જો તમે શિયાળામાં ખાલી પેટે આ 7 વસ્તુઓ ખાશો તો એટલા બધા ફાયદાઓ થશે કે ના પૂછો વાત

મિત્રો, ઠંડીની ઋતુમા લોકોને ગરમાગરમ ભોજન કરવાની ખુબ જ મજા આવે છે અને તેના કારણે જ આ ઋતુમા તળેલી ચીજવસ્તુઓનુ સેવન પણ વધે છે, જેના કારણે પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ શરૂ થાય છે પરંતુ, આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને ઠંડીની ઋતુમા ખાવામા આવે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો જાણીએ આ કઈ વસ્તુઓ છે?

ગરમ પાણી અને મધ :

image source

ઠંડા વાતાવરણમા તમારા દિવસની શરૂઆત હમેંશા ગરમ પાણી અને મધની સાથે કરો. મધમા પુષ્કળ માત્રામા ખનીજ , વિટામિન , ફ્લેવોનોઈડ અને ઉત્સેચકો સમાવિષ્ટ હોય છે. તેનુ નિયમિત સેવન કરવાથી આપણા આંતરડા સાફ રહે છે. નવશેકા પાણીમા મધ ઉમેરીને તેનુ સેવન કરવાથી તમારા શરીર ના તમામ ઝેર દૂર થાય છે. આ સિવાય વજન ઘટાડવામા પણ તે ખૂબ જ લાભદાયી માનવામા આવે છે.

પલાળેલ બદામ :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા મેંગેનીઝ , વિટામિન-ઇ , પ્રોટીન , ફાઇબર , ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસિડ સમાવિષ્ટ હોય છે. જો તમે તેને રાત્રે એક બાઉલમા પલાળી લો અને નિયમિત સવારે તેનુ સેવન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. બદામ ની છાલમા પુષ્કળ માત્રામા ટેનીન સમાવિષ્ટ હોય છે, જે શરીરમાં પોષકતત્ત્વો ના શોષણ ને અટકાવે છે. જો તમે નિયમિત આ પલાળેલી બદામ નુ સેવન કરશો તો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

સુકામેવા :

image source

જો તમે સવારે નાસ્તામા સુકામેવા નુ સેવન કર ઓટો તમારુ પેટ પણ યોગ્ય રહે છે અને તમારુ પાચન પણ મજબુત બનશે. આ ઉપરાંત તે તમારા પી.એચ. સ્તરને સામાન્ય બનાવવામા પણ સહાયરૂપ સાબિત થશે. જો તમે તમારા દૈનિક ભોજનમા કિસમિસ , બદામ અને પિસ્તા નો સમાવેશ કરો તો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે આ વસ્તુનુ વધુ માત્રામા સેવન તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

image soucre

ઓટમીલ :
સવારના નાસ્તા માટે આ એક શ્રેષ્ઠ વસ્તુ છે. જો તમે સવારના નાસ્તા માટે ઓછી કેલરીવાળા નાસ્તાની શોધમા હોવ તો ઓટમીલ નુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા શરીરમા રહેલા ઝેરી તત્વો ને દૂર કરે છે અને આંતરડા ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. તેને નીયામીક્ત ખાવાથી લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગતી અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

પપૈયા :

image source

આંતરડાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઉપરાંત પપૈયુ આપણને અનેકવિધ રીતે લાભદાયી સાબિત થઇ શકે છે. તે એક સુપરફૂડ છે. તે દરેક ઋતુમા અને કોઈપણ જગ્યાએ તમને સરળતાથી મળી જશે. તમે તેને તમારા નાસ્તામા પણ સરળતાથી ખાઈ શકો છો. તે કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ ની સમસ્યાઓને દૂર કરે છે.

પલાળેલ અખરોટ :

image source

બદામની જેમ અખરોટ નુ સેવન કરવાથી પણ આપણા સ્વાસ્થ્ય ને અનેકવિધ લાભ થાય છે.જો તમે નિયમિત રાત્રે અખરોટ ને પાણીમા પલાળીને ત્યારબાદ વહેલી સવારે ભૂખ્યા પેટે તેનુ સેવન કરો તો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત