ઓછી મહેનતે વધારે વજન ઉતારવા અક્સીર છે આ નુસખો, આજથી જ ટ્રાય કરો તમે પણ

ડાયટિંગ કે જીમ નહીં, રસોઈની આ ૨ વસ્તુઓના ઉપયોગથી જાતે જ કરો વેઇટ લોસ!

મોટાભાગના લોકો પોતાનું વજન વધી જવાના કારણે સતત ચિંતામાં રહેતા હોય છે. આ સમસ્યાથી બહાર આવવા માટે તેઓ અનેક નવા નુસખા અપનાવે છે, ડાયટિંગ કરે છે અને જિમ પણ જાય છે. પરંતુ આજે આપણે રસોઈની એવી ચીજોની વાત કરીશું જેના ઉપયોગથી તમે તમારા વજનને કાબૂમાં કરી શકો છો.

image source

કહેવાય છે કે ફક્ત કસરત કરવાથી જ શરીર ઉતરતું નથી. તેની સાથે જો યોગ્ય ડાયટ લેવામાં આવે તો તેનો લાભ ઝડપથી મળે છે. જો તમે વેઇટ લોસ કરવા ઈચ્છો છો તો તમે આયુર્વેદનો આ નુસખો અપનાવો. આ ઘરેલૂ નુસખામાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. ફક્ત લીંબુ અને ગોળનું પાણી આ રીતે પીશો તો તમારું વજન ફટાફટ ઉતરવા લાગશે. આ માટે તમારે ફક્ત ઘરેલૂ ચીજોને મિક્સ કરીને એક જ્યૂસ તૈયાર કરવાનો છે. ફક્ત ૫ મિનિટમાં બની જતા આ જ્યૂસથી તમારું વજન ઘટી શકે છે. જાડાપણાંથી છૂટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાયટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર તરત દેખાતી નથી. તો આ ઘરે બનાવેલો જ્યૂસ તમારી મદદ કરશે. આ રીતે કરો તૈયાર.

આ રીતે તૈયાર કરી લો ગોળ અને લીંબુનું પાણી

image source

લીંબુ અને ગોળ બંને પોષક તત્વોથી ભરપુર હોય છે. અનેક વર્ષોથી વજન ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લીંબુ અને ગોળનું એકસાથે સેવન કરવું વધુ ફાયદાકારક હોય છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને એક નાનો ટુકડો ગોળ મેળવો. પાણીમાં ગોળઓગળી જાય ત્યારે તેને પી લો. વજન ઘટાડવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ સમયે પીવાથી મળશે વધુ લાભ

image source

વજન ઘટાડવા માટે રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગોળ અને લીંબુ પાણીનું સેવન કરવું ફાયદાકારક હોય છે. પાણી બનાવતી સમયે ખાસ ધ્યાન રાખો કે ગોળનું પ્રમાણ ઓછું હોય. જેથી પાણી વધુ ગળ્યું ન બની જાય.

ગોળ આપે છે આ ફાયદા

image source

ખાંડ કરતાં ગોળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. તેમાં કેલેરી ઓછી હોય છે. ગોળ એન્ટીઓક્સીડન્ટ હોવાની સાથે ઝિંક અને સેલેનિયમથી ભરપુર હોય છે. તેનાથી ઈમ્યુનિટી પણ જળવાઈ રહે છે. ગોળ શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે અને મોટાબોલિઝમને મજબુત બનાવે છે. જમ્યા પછી તરત ગોળનો એક નાનો ટુકડો ખાવાથી ભોજન પણ ઝડપથી પચી જાય છે, માનવામાં આવે છે કે તે શ્વાસ અને પાચનતંત્રની સફાઈ માટે ઉત્તમ છે.

image source

વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી (૩-૪ લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે. આ ઉપરાંત આટલું પાણી પીવાથી વારંવાર ખાવાની આદત પણ જતી રહે છે કારણ કે પાણીના કારણે પેટ ભારે હોવાનો અહેસાસ થાય છે. એટલું ધ્યાન આપો કે ભોજન કર્યા બાદ ઓછામાં ઓછા એક કલાક પછી પાણી પીઓ.

image source

વજન વધવાથી હાર્ટ ડિસીજ, ડાયબિટીજ, હાઈ BP જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે . હમેશા ફિટ અને હેલ્દી રહેવા માટે વજન ઓછું કરવું જરૂરી થઈ જાય છે. બધાને એ જાણવામાં રસ હોય છે કે ઓછી મહેનતે અને ઓછા સમયમાં વજન કેવી રીતે ઘટાડી શકાય. ઘણાં લોકો વેટ લૉસની એક્સર્સાઈઝ અને ટિપ્સ ફોલો કરવાનુ શરૂ કરે છે અને પરિણામ ઝડપથી ના દેખાતા એને વચમાં જ છોડી દે છે. આવામાં એક વાત યાદ રાખવી જોઈએ કે વેટ લૉસની ટિપ્સ ત્યારે જ કામમાં આવે છે જ્યારે એને યોગ્ય રીતે કરવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત