જો તમે દિવસમાં આટલા ગ્લાસ પાણી પીશો તો નહિં જવુ ક્યારે પણ ડોક્ટર પાસે..

આપણને પાણી પીવાની જરૂર પડે છે કેમ કે રોજેરોજ શરીરમાંથી પાણી નીકળી પણ જાય છે. આપણે શરીરમાંથી રોજ લગભગ અઢી લિટર જેટલું પાણી ગુમાવીએ છીએ. સરેરાશ ગણતરી માંડીએ તો – દોઢ લિટર જેટલું યુરિન દ્વારા, ૭૦૦ મિલીલિટર જેટલું પરસેવા દ્વારા, ૩૦૦ મિલીલિટર ઉચ્છ્વાસમાં રહેલા ભેજ દ્વારા અને ૧૦૦ મિલીલિટર મળ દ્વારા.

image source

આ કમી પૂરી કરવા માટે પૂરતી માત્રામાં પાણી પીવું જરૂરી છે. શરીરમાં પેદા થતાં ઝેરી દ્રવ્યોને બહાર ફેંકી દેવા માટે યુરિન, પરસેવો, ઉચ્છ્વાસ અને મળ દ્વારા પાણી બહાર ફેંકાય એ ખૂબ જરૂરી છે. ક્યારેક ઓછું પાણી પીવામાં આવે તો એકનું એક પાણી શરીરમાં રીસાઇકલ થઈને વપરાય છે, પરંતુ અમુક હદ કરતાં ઓછું પાણી પીવાથી લોહીનું પ્રેશર, કિડની, હૃદય અને પાચનતંત્ર બધું જ ખોરવાઈ જઈ શકે છે.

image source

જીવનનો આધારસ્તંભ ‘પાણી’ શરીરની સુંદરતા વધારવામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે. ત્વચાને ચમકદાર અને મુલાયમ રાખવામાં પાણી અગત્યની ભૂમિકા ભજવે છે.આપણી ત્વચા ત્રણ પડની બનેલી હોય છે, જેમાં વચ્ચેનું પડ પ્રાકૃતિક જળસંચયનું કાર્ય કરે છે. આ પડમાં ૭૦ ટકા પાણી અને શરીરના ૧૬ ટકા તરલ પદાર્થો હોય છે. આપણા શરીરમાં જ્યારે પાણીનું પ્રમાણ ઘટી જાય છે, ત્યારે ત્વચા શિથિલ તેમજ નિસ્તેજ થઈ જાય છે. આવું ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

image source

આખા દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવામાં આવે, તો ત્વચા સ્વસ્થ અને મુલાયમ રહે છે. વધારે વખત સુધી પાણીમાં પગ પલાળી રાખવાથી અથવા વધુ લાંબા સમય સુધી સ્નાન કરવાથી ત્વચા સંકોચાઈ જાય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે ત્વચા સુકાઈ જવાથી આવું બને છે. પરંતુ હકીકત તો એ છે કે વધુ પ્રમાણમાં પાણી શોષી લેતી હોવાથી ત્વચા ફૂલી જાય છે, તો કોઈક જગ્યાએ સંકોચાઈ જાય છે. સ્નાન કર્યા બાદ જો મોઈશ્ચરાઈઝર લગાવવામાં આવે તો ત્વચા મૂળ સ્થિતિમાં આવી જાય છે.

મોઈશ્ચરાઈઝર શું છે?

image source

મોઈશ્ચરાઈઝર બે પ્રકારનું હોય છે. તેમાં તેલ અને પાણીનું ઓછેવત્તે અંશે મિશ્રણ કરેલું હોય છે.
તેલમાં પાણી : એક મોઈશ્ચરાઈઝર એવું હોય છે, જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તેલ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. ‘ઓઈલ ઓફ ઓલે’ આ પ્રકારનું મોઈશ્ચરાઈઝર છે. આ પ્રકારના મોઈશ્ચરાઈઝરમાં વધુ પ્રમાણમાં પાણી અને બહુ ઓછા પ્રમાણમાં તેલ હોય છે. તેલથી ત્વચાને પોષણ મળે છે,

image source

જ્યારે પાણીથી ભેજ ઉત્પન્ન થાય છે અને ત્વચાનું બાહ્ય પડ મુલાયમ બને છે. એ જ રીતે ગ્લિસરીન એક એવું રસાયણ છે, જેનાથી ભીનાશ અનુભવાય છે. આ જ કારણસર એનો મોઈશ્ચરાઈઝરમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણી ત્વચા ભીનાશયુક્ત હોય એ જરૂરી છે. શિયાળામાં ત્વચા શુષ્ક ન થાય તે માટે વધુ ચીકાશયુક્ત મોઈશ્ચરાઈઝર ઉપયોગી નીવડે છે. આજે જાહેર સમારંભો, પ્રદર્શનો કે મુસાફરીમાં આપણે મિનરલ વોટરથી તરસ છિપાવતાં હોઈએ છીએ, પરંતુ તેમાં નાઈટ્રેટનું પ્રમાણ ન હોય અથવા બહુ જ ઓછું હોય તેની ખાસ કાળજી રાખવી જોઈએ.

image source

માણસ અન્ન વિના કદાચ અઠવાડિયાંઓ કાઢી શકે, પણ પાણી વિના નહીં. પાણી વિના માનવજીવન ટકાવી રાખવું મુશ્કેલ બની જાય છે કેમ કે આપણા શરીરમાં પાણીનો ભાગ ખૂબ વધુ છે. માત્ર માણસ જ નહીં, સજીવમાત્રના શરીરમાં પુષ્કળ પાણી હોય છે. પાણી સતત ટકાવી રાખવું જરૂરી છે અને આથી જ રોજ અઢીથી ત્રણ લિટર જેટલું પાણી પીવાની સલાહ મોટા ભાગના ડોક્ટરો આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત