Site icon Health Gujarat

વિટામીન બી12ની ખામીને દૂર કરવા કરી લો આ ઉપાયો, શરીરમાં જો દેખાય આવા ફેરફાર તો થઈ શકે છે ગંભીર બીમારી

બદલાતી લાઈફ સ્ટાઈલમાં લોકોના ખાન પાનના કારણે શરીરમા અનેક વિટામીન અને પોષક તત્વોની ખામી આવે છે. એક સ્વસ્થ શરીર માટે અનેક પ્રકારના વિટામીન જરૂરી હોય છે. તેમાંથી એક છે વિટામીન બી12. શરીરને માટે વિટામીન બી12નો કોઈ અન્ય પૌષ્ટિક વિકલ્પ હોઈ શકે નહીં. આ પાણીમાં ઓગળવાની સાથે શરીરની અનેક ગતિવિધિમાં સામેલ થાય છે. જે રેડ બ્લડ સેલ, ડીએનએનું નિર્માણ કરવામાં મદદ કરે છે.

image source

જાણીતા ડાયટિશ્યનના જણાવ્યા અનુસાર શરીરમાં મેટાબોલિઝમથી લઈને ડીએનએ સિંથેસિસ અને રેડ બ્લડ સેલ્સ માટે વિટામીન બી12ની જરૂર રહે છે. નર્વસ સિસ્ટમને હેલ્ધી બનાવી રાખવા માટે વિટામીન બી12 જરૂરી છે. શરીરમાં વિટામીન બી12ની ખામી હોય તો તમે અનેક ગંભીર સમસ્યાનો શિકાર બની શકો છો. એવામાં તમારે શરીરમાં વિટામીન બી12ની ખામીથી થતી બીમારી અને તેના લક્ષણોને વિશે જાણી લેવું જરૂરી છે.

Advertisement

આ છે વિટામીન બી12ની ખામીના પ્રમુખ લક્ષણો, દેખાતા ઈગ્નોર કરવાને બદલે થઈ જાઓ એલર્ટ

આ સિવાય નીચે જણાવવામાં આવેલી ગંભીર બીમારી પણ વિટામીન બી12ની ખામીના કારણે જોવા મળે છે.

Advertisement

વિટિલિગો

image source

જાણીતા ડોક્ટર કહે છે કે આ એક એવી બીમારી છે જેને સફેદ ડાઘના નામે પણ ઓળખવામાં આવે છે. આ હાઈપર પિગ્મેન્ટેશનથી વિપરિત છે. તેમાં શરીરમાં મેલેનિનની ખામી આવે છે. જેનાથી સફેદ પેચ બની જાય છે. વિટિલિગોની સમસ્યા ખાસ કરીને શરીરના એ ભાગ પર થાય છે જે સૂર્યની રોશનીના સીધા સંપર્કમાં આવે છે. તમારા ચહેરા, હાથ અને પગ તથા ગરદન પર તેની અસર થઈ શકે છે.

Advertisement

અંગુલર ચેલાઈટિસ

image source

વિટામીન બી12ની ખામીથી થનારી આ એક એવી બીમારી છે જેમાં મોઢાના ખૂણા પર રેડનેસ અને સોજા જોવા મળે છે. અંગુલર ચેલાઈટિસ થવાથી સૌથી પહેલા શરીરમાં લાલાશ અને સોજાના ફેરફાર જોવા મળે છે.

Advertisement

હાઈપર પિગ્મેન્ટેશન

હાઈપર પિગ્મેન્ટેશનમાં સ્કીન પર ડાઘ- ધબ્બા, પેચ કે સ્કીનનો કલર ડાર્ક થતો જોવા મળે છે. આ ડાર્ક પેચ ચહેરા કે શરીરના અન્ય કોઈ પણ ભાગ પર થઈ શકે છે. એવું ત્યારે થાય છે જ્યારે સ્કીનમાં વધારે પ્રમાણમાં મેલાનિન પિગ્મેન્ટ બને છે. તેમાં શરીરના કોઈ પણ ભાગ પર ભૂરા, કાળા રંગના ધબ્બા બની શકે છે.

Advertisement

વિટામીન બી12ની ખામીથી થતી અન્ય સમસ્યાઓ

image source

તમારા શરીરમાં વિટામીન બી12ની ખામી છે તો તમે તેવામાં એનિમિયા, થાક, સ્મૃતિ લોસ, મિજાજ ખરાબ રહેવો, ચિડિયાપણું, ખાલી ચઢી જવી, હાથ પગ જકડાઈ જવા, દૃષ્ટિ ઘટી જવી, મોઢામાં ચાંદા પડવા, કબજિયાત રહેવી, ડાયરિયા થવા કે પછી મસ્તિષ્ક સંબંધી સમસ્યાઓ અનુભવી શકો છો.

Advertisement

આ ચીજોથી પૂરી કરી લો વિટામીન બી12ની ખામી

image source

વિટામીન બી12ની ખામી થવાથી તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. તમે વિટામીન બી12ના સપ્લીમેન્ટ પણ લઈ શકો છો. આ સિવાય તમે નોનવેજ ખાઓ છો તો ફિશ, ઈંડા, મીટ, શેલફીશથી વિટામીન બી12ની ખામી પૂરી કરી શકો છો. વેજમાં તમે દહીં, દૂધ, પનીર કે ચીઝ ખાઈ શકો છો. આ રીતે ખાવાથી તમને પ્રાકૃતિક રીતે વિટામીન બી12 મળી જશે.

Advertisement
Advertisement
Exit mobile version