વધેલા વજનને ફટાફટ ઉતારવા બદલી નાખો આ આદતોને, મળી જશે રિઝલ્ટ

જાડાપણું એ સૌથી મોટી સમસ્યામાંની એક છે તે માત્ર વ્યક્તિના શરીરની નબળી રચના જ નહીં,પરંતુ તે આપણા શરીરને ઘણું રોગી બનાવે છે.

ઘણા લોકો એવા હોય છે કે જેઓ લાખો પ્રયત્નો કરવા છતાં અથવા કસરત અને આહારમાં ફેરફાર કરવા છતાં પણ વજન ઓછું નથી કરી શકતા.તમારી ટેવો તમારા જાડાપણા માટે જવાબદાર છે,તે ખરાબ ટેવોને તમારે બદલવી પડશે.તમારે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો તો તમે તમારું વજન ઓછું કરવામાં સફળ થઈ શકો છો.તમારે તમારી જીવનશૈલીમાં કેટલીક ચીજો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.ચાલો જાણીએ શું ધ્યાનમાં રાખવું જોઈએ.

દારૂનું સેવન ન કરવું જોઈએ-

image source

જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે દારૂ પીવાનું બંધ કરવું પડશે.હાલના સમયમાં,ઘણા લોકો દરરોજ દારૂનું સેવન કરે છે જો તમે દરરોજ દારૂનું સેવન કરો છો,તો આજે તેને છોડી દો કારણ કે તે તમારું વજન ઓછું કરવાને બદલે સતત તમારું વજન વધારશે.

તણાવ ના કારણે-

image source

તણાવને કારણે વજન વધવાની સમસ્યા થઈ શકે છે આજકાલ લોકો ભાગ-દોડવાળા જીવન અને વ્યસ્ત જીવનશૈલીમાં પણ તણાવનો સામનો કરી રહ્યા છે,જો તમારો તણાવ ઓછો નહીં થાય તો તમારું વજન ઓછું નહીં થાય કારણ કે તણાવમાં રહેલા વ્યક્તિને વધુ ભૂખ લાગે છે,જેના કારણે તે એક પછી એક વસ્તુઓ ખાવાનું રાખે છે,જેનાથી વજન વધે છે.

સૂવાનો સમય અને રીત

image source

આજકાલ લોકો મોટે ભાગે આખી રાત મોબાઈલ અને લેપટોપમાં વ્યસ્ત રહે છે અને સવારે કામ પર જવાને કારણે વહેલા જાગે છે,જેના કારણે તેઓ પુરી ઊંઘ નથી લઈ સકતા અને પૂરતી ઊંઘ ન આવવાને કારણે વજન વધવાની સમસ્યા ઉભી થાય છે.ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે લોકો રાતે મોડા સૂઈને સવારે મોડા ઉઠે છે,આ રીતે ઊંઘના ખોટા સમયના કારણે પણ વજન વધી શકે છે.

જંક ફૂડનો વધુ પડતો ઉપયોગ-

image source

દરેક જાણતા જ હશે,કે જંકફૂડ અથવા ફાસ્ટ ફૂડનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી તમારું વજન વધે છે. આજના સમયમાં,મોટાભાગના લોકો ઘરની બહાર જમવાનું પસંદ કરે છે,જેના કારણે તેઓ જાડા થઈ જાય છે.

લાંબા સમય સુધી બેસીને કામ કરવું

image source

જે લોકો બેઠા-બેઠા કામ કરે છે તેનું વજન પણ ઝડપથી વધી જાય છે, કારણ કે ડાઈટના નિષ્ણાંતો અને ફિટનેસના નિષ્ણાતોના જણાવ્યા મુજબ,જે લોકો દિવસના લાંબા સમય સુધી બેઠા-બેઠા કામ કરે છે,તેમનું વજન ઝડપથી વધી જાય છે જો તમને પણ આખો દિવસ બેસીને,કામ કરવાની ટેવ હોય,તો પછી તમારે વચ્ચે વિરામ લેવાનું શરૂ કરો,જો તમે વચ્ચે 10 મિનિટ વિરામ લેશો તો તમારા વજનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

પાણી પીવાની રીત

image source

જો તમે થોડા-થોડા સમયમાં પાણી ના પિતા હોય,તો તે તમારી ખરાબ ટેવ છે.આ ટેવના કારણે પણ તમે જાડા થઈ શકો છો,તેથી તમને તરસ લાગે કે ના લાગે,પણ થોડા સમયમાં પાણી પી લેવું જોઈએ.આના કારણે તમારું લોહી સંક્રમણ બરાબર ચાલશે અને તમારો વજન પણ ઘટશે.

વધુ મીઠાવાળો (ખારો) ખોરાક ન લો

image source

જો તમને જમવામાં મીઠું ઓછું લાગે અને ઉપરથી મીઠું છાંટીને ખાવાની ટેવ હોય,તો આ નોર્મલ ટેવ પણ તમારું વજન વધારી શકે છે.કારણ કે મીઠું શરીરમાં પાણીને રોકે છે અને આનાથી હૈ બ્લડ પ્રેશર થવાની શકયતા પણ રહે છે.તેથી તમારે વધુ મીઠાવાળો ખોરાક ખાવાનું ટાળવું જોશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત