Site icon Health Gujarat

યુવકે ભારતીય રેલવે પાસેથી 2 રૂપિયાનું રિફંડ માગ્યું, ન મળવા પર કર્યો કેસ.. હવે IRCTCને 2.43 કરોડ ચૂકવવા પડશે

કોટાના એક વ્યક્તિ સુજીત સ્વામીના આગ્રહ સામે રેલવેએ ઝુકવુ પડ્યું. સુજીત માત્ર રૂ.2 માટે લડ્યો. હવે રેલવે 2.43 કરોડ રૂપિયા આપશે, જેનાથી 2.98 લાખ લોકોને ફાયદો થશે. હા.. પહેલા સુજીતે રેલ્વે પાસેથી 35 રૂપિયાનું રિફંડ મેળવવા માટે 5 વર્ષ સુધી લડત આપી અને છેલ્લે તે જીતી ગયો. આ વ્યક્તિની જીતથી લગભગ 3 લાખ લોકોને ફાયદો થશે. આરટીઆઈના જવાબને ટાંકીને, કોટાના એન્જિનિયર સુજીત સ્વામીએ કહ્યું કે રેલ્વેએ 2.98 લાખ IRCTC વપરાશકર્તાઓને રિફંડમાં રૂ. 2.43 કરોડ મંજૂર કર્યા છે.

image source

સ્વામીએ કહ્યું કે GST સિસ્ટમ લાગુ થયા પહેલા પણ ટિકિટ કેન્સલ કરવા પર સર્વિસ ટેક્સ તરીકે 35 રૂપિયા કાપવામાં આવતા હતા. આવી સ્થિતિમાં તેમણે માહિતી અધિકારની 50 અરજીઓ દાખલ કરી હતી. આ સાથે ચાર સરકારી વિભાગોને પણ પત્ર લખવામાં આવ્યા હતા. સ્વામીએ દાવો કર્યો કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ તેના RTI જવાબમાં કહ્યું છે કે તે 2.98 લાખ વપરાશકર્તાઓને પ્રત્યેક ટિકિટ પર 35 રૂપિયા રિફંડ કરશે. જે કુલ રૂ. 2.43 કરોડ થાય છે.

Advertisement

જ્યારે સુજીત સ્વામીના પૈસા કપાયા ત્યારે તેઓ RTI દ્વારા જાણવા માંગતા હતા કે તે ટ્રેનના કેટલા લોકોના પૈસા કપાયા હતા. 2.98 લાખ યુઝર્સના પૈસા કપાયા હોવાનું જાણવા મળ્યું હતું. તેણે રિફંડની માંગ વિશે વારંવાર ટ્વિટ કર્યું. તેણે વડાપ્રધાન, રેલ્વે મંત્રી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, GST કાઉન્સિલ અને નાણા મંત્રાલયને ટેગ કર્યા. જેણે 2.98 લાખ વપરાશકર્તાઓને 35-35 રૂપિયા પાછા મેળવવામાં મદદ કરી.

image source

તેણે 2જી જુલાઈ 2017ની મુસાફરી કરવા માટે 7મી એપ્રિલે ગોલ્ડન ટેમ્પલ મેલમાં કોટાથી દિલ્હીની ટિકિટ બુક કરાવી હતી. GSTની નવી સિસ્ટમ 1 જુલાઈથી દેશભરમાં લાગુ કરવામાં આવી હતી. જોકે, તેણે ટિકિટ કેન્સલ કરાવી હતી. જેની કિંમત 765 રૂપિયા હતી અને તેને 100 રૂપિયાની કપાત સાથે 665 રૂપિયા પાછા મળ્યા. જ્યારે તેના 65 રૂપિયા કાપવા જોઈએ. સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની પાસેથી સર્વિસ ટેક્સ તરીકે વધારાના 35 રૂપિયા કાપવામાં આવ્યા હતા.

Advertisement

સ્વામીએ રેલવે અને નાણા મંત્રાલયને RTI દ્વારા 35 રૂપિયા મેળવવા માટે લડત શરૂ કરી હતી. RTIના જવાબમાં IRCTCએ કહ્યું હતું કે, 35 રૂપિયા રિફંડ કરવામાં આવશે. સ્વામીએ કહ્યું કે 1 મે, 2019ના રોજ તેમને 33 રૂપિયા પાછા મળ્યા અને 2 રૂપિયા કપાયા. આખરે, ઘણા દિવસોના પ્રયત્નો પછી, મામલો નાણા કમિશનર અને સચિવ, રેલ્વે મંત્રાલય, ભારત સરકાર, IRCTC, સચિવ, નાણાં મંત્રાલય (મહેસૂલ) વિભાગ અને GST કાઉન્સિલ સુધી પહોંચ્યો. આ દરમિયાન સુજીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રીને રોજ અનેક ટ્વિટ પણ કર્યા હતા. તે જ સમયે, સુજીતને રેલ્વે અધિકારી વતી કહેવામાં આવ્યું હતું કે તેનું રિફંડ મંજૂર થઈ ગયું છે અને તે 30 મે સુધી તેને મળી ગયું છે, જે તે પીએમ કેર ફંડમાં દાન કરશે. તે જ સમયે, રેલવેએ અન્ય તમામ ગ્રાહકોને પણ રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Advertisement
Advertisement
Exit mobile version