ઘરે બનાવો આ આર્યુવેદિક તેલ, સફેદ વાળ કુદરતી રીતે જ થઇ જશે કાળા

આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીના લીધે ઘણી બધી વ્યક્તિઓના વાળ સમય કરતા પહેલા જ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવાનું કારણ વધતું જતું પ્રદુષણ, ખાનપાનની ખોટી આદતો, સતત રહેતા માનસિક તણાવના કારણે મોટાભાગની વ્યક્તિઓના વાળ સફેદ થવા લાગ્યા છે. એટલું જ નહી આજના સમયમાં ફેશનના નામે વાળ સાથે કરવામાં આવતી છેડછાડ એટલે કે, કેમિકલ યુક્ત હેર ડાઈની મદદથી વાળને કલર કરવા, વાળને પરમેનંટ સ્ટ્રેટ કરાવવાથી, વાળ પર વધારે પડતી ટ્રીટમેન્ટ કરાવવાના લીધે પણ આપના વાળ સમય કરતા પહેલા સફેદ થઈ શકે છે. આજે અમે આપને જણાવીશું કે, આપ આપના સફેદ થઈ ગયેલ વાળને ફરીથી કાળા, લાંબા અને મુલાયમ બનાવવા માટે આપ પોતાના ઘરે જ આયુર્વેદિક તેલ બનાવીને તેની મદદથી આપના વાળને ફરીથી સુંદર બનાવી શકો છો.

જાસુદનું તેલ:

image source

-આપે જસુદનું તેલ બનાવવા માટે સૌથી પહેલા જાસુદના થોડાક ફૂલ લઈને તેને સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મૂકી દેવાના રહેશે.

-ત્યાર બાદ આપે ૨૫૦ ગ્રામ સરસવનું તેલ, ૧૦૦ ગ્રામ એરંડાનું તેલ અને કલૌંજીનું તેલ એક વાસણમાં ભેગું કરી લેવું.

-આપે ત્રણેવ તેલને ભેગા કરી લીધા પછી તેમાં સુકાઈ ગયેલા જાસુદના ફૂલને નાખી દેવા. જાસુદના ફૂલને તેલમાં નાખી દીધા પછી આ તેલને ગરમ થઈ ગયા પછી ફૂલની સાથે ૩૦ મિનીટ સુધી પકવવા માટે ધીમા તાપે ગેસ રાખીને થવા દો.

-આપે ૩૦ મિનીટ સુધી તેલમાં અસુદના ફૂલને પકવી લીધા પછી તેને ઠંડું થવા દેવું. તેલ ઠંડું થઈ જાય ત્યાર પછી તેલને ગાળીને એક બોટલમાં ભરી લો.
કેવી રીતે ઉપયોગ કરશો આ તેલ:

image source

આપે જાસુદના તેલને રાતના સમયે સુતા પહેલા ૧૫થી ૨૦ મિનીટ સુધી વાળના મૂળમાં માલિશ કરવાની છે. આવી રીતે માલિશ કરી લીધા પછી વાળમાં ૧ કલાક સુધી કાંસકાનો ઉપયોગ કરવાનો નથી તેનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી આપે બીજા દિવસની સવારે હળવા શેમ્પુથી વાળને ધોઈ લેવા જોઈએ. ત્યાર પછી કંડીશનર કરવું. આવી રીતે આપે જાસુદના તેલનો નિયમિત રીતે ઉપયોગ કરવો.

શિકાકાઈનું તેલ:

image source

-શિકાકાઈનું તેલ બનાવવા માટે આપે બે ચમચી શિકાકાઈ પાવડર અને લીમડાના પાંદડા લેવા.

-આપે શિકાકાઈ પાવડર અને લીમડાના પાંદડાને એરંડાના તેલમાં ભેળવી દેવાના છે. ત્યાર બાદ આપે આ મિશ્રણને ગેસ પર ધીમા તાપે ૧૫ મિનીટ સુધી ઉકાળવું.

-ત્યાર પછી આ તેલ ઠંડું થઈ જાય એટલે તેને ગાળીને બોટલમાં ભરી લેવું.

કેવી રીતે ઉપયોગ કરશો આ તેલ?

image source

આપે શિકાકાઈના તેલથી વાળના મૂળમાં ૧૫ મિનીટ સુધી માલિશ કરવી. આપે વાળમાં તેલની માલિશ કરી લીધા પછી તેને એક રાત માટે વાળમાં રહેવા દેવું અને બીજા દિવસે હળવા શેમ્પુ અને કંડીશનરની મદદથી વાળને ધોઈ લેવા. આવી રીતે આપ ઘરે જ આયુર્વેદિક તેલ બનાવીને કુદરતી રીતે વાળને ફરીથી કાળા કરી શકો છો.

વાળને કાળા કરવા માટે અન્ય ઉપાયો.:

image source

-આમળાના જ્યુસ અને બદામના તેલને ભેળવીને આપે આ મિશ્રણથી વાળની માલિશ કરવી જોઈએ.

-જો આપ ચાના પાણીથી વાળ ધોવો છો તો આપના વાળ કાળા થઈ જશે. શરીરમાં પોષક તત્વોની ખામી થવાના કારણે વાળ સફેદ થઈ જાય છે. એટલા માટે આપે ભોજનમાં ફળ, લીલા શાકભાજી, આમળા, સોયાબીન, કઠોળ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.

-આપે મેથીના પાણીથી વાળ ધોવા જોઈએ કે પછી મેથીની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી પણ આપના સફેદ થઈ ગયેલ વાળ કાળા થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત