Site icon Health Gujarat

ફાસ્ટફૂડના શોખીન 92 કિલો વજન ધરાવતા આ છોકરાએ થોડા જ દિવસોમાં ઘટાડી દીધું 27 કિલો વજન, જાણો કેવી રીતે

દોસ્તો, હાલ પ્રવર્તમાન સમયમા લોકડાઉનની સમસ્યાને કારણે તમે પણ વજન વધવાની સમસ્યાથી પણ પીડાવ છો તો તમારે વજન ઘટાડવાની પ્રેરણા લેવી જોઈએ. સમગ્ર વિશ્વમા ઘણા એવા સફળ લોકો છે કે, જે એક સમયે ખુબ જ વધારે વજન ધરાવતા હતા પરંતુ, આજે તે એકદમ સુપર ફીટ છે.ખુબ જ મોટા-મોટા બ્રાન્ડ્સ તેમને પ્રેરણા તરીકે લે છે. તેમની જીવનશૈલી એ બીજા માટે પ્રેરણારૂપ છે.

image source

સ્વાસ્થ્ય તમારા માટે એ ધન છે કે, જે ખર્ચાય જાય તો તમારા જીવનનુ કોઈ મુલ્ય જ નથી રહેતુ. અમે અવારનવાર એવી કોઈ વાર્તાઓ લઈને આવતા હોઈએ છીએ, જેને સાંભળીને તમને કઈ જાણવા મળી શકે. આજે પણ એક એવી પ્રેરણાદાયક વાર્તા લઈને આવ્યા છીએ. આ વાર્તા એક એવા યુવકની છે કે, જેણે ખુબ જ ઓછા સમયમા પોતાનુ વજન ૯૬ માંથી ૬૬ કરી નાખ્યુ હતુ.

Advertisement
image source

અમે આજે આ લેખમા જે યુવકની વાત કરવા જઈ રહ્યા છીએ, તે છે મૃદુલ રાજપૂત. તે ખાવાનો ખૂબ જ શોખીન હતો. તેણે પોતાની સ્ટોરી પર અનેકવિધ વાતો શેર કરી છે. આ સિવાય તે જંકફૂડથી લઈને મસાલેદાર જે પણ મન થાય તે બધુ જ ખાતો હતો. ખૂબ ખાવ અને મસ્ત રીતે જીવો જ તેમનો જીવનમંત્ર હતો. તેની જીવનશૈલી પણ ખાસી કોઈ સક્રિય નહોતી અને તેના કારણે તેમનુ વજન ધીમે-ધીમે વધતુ ગયુ અને તેનો વજન ૯૨ કિલોએ પહોંચી ગયો.

ત્યારબાદ તેણે ઈન્ટરનેટ પર અનેકવિધ વિડીયો પણ સર્ચ કર્યા અને તેને પોતાના રૂટીનમા પણ ઈમ્પ્લેમેન્ટ કર્યા પરંતુ, તેનો કશો જ ફાયદો થયો નહિ. ત્યારબાદ તેણે એક ફિટનેસ ટ્રેનરની સલાહ લીધી અને તેમણે તેને જે ડાયટ પ્લાન બતાવ્યો, તે મુજબ તેનુ રૂટીન બનાવતા તેણે ૯૨માંથી પોતાનુ વજન ૬૬ કર્યુ. તો ચાલો જાણીએ આ ડાયટ પ્લાન.

Advertisement

ડાયેટ પ્લાન :

પહેલુ મીલ એટલે કે, બ્રેકફાસ્ટ સવારે ૯ વાગ્યાથી ૧૦ લઈને લેવુ. બ્રેકફાસ્ટમા ૧ નંગ કેળુ, ૨ નંગ ઈંડા, અને ૬૦-૭૦ ગ્રામ દલિયાનુ સેવન કરો. સેકન્ડ મીલ એટલે કે, સ્નેક્સ સવારના ૧૧ વાગ્યાથી ૧૨ લઈને લેવુ. ત્યારબાદ સ્નેક્સમા ૧ ચમચી પીનટ બટર, ૧ સ્લાઈસ બ્રાઉન બ્રેડ લો અને તેનુ સેવન કરો.

Advertisement
image source

ત્યારપછી થર્ડ મીલ એટલે કે, લંચ ૨ વાગ્યાથી ૩ લઈને લેવુ. લંચમા મુખ્યત્વે ૧૨૦ ગ્રામ બ્રાઉન રાઇસ અને ૩ કપ મિક્સ લીલી શાકભાજી લો અને તેનુ સેવન કરો. આ સિવાય ચોથુ મીલ એટલે કે, સાંજનો સ્નેક્સ ૫ વાગ્યાથી લઈને ૬ વાગ્યા સુધી લેવુ. ત્યારબાદ ૧૫૦ ગ્રામ મિક્સ ફળો, બદામ અને કિસમિસ ૫-૧૦ નંગ વગેરેનુ સેવન કરો, તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

ત્યારપછીનુ ફિફ્થ મીલ એટલે કે, ડિનર તમે સાંજના ૬ વાગ્યાથી લઈને ૭ વાગ્યા સુધી લેવુ. ડીનરમા તમે ૧૦૦ ગ્રામ શક્કરીયા, ઓલિવ ઓઈલ- ૧ ચમચી, મિક્સ લીલા શાકભાજી- ૩ બાઉલ જેટલુ સેવન કરો. જો તમે થોડા દિવસ માટે આ ડાયટને તમારુ રૂટીન બનાવશો તો તમને આવનાર સમયમા ફરક જરૂર જણાશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version