ગજબ શોખ! દુનિયાના સૌથી ઊંચા પર્વત પર કરી ટી પાર્ટી, બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ

દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જે ચા પીવાનું ખુબ પસંદ કરે છે. એમની ચા પીવાની લત એવી હોય છે કે તેઓ ભીષણ ગરમીમાં પણ ચાની ચુસ્કી ભૂલતા નથી. પછી એ ક્યાંય પણ બેસેલા હોય, એમને ચાની તલબ હંમેશા હોય છે. આ વચ્ચે, માઉન્ટ એવરેસ્ટ પર Highest Tea Party કરવામાં આવી. લોકોએ દુનિયાના સૌથી ઊંચા પર્વત પર ચા પાર્ટી કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આ Highest Tea Partyનો વિડીયો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

21312 ફૂટની ઊંચાઈ પર ટી પાર્ટી


ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ Highest Tea Partyનો એક વિડિયોમાં માઉન્ટ એવરેસ્ટ પર આરામથી બેસીને ક્લાઇમ્બર્સ ચાની ચૂસકી લેતા બતાવે છે. પર્વતરોહીઓએ 21,312 ફૂટની ઊંચાઈએ ચાની પાર્ટી યોજી હતી. Highest Tea Partyને Hughes દ્વારા હોસ્ટ કરવામાં આવે છે.

પાર્ટીમાં ચા સાથે હતી આ વસ્તુઓ

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે Highest Tea Partyમાં ટેબલ પર ચાની સાથે નાસ્તો પણ હતો. પર્વતરોહીઓએ પણ ચા સાથે એની મજા માણી હતી. આ પાર્ટીમાં લગભગ 14 લોકોએ હાજરી આપી હતી, જે વીડિયોમાં જોવા મળી રહ્યા છે.