સફેદ વાળથી પરેશાન છો? અમે લાવ્યા છીએ કેટલાક સરળ અને સસ્તા ઉપાય…

આજકાલની ભાગતી દોડતી જિંદગીમાં માનસીક તણાવ,દવાઓને કારણે ઓછી ઉમરમાં જ અમુક લોકોનાં વાળ સફેદ થઈ જાય છે. આ સફેદ વાળથી બચવા માટે ઘણા લોકો રાસાયણોનો ઉપયોગ કરે છે જેનાથી ઘણીવાર વાળ વધુ સફેદ થઈ જાય છે.

લોકોની સામે આવી રહેલી આ તકલીફને જોતા અમે આજ તમારા વાળને કાળા કરવાનાં અમુક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ, જેને તમે ઘરમાં જ ઉપયોગ કરીને પોતાના માથા પર કાળા અને ઘાટા વાળ જોઈ શકો છો. નાની ઉમરમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યાને રોકવા માટે અમે શહેરનાં અમુક બ્યુટીશીયન સિવાય અમુક આયુર્વેદના જાણકારો સાથે પણ વાતચીત કરી. જેમને અમને ન ફક્ત નાની ઉમરમાં વાળ સફેદ થવાથી રોકવાનાં ઉપાય વિશે જણાવ્યું, પરંતુ વાળ શામાટે સફેદ થઈ રહ્યા છે તેના સંબંધમાં પણ જણાવ્યું.

આ છે ઘરેલું નુસ્ખા

૧. આદુનાં રસને મધમાં મેળવી લો. આ વાળ પર ઓછામાં ઓછા અઠવાડિયામાં બે વાર નિયમિત રૂપથી લગાવો. તેનાથી ધીરે-ધીરે વાળ સફેદ થવાનું ઓછું થઈ જશે.
૨. વાળને સફેદ થવાથી રોકવાનો એક અન્ય પ્રકાર હેઠળ ૧/૨ કપ નાળિયેર તેલ કે જૈતુનનાં તેલને હળવું ગરમ કરો. તેની અંદર ૪ ગ્રામ કપૂર ઉમેરી દો. જ્યારે કપૂર સારી રીતે મિક્સ થઈ જાય તો આ તેલથી માલિશ કરો. તેનું માલિશ અઠવાડિયામાં એકવાર કરો આ ઉપાય એક જાદુ સમાન છે.
૩. વાળને કાળા કરવા માટે દહીં પણ ખૂબ કારગર ઉપાય છે. તેના માટે દહીંની સાથે ટમેટાંને પીસી લો. તેની અંદર થોડો લીંબુનો રસ અને નિલગીરીનું તેલ ઉમેરો. આનાથી માથામાં માલિશ અઠવાડિયામાં બે વાર કરો. તેનાથી વાળ હાલમાં જ નહિ લાંબી ઉમર સુધી કાળા અને ઘાટા જળવાઈ રહેશે.

૪. આ સિવાય એક ઉપાય આ પણ છે કે દૂધીને સુકાવીને નાળિયેર તેલમાં ઉકાળી લો. આ તેલને ગાળીને બોટલમાં ભરી લો. આ તેલથી માલિશ કરવાથી વાળ કાળા થઈ જશે.
૫. તમે સાંભળ્યું જ હશે કે આમળા વાળ માટે ફાયદાકારક હોય છે,આ સાચું પણ છે. એટલે સુકા આમળાને પાણીમાં ઉકાળો. આ પાણીને એટલું ઉકાળો કે તે અડધું રહી જાય. તેની અંદર મહેંદી અને લીંબુનો રસ ઉમેરીને વાળ પર લગાવો. માનવામાં આવે છે કે આમ કરવાથી અસમય વાળનું સફેદ થવું અટકી જાય છે.

