પેટમાં ભારેપણું અને છાતીમાં થઈ રહી છે બળતરા, તો ફક્ત પાંચ મિનીટ કરો આ ખાસ યોગાસન.

પેટમાં ભારેપણું અને છાતીમાં થઈ રહી છે બળતરા, તો ફક્ત પાંચ મિનીટ કરો આ ખાસ યોગાસન.

કેટલીક વાર ઘરમાં પોતાની મનપસંદ વાનગી બની હોય ત્યારે કે રેસ્ટોરન્ટમાં પોતાનું મનપસંદ ફૂડ ઓર્ડર કરો ત્યારે આપ વધારે ભોજન ખાઈ લો છો. જરૂરિયાતથી વધારે જમી લીધા પછી ક્યારેક પેટ ભારે લાગે છે અને છાતીમાં બળતરાની તકલીફ થઈ જાય છે. આની સાથે જ કેટલાક લોકને એસીડીટી અને અપચો પણ થઈ જાય છે. જો આપ પણ ક્યારેક આવી તકલીફોનો સામનો કરો છો, તો હેરાન ના થશો. પેટમાં ભારેપણા અને છાતીમાં બળતરાની તકલીફને યોગાસન દ્વારા ૫ મીનીટમાં દુર કરી શકાય છે. ચાલો જાણીએ આવા જ ત્રણ યોગાસન, જે આપને આ સમસ્યાઓ માંથી તરત રાહત આપે છે.

ભુજંગાસન.:

image source

ભુજંગાસનનો નિયમિત રીતે દરરોજ અભ્યાસ કરવાથી પેટમાં ગેસ, કબ્જ વગેરે જેવી સમસ્યાઓ નથી થતી. આના સિવાય ભુજંગાસન કરવાથી ગરદન,ખભા, કરોડરજ્જુ સાથે જોડાયેલ સમસ્યાઓ માંથી છુટકારો મળે છે. સર્પ એટલે કે, આ યોગાસનમાં આપની આકૃતિ સાપની જેમ થઈ જાય છે.

પવનમુકતાસન.:

આ આસન ઉદર એટલે કે પેટ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આ યોગ કરવાથી ગેસટિક, પેટની ખરાબીમાં લાભ મળે છે. આપણા પેટની વધેલ ચરબી માટે પણ આ આસન ખુબ ફાયદાકારક આસન છે. આ યોગની ક્રિયા મારફતે શરીર માંથી દુષિત વાયુને શરીર માંથી મુક્ત કરવામાં આવે છે.

image source

પેટના ભારીપણામાં મલાસન.:

મનપસંદ ભોજન વધારે ખાઈ લીધા પછી આપને પેટમાં ભારેપણાનો અહેસાસ થાય છે. એના કારણે આપનું ભોજન યોગ્ય રીતે પાચન નથી થઈ શકતું, એટલા માટે આપને આળસ અને થાકનો અનુભવ થવા લાગે છે. આવામાં જો આપ પાંચ મિનીટ સુધી મલાસનનો અભ્યાસ કરશો તો, આપને આ સમસ્યાથી તરત જ રાહત મળી જાય છે. આ આસન એ લોકો માટે પણ ફાયદેમંદ છે, જેમને કબ્જ અને ગેસ સમસ્યા તેની હંમેશા રહે છે તેવી વ્યક્તિઓ માટે ખાસ જરૂરી છે.