Site icon Health Gujarat

રોજની માત્ર 15 મિનિટની વોક તમારા શરીરને કેવી રીતે બદલી નાખે છે…

રોજની માત્ર 15 મિનિટની વોક તમારા શરીરને કેવી રીતે બદલી નાખે છે

આપણે બધા નિયમિત કસરતનું મહત્ત્વતો જાણીએ જ છીએ અને તેની શરીર પર થતી અસર વિષે પણ જાણીએ છીએ. આ બધા જ ફાયદા થતાં હોવા છતાં તમારી પાસે કેટલાક દિવસ કસરત કરવાનો સમયે નથી હોતો.

Advertisement
image source

આભાર માનો કે તાજેતરમાં થયેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 15 મિનિટ ચાલવાથી તમે તમારા જીવનમાં બીજા સાત વર્ષનો ઉમેરો કરી શકો છો. આ અભ્યાસમાં 69 લોકોને સમાવવામાં આવ્યા હતા જેમાં 30-60 વર્ષની ઉંમરનો સમાવેશ કરવામાં આવ્યઓ હતો. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે રોજની સામાન્ય નિયમિત કસરત જેમ કે ચાલવું વિગેરે કરવાથી તમને અસંખ્ય એન્ટિએજિંગ લાભ મળે છે. જો તમને એવું લાગતું હોય કે તમે તમારો રોજિંદો વ્યાયામ કરી શકો તેમ નથી તો ચિંતા ન કરો તેની જગ્યાએ તમે તમારા દિવસ દરમિયાનના કામકાજમાંથી થોડો સમય કાઢીને 15 મિનિટ ચાલીને પણ તેની કમી પુરી કરી શકો છો. તમે લંચ બ્રેકમાં ચાલી શકો છો અથવા તો એક ઇવનિંગ વોક પણ લઈ શકો છો. તેમ કરવાથી તમને કસરત જેટલો જ લાભ મળશે. તો ચાલો જાણીએ વિવિધ રોગોમાં ચાલવાના લાભ વિષેઃ

હૃદયના સ્વાસ્થ્ય માટે ચાલવુઃ ચાલવા અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ

Advertisement
image source

ચાલવા અને હૃદયન સ્વાસ્થ્ય વચ્ચેના નીચે જણાવેલા તારણો હાવર્ડના ત્રણ અભ્યાસો માંથી તારવવામા આવ્યા છે.

હાવર્ડ કોલેજના 10,269 ગ્રેજ્યુએટ પુરુષ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા અભ્યાસ પરથી તારવવામાં આવ્યું છે કે અઠવાડિયાનું ઓછામાં ઓછું 9 માઇલ ચાલવાથી તમારો મૃત્યુ દર 22% સુધી નીચે આવી શકે છે.

Advertisement

જ્યારે 44,425 પુરુષ હેલ્થ પ્રોફેશનલ્સ પર કરવામાં આવેલા અભ્યાસમાંથી તારણ મળ્યા છે કે રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવાથી તમારા હૃદય રોગનું જોખમ 18% સુધી નીચું આવી શકે છે.

image source

72,488 સ્ત્રી નર્સો પર કરવામાં આવેલા અભ્યાસ દ્વારા તારણ મલ્યું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ કલાક ચાલવાથી તમને હાર્ટ એટેક તેમજ કાર્ડિયાક ડેથનું જોખમ 35% જેટલું નીચુ રહે છે જ્યારે સ્ટ્રોકનું જોખમ પણ 34% સુધી નીચું લાવી શકાય છે.

Advertisement

શું ચાલવું તે એક સારી કસરત છે ? અહીં અમે તમને રોજ નિયમિત ચાલવાના છ ફાયદાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
ચાલવાથી તમારો મન પ્રસન્નચિત બને છે

image source

શું તમને ખબર છે કે ચાલવાથી તમારો મીજાજ પ્રસન્ન થાય છે. અને તે પણ તમને ખબર નહીં રહે તે રીતે. 2016ના એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે માત્ર 12 મિનિટ ચાલવાથી તમારી વિચારદશા સુધરે છે અને તમારો આત્મવિશ્વાસ પણ વધે છે.
ચાલવાથી તમારો જ્ઞાનાત્મક દેખાવ સુધરે છે

Advertisement

એક અભ્યાસ દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે કોઈ ચોક્કસ ઝડપ પર ચાલવા તેમજ જ્ઞાનાત્મક દેખાવ વચ્ચે સંબંધ છે. તે પછી બાળકો હોય કે વયસ્કો હોય.

ચાલવાથી બ્લડ પ્રેશર નીચુ આવે છે

Advertisement
image source

અભ્યાસ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે મધ્યમ ચાલે ચાલવાથી ઉચ્ચ રક્તચાપના જોખમને નીચું લાવી શકાય છે.
ચાલવાથી ડાયાબિટીસને અટકાવી અથવા અંકુશમાં લાવી શકાય છે

હાવર્ડના નર્સો પર થયેલા એક અભ્યાસ પ્રમાણે, જે સ્ત્રીઓ દીવસ દરમિયાન ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ચાલે છે તેમને ડાયાબિટીસનું જોખમ 30% ટકા સુધી ઓછું રહે છે. ચાલવાથી પેટની જે જોખમી ચરબી હોય છે કે જે ડાયાબિટીસ માટે કારણરૂપ છે તે અસરકારક રીતે સંકોચાય છે .

