કરો આ કામ, અને માત્ર એક જ દિવસમાં દૂર કરી દો ચહેરા અને નાક પરના Whiteheads

ત્વચા પર વધારે પ્રમાણમાં તેલનું ઉત્સર્જન થવાના કારણે આપને વાઈટહેડ્સની સમસ્યા થાય છે. પણ શું આપ જાણો છો કે, વાઈટહેડ્સને ઘરેલું ઉપચારોથી પણ દુર કરી શકાય છે. અહિયાં આપને કેટલાક સરળ ઘરેલું ઉપચાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને આપ વાઈટહેડ્સને દુર કરવા માટે અજમાવી શકો છો.

વાઈટહેડ્સ થવા એક સામાન્ય સ્કીન પ્રોબ્લમ છે. જયારે સ્કીન પર તેલ અને ડેડ સ્કીન એકઠા થઈ જાય છે તો આપના ચહેરા પર નાના નાના સફેદ રંગના દાણા દેખાવા લાગે છે. વાઈટહેડ્સ સ્કીન પોર્સની એકદમ ઉપર જ થાય છે જેના કારણે આપના ચહેરા પર ખીલ થવા લાગે છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ માનીએ તો, આવું શરીરમાં વાત્ત, પિત્ત અને કફ દોષોના અસંતુલન થઈ જવાના કારણે ઉત્પન્ન થાય છે.

image source

જો આપ નથી ઈચ્છતા કે, આપના પોર્સ ક્લોગ થાય, તો આ વાઈટહેડ્સને કુદરતી રીતે જ દુર કરો. એના માટે આપને પોતાની સ્કીનની સંભાળ નિયમિત રીતે કરવાની જરૂરિયાત છે. જો આપ ઈચ્છો છો તો કેટલાક સરળ ઘરેલું ઉપાયથી અજમાવીને પણ આ વાઈટહેડ્સને ત્વચા પરથી દુર કરી શકો છો. ચાલો જાણીએ વાઈટહેડ્સને દુર કરવાના સરળ ઘરેલું ઉપાયો…

-વાઈટહેડ્સને દુર કરવા માટે બેકિંગ સોડા.:

image source

સામગ્રી :

૨ થી ૩ ચમચી બેકિંગ સોડા.

પાણી.

બનાવવાની વિધિ.:

image source

બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવો અને આ પેસ્ટને આપ આખા ચહેરા પર કે પછી ફક્ત જ્યાં વાઈટહેડ્સ હોય ત્યાં જ લગાવો. આ પેસ્ટને ૧૫ થી ૨૦ મિનીટ સુધી સુકાવા દો. ત્યાર પછી આપે તેને હુફાળા પાણીથી ધોઈ લો. જ્યાં સુધી વાઈટહેડ્સ પૂરી રીતે દુર ના થઈ જાય ત્યાં સુધી આ ઉપાયને અઠવાડિયામાં એક કે બે વાર અજમાવવો જોઈએ.

આ કેવી રીતે કામ કરે છે.?

બેકિંગ સોડા બહારથી કામ કરે છે બેકિંગ સોડાએ બધી જ અશુદ્ધિઓને દુર કરે છે, જે પોર્સને બંધ કરીને તેને સાફ કરે છે. બેકિંગ સોડા એક પીએચ ન્યુટ્રલાઈઝર પણ છે અને ત્વચાના સીબમ ઉત્પાદનને નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે.

-વાઈટહેડ્સ માટે ટી ટ્રી ઓઈલ.:

image source

સામગ્રી :

ટી ટ્રી ઓઈલ.

કોટન પેડ.

બનાવવાની વિધિ.:

image source

એક કોટનના પેડમાં ૫ થી ૬ ટીપાં ટી ટ્રી ઓઈલના નાખો અને તેને વાઈટહેડ્સ પર લગાવો. જો આપની સ્કીન સંવેદનશીલ છે, તો ઓઈલમાં ડુબાડ્યા પછી કોટન પેડને પાણીમાં ડુબાડીને ચહેરા પર લગાવો. આવું આપને દિવસમાં બે વાર કરવાનું છે.

આ કેવી રીતે કામ કરે છે ?

ટી ટ્રી ઓઈલ ચહેરા પરના રોગાણુરોધી ગુણ જીવાણુને હટાવવા માટે મદદ કરે છે, જે પોર્સને બંધ કરે છે અને વાઈટહેડ્સને ઉત્પન્ન કરે છે.

-વાઈટહેડ્સ માટે ટુથપેસ્ટ :

image source

સામગ્રી :

ટુથપેસ્ટ.

બનાવવાની વિધિ :

ટુથપેસ્ટને થોડાક પ્રમાણમાં લઈને ચહેરા પર આવેલ વાઈટહેડ્સને કવર કરો અને તેને અડધા કલાક માટે રહેવા દો. ત્યાર પછી આપે પોતાના ચહેરાને સારી રીતે ધોઈ લેવો. આ ઉપાયને આપે દિવસમાં એક કે બે વાર પ્રયોગ કરવો જોઈએ.

આ કેવી રીતે કામ કરે છે.?

ટુથપેસ્ટ (જેલ ટુથપેસ્ટ સિવાય) કેટલાક કલાકોમાં જ વાઈટહેડ્સને સુકવી શકે છે.

-વાઈટહેડ્સ માટે એપલ સાઈડર વિનેગર :

image source

સામગ્રી :

એપલ સાઈડર વિનેગરના કેટલાક ટીપાં.

કોટન પેડ.

બનાવવાની વિધિ.:

કોટન પેડ પર એપલ સાઈડર વિનેગરને લો અને સીધું જ વાઈટહેડ્સ પર લગાવો. કેટલીક મીનીટો માટે તેને કુદરતી રીતે સુકાઈ જવા દો. એપલ સાઈડર વિનેગરને ધોવાની જરૂરિયાત છે નથી.

બીજી વિધિ :

ત્રણ ચમચી કોર્નસ્ટાર્ચની સાથે એપલ સાઈડર વિનેગરને એક ચમચી ભેળવો. પાતળી પેસ્ટ બનાવવા માટે આ મિશ્રણમાં થોડું પાણી નાખવું. આ મિશ્રણને આપે ચહેરા પરના વાઈટહેડ્સથી પ્રભાવિત જગ્યાઓ પર લગાવો. ત્યાર પછી આ મિશ્રણને ૧૫ મિનીટ સુધી સુકાવા દો. ત્યાર પછી આપે પોતાના ચહેરાને હુફાળા પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં

બે થી ત્રણવાર આમ કરવાથી વાઈટહેડ્સથી છુટકારો મળશે.

-વાઈટહેડ્સ માટે મધ.:

સામગ્રી :

એક ચમચી કાચું મધ.

image source

બનાવવાની વિધિ.:

મધને હળવું ગરમ કરીને પોતાના ચહેરા પરના પ્રભાવિત ક્ષેત્રો પર લગાવો. તેને ૨૦ મિનીટ સુધી એમ જ રહેવા દો અને ત્યાર પછી તેને પાણીથી ધોઈ લો. આ ઉપાયને આપે દર બીજા દિવસે કરવો જોઈએ જ્યાં સુધી આપના ચહેરા પરના વાઈટહેડ્સ સંપૂર્ણ રીતે દુર ના થઈ જાય.

આ કેવી રીતે કામ કરે છે.?

મધના જીવાણુંરોધી ગુણ વાઈટહેડ્સને પ્રભાવિત રીતે દુર કરી દેશે. મધ ત્વચા માટે ખુબ જ મોઇશ્ચરાઈઝિંગ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત