જમ્યા પછી ચાલવાથી સ્વાસ્થ્યને ખરેખર ફાયદો થાય છે ખરાં? જાણો તમે પણ આ વિશે

ચાલવાના ફાયદા

આપના સ્વાસ્થ્ય પર કસરત (Health Benefits Of Exercise) ના સકારાત્મક પ્રભાવ વારંવાર સાબિત થયા છે. ચાલવાને સૌથી સરળ વ્યાયામ પણ માનવામાં આવ્યો છે. કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉન (Lockdown) દરમિયાન લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે ઘણી હદ સુધી સજાગતા વધી ગઈ છે. આ જ કારણ છે કે, કેટલાક લોકો ઈચ્છે છે કે, ભોજન કરી લીધા પછી તરત તેમને ચાલવું (Walking After Eating) જોઈએ કે નહી. ભોજન કરી લીધા પછી ચાલવાથી જાડાપણું દુર (Walking After Eating For Weight Loss) થશે કે નહી.? ભોજન કરી લીધા પછી ચાલવા જવાથી થતા ફાયદા અને નુકસાન (Walking After Eating Good Or Bad) વગેરે. ચાલો જાણીએ વિસ્તારપૂર્વક કે ભોજન કરી લીધા પછી ચાલવા જવું ફાયદાકારક છે કે નુકસાનકારક ?

પાચનમાં સુધાર (Is Walking After Eating Good For Digestion) :

image source

ભોજન કરી લીધા પછી થોડાક સમય માટે ચાલવાથી આપની પાચનક્રિયામાં સુધાર થઈ શકે છે. અંગ્રેજી વેબસાઈટ હેલ્થલાઈનમાં છાપવામાં આવેલ સમાચાર મુજબ ભોજન કરી લીધા પછી તરત જ ચાલવા જવાથી પેટ અને આંતરડા યોગ્ય રીતે કામ કરવા લાગે છે. શરીરમાં હળવી ગતિવિધિઓ આપના પાચન માટે મદદગાર સાબિત થઈ શકે છે. જેનાથી ભોજનને ઝડપથી પચાવી શકાય છે. અંગ્રેજી વેબસાઈટમાં જણાવ્યા મુજબ ભોજન કરી લીધા બાદ ચાલવા જવાથી ઓછાથી હળવી શારીરિક ગતિવિધિઓ કરવાથી ગેસ્ટ્રો ઈંટેસ્ટાઈનલ માર્ગ પર સુરક્ષાત્મક પ્રભાવ પાડે છે. ભોજન કરી લીધા પછી ચાલવાથી પેપ્ટિક અલ્સર, હાર્ટ બર્ન, આંતરડાના સિન્ડ્રોમ (IBS), કબ્જ અને કોલોરેકટલ કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદ મળે છે.
ડાયાબીટીસ કંટ્રોલ (Walking After Eating For Diabetes) :

image source

ભોજન કરી લીધા પછી ચાલવા જવાથી અન્ય સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. ભોજન કરી લીધા પછી ચાલવા જવાથી ડાયાબીટીસના રોગથી પીડિત દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભોજન કરી લીધા પછી ચાલવા જવાથી ડાયાબીટીસ ટાઈપ 1 અને ટાઈપ 2 ના દર્દીઓ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. લોહીમાં ગ્લુકોઝને નિયંત્રણ કરવા માટે ભોજન કરી લીધા પછી ચાલવું મદદગાર સાબિત થઈ શકે છે.

હ્રદય રોગના જોખમને ઘટાડવામાં મદદગાર થાય છે.( Walking After Eating For Heart) :

image source

દાયકાઓથી શારીરિક કસરતોને હ્રદયના સ્વાસ્થ્ય સાથે સંબંધિત જોવામાં આવે છે. નિયમિત રીતે વ્યાયામ કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે સાથે જ કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો કરી શકાય છે. આમ કરવાથી આપને હાર્ટ સ્ટ્રોક કે પછી હાર્ટ એટેકથી પોતાને બચાવી શકાય છે. એક અધ્યયનમાં જણાવ્યા મુજબ જો વ્યક્તિ ભોજન કરી લીધા પછી ૫ થી ૧૦ મિનીટ સુધી ચાલે છે તો આવી વ્યક્તિથી હ્રદય રોગ ખુબ જ દુર રહે છે.

વજન ઘટાડવામાં મદદગાર. (Walking After Eating To Lose Weight) :

image source

જો આપ વજન ઘટાડવા ઈચ્છો છો તો આપે યોગ્ય ભોજનની સાથે સાથે એકસરસાઈઝ કરવી પણ જરૂરી છે. જેમ કે, આપણે જાણીએ છીએ કે, વજન ઘટાડવા માટે આપણને કેલરી ઘટાડવાની સલાહ આપવામાં આવે છે. આવામાં અંગ્રેજી વેબસાઈટ હેલ્થ લાઈનનું માનીએ તો ભોજન કરી લીધા પછી ચાલવું આપણને કેલરી ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશરમાં લાભદાયક (Walking After Eating For High Blood Pressure) :

image source

ભોજન કરી લીધા પછી ચાલવા જવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ઘણી હદ સુધી લાભ પહોચાડી શકે છે. કેટલાક અધ્યયન કરવાથી માલુમ પડ્યું છે કે, બ્લડ પ્રેશરના લેવલને નિયંત્રણ કરવા માટે આપને આખા દિવસ દરમિયાન ત્રણ વાર દસ મિનીટ સુધી ચાલવું જોઈએ.

ચાલવા માટેનો સૌથી સારો સમય (Best Time To Walk After Eating):

image source

હેલ્થલાઈનમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ માનીએ તો ચાલવાનો સૌથી સારો સમય ભોજન કરી લીધા પછી તરત માનવામાં આવ્યો છે. આ સમય, આપના શરીરમાં આપના દ્વારા કરવામાં આવેલ ભોજનને પચાવવા માટે કામ કરી રહ્યું હોય છે. વધારે યોગ્ય સમય રાતના ભોજન કરી લીધા પછી ચાલવા જવાનો માનવામાં આવ્યો છે.

કઈ સાવધાનીઓ રાખવી જોઈએ ?

image source

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અને હ્રદય રોગના દર્દીઓએ ડોક્ટરની સલાહ લઈને જ નિયમિત રીતે ચાલવાને પોતાના રૂટીનમાં અપનાવો. ગંભીર બ્લડ પ્રેશર અને હ્રદય રોગના દર્દીઓ માટે ખુબ ઝડપથી ચાલવું તેમના શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત