Site icon Health Gujarat

શાક માર્કેટમાં આવી ગયા છે ભરપૂર આંબળા, આ રીતે પીવો આમળાનું જ્યૂસ, અને સટાસટ ઘટાડી દો વધેલુ વજન અને સાથે થશે આ ફાયદાઓ તો ખરા જ

આજકાલના વ્યસ્ત જીવનમાં મોટા ભાગના લોકો પોતાના ખાન-પાન પર પુરતું ધ્યાન નથી આપી શકતાં. તેવામાં કેટલાએ લોકો એવા છે જેઓ અનિયંત્રિત ભોજન તેમજ જંક ફૂડ્સના કારણે મેદસ્વીતાનો શિકાર બન્યા છે. મેદસ્વીતા એક ગંભીર સમસ્યા છે, જેનાથી સમયસર છુટકારો મેળવી લેવો જરૂરી છે, નહીંતર તેના ગંભીર પિરણામો ભોગવવા પડે છે. તેવામાં મેદસ્વીતા ઘટાડવા માટે તમારે કુદરતી ઉપાયો જ અજમાવવા જોઈએ, જેમાંથી એક છે આંબળા. હાલ આંબળાની ભરપૂર સીઝન ચાલી રહી છે. આજના આ લેખમાં અમે તમને વેઇટ લોસ માટે આંબળાના જ્યૂસના લાભો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે આંબળાના જ્યૂસનો ઉપયોગ વજનને નિયંત્રિત કરવા માટે તેમજ વજનને ઘટાડવા માટે કરી શકો છો.

શા માટે વજન ઘટાડવામાં લાભપ્રદ છે આંબળાનો જ્યૂસ

Advertisement

આંબળાની ગણતરી ઔષધીય ખાદ્ય પદાર્થમાં કરવામાં આવે છે. તે શરીરને વિવિધ પ્રકારની શારીરિક સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. બીજી બાજુ તે વજન ઘટાડવામાં પણ લાભ કરે છે.

પોષક તત્ત્વો તેમજ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર

Advertisement

આંબળામાં કેટલાએ પ્રકારના જરૂરી પોષક તત્ત્વો હાજર છે, જે વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે એક પ્રભાવશાળી એન્ટી-ઓક્સીડન્ટ છે. એ સંશોધનમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે એન્ટીઓક્સીડન્ટ ડાયેટ કે જેમાં વિટામીન સી પણ સમાવિષ્ટ હોય તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત આંબળામાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે. એક સંશોધન પ્રમાણે ફાઇબર યુક્ત ખાદ્ય પદાર્થ પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે અને વધારાનું ભોજન લેતા અટકાવે છે જેનાથી તમારું વજન કાબુમાં રહે છે. તેવામાં કહી શકાય કે આંબળાનો જ્યૂસ અને ખાસ કરીને હળદર મીઠાવાળા જો રેશા યુક્ત આંબળાનું ચાવીને સેવન કરવામાં આવે તો તે તમારા વજનને નિયંત્રણ રાખવામાં કારગર સાબિત થાય છે.

મેટાબોલિઝમ વધારે છે

Advertisement
image source

વજન ઘટાડવામાં આંબળાના જ્યૂસનો ઉપયોગ યોગ્ય માની શકાય છે. વાસ્તવમાં એક સંશોધનમાં મેદસ્વીતાને એનર્જી ઇન્ટેક અને એનર્જીની જરૂરીયાત વચ્ચે અસંતુલનનું પરિણામ પણ બતાવવામાં આવ્યું છે. માટે વજનને ઘઠાડવા માટે મેટાબોલિઝમનું યોગ્ય રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે મેટાબોલિઝમ ઉર્જાના વપરાશને તેની ખપતને વધારીને તેને સંતુલિત સ્થિતિને ઠીક કરામાં મદદ કરે છે. અને આ કામમાં આંબળાનો જ્યૂસ તેમજ આંબળા મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ રીતે પણ આંબાળાનો જ્યૂસ તમારું વજન ઘટાડવામા તેમજ તેને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
પ્રોટિન સિન્થેસિસ દ્વારા

પ્રોટીન સિંથેસિસ એક જૈવિક પ્રક્રિયા છે. જેમાં પેષ્ટાઇડ બોન્ડિંગ દ્વારા અમીનો એસિડ જમા થાય છે જો તેને સરળ ભાષામાં સમજીએ તો આ પ્રક્રિયામાં કોશિકાઓ પ્રોટીનને બનાવે છે. તો એક સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રોટીન ભોજનના સેવન અને એપેટાઇડ હોર્મોનને પ્રભાવિત કરીને વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. તો બીજી બાજુ આંબળા કામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તેની સાથે જોડાયેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આંબળા શરીરમા પ્રોટીન સિંથેસિસને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત આંબળામાં પ્રોટીનનું પ્રમાણ હોય છે. આ રીતે પણ કહી શકાય કે આંબળાનો રસ તમારું વજન ઘટાડામા તેમજ તેને કાબુમાં રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

Advertisement

કુદરતી રેજુવેનટર

image source

આ સંદર્ભમાં થયેલા એક સંશોધનમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આંબળાનું સેવન શરીરને રેજુવેનેટ એટલે કે તેને ફરી યુવાન કરવાનું કામ કરી શકે છે. તેનાથી સ્વસ્થ વજન મેળવવામાં મદદ મળી શકે છે. જો કે, આ પ્રક્રિયા કેવી રીતે વજનને ઘટાડવામાં મદદ કરી શકે છે તે બાબતે હજુ સુધી વૈજ્ઞાનિક સંશોધનનો અભાવ છે.