૬. લીંબુનાં રસથી માથામાં માલિશ કરવાથી વાળનું પાકવું, ખરવું દૂર થઈ જાય છે. લીંબુનાં રસમાં પીસેલા સુકા આમળા ઉમેરીને સફેદ વાળ પર લેપ કરવાથી વાળ કાળા થઈ જાય છે. તેનાથી વાળનાં અન્ય રોગ પણ ઠીક થઈ જાય છે. આ ઘરેલું નુસ્ખાનો પ્રયોગ સતત ૧-૨ મહિના સુધી જરૂરથી કરો.
૭. ઘી ખાઓ , વાળનાં મૂળમાં ઘીનું માલિશ કરો.
૮. તુરિયાનાં ટુકડાને છાંયામાં સુકાવીને ખાંડી લો. તેમાં નાળિયેર તેલ એટલું નાખો કે આ ડૂબેલા રહે. આ રીતે ચાર દિવસ સુધી તેલમાં પલાળો,પછી ઉકાળો અને ગાળીને બોટલમાં ભરી લો. આ તેલનું માલિશ કરો સફેદ વાળ પર લગાવો વાઈટ હેર ટ્રીટમેન્ટમાં લાભ આપશે વાળ કાળા થશે.

૯. દરરોજ ગાજરનો રસ પીવાથી વાળ સ્વસ્થ રહે છે,વાળની દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે.

૧૦.કાંદા પીસીને વાળ પર લેપ લગાવવાથી વાળ કાળા રંગનાં ઉગવાના શરૂ થઈ જાય છે,નહાવાનાં એક કલાક પહેલા આ પ્રયોગ કરો.

૧૧. બે લીટર દૂધ ઉકાળીને તેમાં સો ગ્રામ નીલ મેળવીને દહીં જમાવો. તેને વલોવીને ઘી કાઢીને લોખંડનાં દસ્તામાં લોખંડની ખારણીમાં એટલું ઘસો કે બધુ ઘી કાળું થઈ જાય. આ ઘીને વાળ પર લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.
૧૨. અડધા કપ દહીંમાં દસ પીસેલા કાળા મરચા, એક લીંબુ નીચોવીને મેળવી લો. આ વાળ પર લગાવી લો અને વીસ મિનિટ સુધી એમજ રહેવા દો પછી માથું ધોઈ લો તેનાથી વાળ મુલાયમ અને કાળા થાય છે. આ સફેદ વાળને કાળા કરવાનાં નુસ્ખાને ખૂબ પ્રયોગમાં લેવામાં આવે છે.

૧૩. જેમના વાળ સફેદ થઈ ગયા હોય, વાળ ખરતા હોય જો તે દરરોજ તલ ખાય અને તલનું તેલ લગાવે તો તેમના વાળ લાંબા,મુલાયમ અને કાળા થઈ જશે.

‍૧૪.વધારે ક્રોધ અને ચિંતાથી વાળ સફેદ થઈ જાય છે. એટલે ચિંતા ન કરીને માનસિક સંતુલન જાળવી રાખો.
૧૫.મેથી વાળને સફેદ થતા અટકાવે છે. તેને ખાવ,તેલમાં લગાવો, પીસેલા દાણા મેથી ૫૦ ગ્રામ અને મેથીનાં પાન ૫૦ ગ્રામ, તલ કે નાળિયેરનાં ૧૦૦ ગ્રામ તેલમાં ઉમેરીને ચાર દિવસ રાખો. પછી ગાળી લો. આ તેલને વાળ પર લગાવો તો વાળ કાળા અને ચમકદાર થઈ જશે.

૧૬. શરદીથી વાળ સફેદ થઈ જાય છે. જો વાળ શરદીથી સફેદ થઈ ગયા હોય તો દસ કાળા મરીને દરરોજ ભૂખ્યા પેટ અને સાંજે ચાવી ચાવીને ગળી જાઓ . તેનાથી બધો કફ વિકાર નષ્ટ થશે અને કાળા વાળ ફરી ઉગવાનાં શરૂ થઈ જશે. આ પ્રયોગ ઓછામાં ઓછા એક વર્ષથી વધારે સમય સુધી કરો.