Site icon Health Gujarat

જાણો યોગા મેટ લેતી વખતે કઇ-કઇ બાબતોનુ રાખવુ જોઇએ ખાસ ધ્યાન

યોગા મેટ પસંદ કરતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન

માર્કેટમાં આજે યોગા મેટ માટેના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, અને માટે જ તમે જ્યારે મેટ ખરીદવા જાઓ છો ત્યારે મુંઝાઈ જતાં હશો કે કેવા પ્રકારની મેટ ખરીદવી જોઈએ. તો આજે અમે તમારા માટે તે માટેની જ માહિતી લઈને આવ્યા છે. તો ચાલો જાણીએ યોગા મેટ ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Advertisement
image source

યોગ્ય જાડાઈ વાળી યોગામેટઃ

તમારી યોગા મેટની જાડાઈ નક્કી કરે છે કે તે તમારા માટે કેટલી આરામદાયક છે. જો તે વધારે પડતી પાતળી હશે તો તમારા ગોઠણ તેમજ તમારા પગની ઘૂંટીઓને યોગ કરતી વખતે પીડા થઈ શકે છે. બીજી બાજુ જો તમે વધારે પડતી જાડી મેટ લેશો તો તે તમને યોગના કેટલાક આસનો કરવામાં અનુકુળ નહી આવે અને તેમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થશે. આ ઉપરાંત તેની સાઇઝ પણ વધી જશે માટે નાની એવી જગ્યામાં તે સમાઈ પણ નહીં શકે. માટે તમારે એક સ્ટાન્ડર્ડ યોગા મેટ ખરીદવી જોઈએ. જેની થીકનેસ 1/8th ઇંચની હોવી જોઈએ. એટલે કે તેની જાડાઈ ઇંચના આંઠમાં ભાગની હોવી જોઈએ.

Advertisement
image source

યોગા મેટનું મટીરીયલ

યોગા મેટનું મટીરીયલ એટલે તેનું ટેક્સચર, તેની સ્ટીકીનેસ અને તેની સ્પોન્જીનેસ. મોટા ભાગની બધી જ સ્ટાન્ડર્ડ યોગા મેટ્સ પીવીસીમાંથી બનેલી હોય છે, જો કે તાજેતરમાં યોગા કરનારાઓ માટે એક નવો વિકલ્પ પણ ઉપલબ્ધ થધયો છે જે છે કૂદરતી અને રીસાઇકલ રબરવાળી યોગા મેટ, આ ઉપરાંત ઓર્ગેનિક કોટનવાળી મેટ પણ ઉલબ્ધ છે. પીવીસી યોગા મેટ સારી રહે છે અને તે વધારે લાંબો સમય એટલે કે ઓછામા ઓછા દસ વર્ષ સુધી ટકે છે, જો તેને યોગ્ય રીતે વાપરવામાં આવે તો. હવે તેની સ્પોન્જીનેસની વાત કરીએ તો તેને બનાવવામાં વપરાયેલા મટીરીયલ પર તેનો આધાર હોય છે, પણ પીવીસી મેટ સૌથી વધારે સ્પોન્જી હોય છે.

Advertisement
image source

ટેક્સ્ચરઃ

જો તમને પીવીસી મેટ પસંદ ન હોય તો તમે બીજા વિકલ્પો તરીકે, રબર, જ્યૂટ, તેમજ કોટનની મેટ પણ ઉપયોગમા લઈ શકો છો. જો કે તેમાં ઉભારવાળી પેટર્ન હોય છે જે તમને વધારાની ગ્રીપ આપે છે, અને તેના કારણે મેટ લપસી જવાની શક્યતાઓ લગભગ ઘટી જાય છે. મેટ પસંદ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેની જમીન સાથેની પકડ બરાબર હોવી જોઈએ.

Advertisement
image source

સ્ટીકીનેસઃ

પીવીસી યોગા મેટ્સ સૌથી વધારે સ્ટીકી હોય છે, પણ તે ત્યારે જ કે જ્યારે તે ચોખ્ખી હોય છે. સ્ટીકી એટલે કે તે જમીન પર ચોંટી જાય છે એટલે કે તમે જ્યારે આસન કરતા હોવ ત્યારે તે લપસી નથી જતી.

Advertisement

ઇકો-ફ્રેન્ડલીઃ

તમે પીવીસી વગરની યોગા મેટનો પણ ઉપયોગ કરી શકો છો. તમે વનસ્પતી જેવી કુદરતી વસ્તુમાંથી બનેલી યોગા મેટ પણ વાપરી શકો છો જેમ કે રબર અથવા તો જ્યૂટ અથવા કોટન.

Advertisement

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.

Advertisement
Advertisement
Exit mobile version