Advertisement

ડિટોક્સિફિકેસન દ્વારા

image source

શરીરનું સમયાંતરે ડિટોક્સિફિકેશન થવું ખૂબ જરૂરી છે. આંબળા એક પ્રકારના ઉત્તમ ડિટોક્સ એજન્ટ છે. વાસ્તવમાં આંબળા શરીરમાંના ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. બીજી બાજુ તેની સાથે જોડાયેલી એક શોધમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડિટોક્સ ડાએટ વજન નિયંત્રણ પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.

Advertisement

વજન ઘટાડવા માટે આંબળાનો રસ આ રીતે બનાવો

સામગ્રી

Advertisement

500 ગ્રામ આંબળા (બને ત્યાં સુધી લીલા રંગના આંબળા પસંદ કરવા)

જ્યૂસ બનાવવાની રીત

Advertisement
image source

સૌપ્રથમ આંબળાને તમારે બે પાણીએ સારી રીતે ધોઈ સ્વચ્છ કરીને તેના ટુકડા કરી લેવા. અને તેના ઠળિયાને બાજુ પર કરી લેવા.
ત્યાર બાદ તમારી પાસે જો જ્યૂસર હોય તો જ્યૂસરની મદદથી જ્યૂસ કાઢી લેવો.

જો તમારી પાસે જ્યૂસર ન હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડરના ચટની જારમાં તેને ગ્રાઇન્ડ કરીને ત્યાર બાદ ચારણીની મદદથી ચાળીને તેનો જ્યૂસ કાઢી શકો છો.

Advertisement

હવે તમે જે જ્યૂસ બનાવ્યો છે તેને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવો ત્યાર બાદ તમારે તેને ફ્રિઝમાં સ્ટોર કરી લેવો.

તમને જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે ફ્રીઝમાંથી આંબળાનો જ્યૂસ કાઢીને પી શકો છો. તમારે બે ચમચી જેટલો જ આંબળાનો જ્યૂસ પીવો જોઈએ. જો તમને તે તીવ્ર લાગતો હોય તો તમે અરધા ગ્લાસમાં બે ચમચી આમળાનો જ્યૂસ તેમજ સીંધવ મીઠુ નાખીને તેને નિયમિત સવારે પી શકો છો.
મેદસ્વીતા ઘટાડવા તમારા આહારમાં આ રીતે આંબળાનો સમાવેશ કરો

Advertisement
image source

આપણે આંબળાની વિવિધ વાનગીઓ બનાવીએ છીએ, આંબળાની ચટની, આંબળાનો મુરબ્બો, આંબળાનો મુખવાસ, હળદર-મીઠા વાળા આંબળા વિગેરે. આંબળાની એક ખાસીયત એ છે કે તમે તેને ગમે તેટલું પ્રોસેસ કરો એટલે કે તમે તેને ચાસણીમાં રાખો, હળદર મીઠાવાળા પાણીમાં રાખો, કે પછી બાફો પણ તેનું સત્વ ઘટતું નથી. તમારે જો વજન ઘટાડવું હોય તો તમારે ખાંડ વગરની આંબળા કેન્ડી બનાવી લઈ તેનું નિયમિત સેવન કરવું.

આંબળાના જ્યૂસની આડઅસર/નુકસાન

Advertisement

તેમાં કોઈ જ બે મેત નથી કે વજન ઘટાડવા માટે આંબળાનો જ્યૂસ મદદરૂપ થઈ શકે છે, પણ તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તો એક નજર તેનાથી થતાં નુકસાન પર પણ કરી લો

image source

આંબળામાં બ્લડ શુગર ઘટાડવાની ક્ષમતા હોય છે. માટે જેમને જો મધુમેહની સમસ્યા હોય અથવા તો તેઓ ડાયાબીટીસની દવા લઈ રહ્યા હોય, તો તેમણે આંબળાના જ્યૂસનું સેવન ન કરવું જોઈએ. આવી વ્યક્તિમાં આંબળાના જ્યૂસનું સેવન બ્લડ શુગરને જરૂર કરતાં વધારે ઘટાડી શકે છે.
આંબળામાં ડ્યૂરેટિક એટલે કે મૂત્રવર્ધક પ્રભાવ સમાયેલો હોય છે, જેનાથી વારંવાર પેશાબ જવું પડે છે.

Advertisement

જો કોઈને આંબળાની એલર્જી હોય તો તેમને આંબળાના જ્યૂસથી એલર્જીની સમસ્યા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version