..

● “રીકેટ્સ” હાડકાં – ખરાબ કરતો રોગ છે જે વિટામિન ડી ની ઉણપ ને કારણે થાય છે.


● વિટામિન ડી ની ઉણપ કદાચ ટાઇપ ૨ ના ડાયાબિટીસ ને *અતિઉગ્ર* બનાવી શકે છે અને સ્વાદુપિંડમાં ઈન્સુલિનના ઉત્પાદનને ઘટાડે છે.

● મેદસ્વીપણું વિટામિન ડી ના ઉપયોગને તમારા શરીરમાં ઘટાડે છે, એટલે કે મેદસ્વી લોકોને વિટામિન ડી ની જરૂર બમણી હોય છે.

● વિટામિન ડી ને *પ્સોરિયાસીસ* ના ઈલાજ માટે વાપરવામાં આવે છે (જે ત્વચાનો એક કાયમી રોગ છે).

● વિટામિન ડી ની ઉણપથી ~ સ્કિઝોફ્રેનિયા થઇ શકે છે.

● સૂર્ય કિરણો તરફના તમારી ત્વચાના ખુલ્લા ના રહેવાના કારણે મેલાટોનિન અસંતુલિત થાય છે અને તેથી સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર થાય છે.

● વિટામિન ડી ની હંમેશાની ઉણપને *ફાઇબ્રોમ્યલ્જિયા* માનવામાં આવે છે કેમકે આ બંનેના લક્ષણો ખુબ સરખા છે: *સ્નાયુઓમાં નબળાઈ, દુખાવો અને પીડા*.


● ગંભીર રોગો જેવાકે ડાયાબિટીસ અને કેન્સર ડેવેલપ થવાનું જોખમ * ૫૦% – ૮૦% ઘટી જાય છે*, સરળ, સમજદારી વાપરી નૈસર્ગીક *સુર્યકીરણોમાં અઠવાડિયામાં ૨-૩ વખત* ત્વચાને ખુલ્લી રાખવાથી.

● એવા શિશુઓ કે જે વિટામિન ડી સપ્લિમેન્ટ્સ (૨૦૦૦ યુનિટ દરરોજના) લે છે તેમને *૮૦% જોખમ ઘટે છે” આગળ ૨૦ વર્ષોમાં *ટાઇપ ૧ ડાયાબિટીસ* થવામાં.

વિટામિન ડી ની ઉણપના આઘાતજનક આંકડાઓ:

● ૩૨% ડોક્ટર અને મેડિકલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં વિટામિન ડી ની ઉણપ હોય છે.

● ૪૦% અમેરિકાની વસ્તી વિટામિન ડી ની ઉણપથી પીડાય છે.


● ૪૨% આફ્રિકન અમેરિકન યુવતીઓ જે ગર્ભધારણ કરવાની વયની છે તે વિટામિન ડી ની ઉણપથી પીડાય છે.

● ૪૮% યુવાન છોકરીઓ (૯ – ૧૧ વર્ષ) વિટામિન ડી ની ઉણપવાળી છે.

● ૬૦% સુધીના બધી જ હોસ્પિટલના દર્દીઓ વિટામિન ડી ની ઉણપ વાળા હોય છે.

● ૭૬% ગર્ભવતી માતાઓ વિટામિન ડી ની તીવ્ર ખામીનો ભોગ બનેલી છે, જેથી તેના ન જન્મેલાં બાળકમાં પણ વિટામિન ડી ની ખામી ઉત્પન્ન થાય છે, જેથી તેમનામાં ટાઇપ ૧ ડાયાબિટીસ, આર્થરાઇટિસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા રહે છે તેમના પછીના જીવનમાં. આવી માતાઓ થી જન્મેલા બાળકોમાં ૮૧% જેટલા ઉણપ વાળા હોય છે.


● ૮૦% સુધીના નર્સિંગ હોમ પેશન્ટ વિટામિન ડી ની ઉણપ ધરાવતા હોય છે.

● ૯૦% સુધીના ભારતીયો વિટામિન ડી ની ખામી થી પીડાઈ રહ્યાં છે.

મહત્વની જાણકારી કોઈ પણ જાતના ખર્ચ વગર.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.