Advertisement

ચાલવાથી કેન્સરનું જોખમ ઘટે છે

image source

એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓ અઠવાડિયાનું ઓછામાં ઓછું 7 કલાક ચાલે છે તેમને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ 14% સુધી ઘટી જાય છે. યુનિવર્સિટિ ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો અને હાવર્ડ યુનિવર્સીટીના વૈજ્ઞાનીકો પ્રમાણે જે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થયું હતું અને તેઓ અઠવાડિયાના ત્રણ કલાક ચાલ્યા છે તેમને પ્રોસ્ટેટ કેન્સરના ઉથલાનું જોખમ ઓછું રહ્યું છે.
ચાલવાથી પીડામાં ઘટાડો થાય છે અને હલનચલનમાં પણ સુધારો થાય છે

Advertisement

અમેરિકન હાર્ટ એસોસિએશનના એક લેખમાં તેઓ સમજાવે છે કે કેવી રીતે ચાલવાથી પેરિફેરલ આર્ટરી ડિસિઝ (PDA) ધરાવતા લોકોનું હલનચલન સુધરે છે.

તમારી ચાલવાની કસરતમાંથી તમે બને તેટલા લાભો કેવી રીતે મેળવી શકોઃ ચાલવા માટેની કેટલીક મહત્ત્વની ટીપ્સ
તમારા બાવડાને જુલાવોઃ તમારા બાવડાને 90 ડીગ્રી પર વાળો અને તમારા ખભાથી તેને જુલાવો. તે તમારી અપર બોડી માટે વર્કાઉટ પુરું પાડશે.

Advertisement
image source

આરામદાયક શૂઝ પહેરવાનું રાખોઃ ફ્લેક્સિબલ સોલવાળા કડક હીલ વાળા અથવા કુશનવાળા તળિયા વાળા હળવા શૂઝ પહેરવાનું રાખો. બને ત્યાં સુધી હીલવાળા શૂઝ પહેરવાનું ટાળો. કડક સોલવાળા શૂઝ પહેરવાનું ટાળો તે ફ્લેક્સિબલ નથી હોતા.
એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારું પોશ્ચર યોગ્ય હોયઃ તમારે તમારી ચીન સીધી રાખીને સીધું જ સામે જોવાનું જોવાનું છે. ચાલતી વખતે તમારું પોશ્ચર બીલકુલ યોગ્ય હોવું જોઈએ. તમારા ખભાને ઢળતા અને પાછળની તરફ તેમજ તમારા કાનથી દૂર રાખો.

યોગ્ય પગલા ભરોઃ વધારે કેલરી બાળવા માટે તમારે ઓછામાં ઓછું 3.5 માઇલ એક કલાકની ઝડપે ચાલવું જોઈએ. ઝડપ વધારવા માટે નાના અને જડપી પગલા લો.

Advertisement
image source

બને તો કોઈ ચઢાણ વાળા રસ્તા પર ચાલવાનું રાખોઃ જો તમે વધારે ઝડપથી ચરબી બાળવા માગતા હોવ તો તમારે કોઈ ટેકરીનું ચઢાણ કરવું જોઈએ અથવા તો સીડીઓ ચડવી જોઈએ અથવા તો ટ્રેડમિલ પર પણ તેવી ચઢાણવાળી સ્થીતીમાં ચાલી શકો છો.

સરળ રીતે ચાલવા માટેના 9 ઉપાયો

Advertisement

શાળાએ અથવા કામે ચાલીને જાઓ

જ્યારે તમે કોઈ જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં જતા હોવ તો તમારા સ્ટોપથી 1-2 સ્ટોપ વેહલા ઉતરીને ત્યાં ચાલીને જાઓ.
લીફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો

Advertisement

તમે જ્યાં જવા માગતા હોવ ત્યાંથી થોડે દૂર તમારુ વાહન પાર્ક કરવાનું રાખો અને પછી તે જગ્યાએ ચાલીને જાઓ.

બપોરના જમણ બાદ ત્યાં બેસી રહેવાની જગ્યાએ એક નાનકડી વોક લઈ લો.

Advertisement

રાત્રી જમણ બાદ પણ તમે ચાલવા જઈ શકો છો. તમે તમારા કુટુંબના સભ્યોને પણ તેમા શામેલ કરી શકો છો.

તમારા સહકર્મીઓ સાથે કામની વાતો કરતી વખતે ચાલતા ચાલતા વાત કરવાનું રાખો

Advertisement
image source

બેસીને મ્યુઝીક સાંભળવાની જગ્યાએ ચાલતા ચાલતા મ્યુઝીક સાંભળો.

તમારા કૂતરા અથવા તમારા મિત્ર કે ઓળખીતાના કૂતરાને ચાલવા લઈ જાઓ અથવા તેની સાથે ચાલો.

Advertisement

નિયમિત ચાલવાના ફાયદા અગણિત છે તે માત્ર તમારા શરીર માટે જ સારું નથી પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.

ચાલવાથી તમારું મગજ અને શરીર વધારે પ્રફુલ્લીત અને સ્વસ્થ બને છે. ભલે તમે રોજના 5 માઇલ ન ચાલી શકો પણ ઓછામાં ઓછું 15 મિનિટ તો ચાલી જ શકો છો. ચાલવાથી તમારું જીવન બદલાઈ જશે. તો પછી વધારે શું વિચારવું આજથી જ ચાલવાનું શરૂ કરી દો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version