Site icon Health Gujarat

આ સરળ રીતે ઘરે બનાવી લો નેચરલ સનસ્ક્રીન, ગરમીમાં સ્કીનને નહીં થાય નુકસાન

જો તમે ઘરમાં હોમમેડ અને નેચરલ સનસ્ક્રીન બનાવવી લો છો તો ગરમીમાં તમારી સ્કીન ખરાબ થતી નથી. આ સિવાય તમે સ્કીનની સુંદરતાને પણ કાયમ રાખી શકો છો.

ગરમીની સીઝનમાં અને કાળઝાળ ગરમીમાં સ્કીનને ટેન થતી અટકાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ જરૂરી બને છે. આ સમયે તમે માર્કેટમાં મળતા અનેક સનસ્ક્રીન ખરીદી લો છો ત્યારે તમને તેનાથી નુકસાન થવાનો ભય પણ રહે છે. આ સમયે તમે જો ઘરે જ નેચરલ સનસ્ક્રીન બનાવી લો છો તો તમને તેનાથી ફાયદો થાય છે. સ્કીનની સાથે સાથે તમને ઈકોનોમીકલી ફાયદો પણ થાય છે.

Advertisement
image soure

શું તમે જાણો છો કે ગરમીની સીઝનમાં આગ ઝરતી ગરમી અને સાથે પરાબેંગની કિરણો સ્કીનને વધારે નુકસાન કરે છે. તેનાથી બચવા માટે આપણે તમામ પ્રયાસ કરીએ છીએ. અનેક લોકોની સેન્સેટિવ સ્કીન હોવાના કારણે ચહેરા પર ચકામા થવા, રેશિશ થવા, રેડનેસ, પિંપલ્સ વગેરેની સમસ્યા થાય છે. એવામાં જો સનસ્ક્રીનનો ઉપયોગ કરાય તો સ્કીનને ફાયદો થઈ શકે છે.

image source

ઘરે બનાવેલા સનસ્ક્રીન નેચરલ હોવાની સાથે સાથે કેમિકલ ફ્રી હોવાના કારણે સ્કીનને કોઈ નુકસાન થતું નથી અને સાથે તેના ઉપયોગથી તમે તડકાથી બચવાનો પ્રયાસ પણ કરી શકો છો.

Advertisement

હોમમેડ નેચરલ સનસ્ક્રીન બનાવવાની રીત

સૌ પહેલા તો તમે અડધો કપ નેચરલ અલોવેરા જેલ લો. તેમાં 2 ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. આ બંનેને સારી રીતે ફેંટી લો. હવે તેમાં 10-15 ટીપા પિપરમિન્ટનું એસેન્શિયલ ઓઈલ મિક્સ કરો. આ બધી ચીજોને મિક્સ કરો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. તમારું નેચરલ હોમમેડ સનસ્ક્રીન લોશન તૈયાર થઈ જશે. તમે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઘરની બહાર જાવ ત્યારે તેને ચહેરા, ગરદન અને હાથ પર સારી રીતે લોશનની જેમ લગાવી લો.

Advertisement
image soucre

તેમાં રહેલું એલોવરા જેલ એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર રહે છે. જે ચહેરાને તડકામાં કૂલિંગ ઈફેક્ટ આપે છે. આ યૂવી કિરણોના પ્રભાવથી સ્કીનને બચાવે છે. આ સાથે એન્ટીસેપ્ટિક ગુણ હોવાના કારણે તે સ્કીનને ડેમેજ થવાથી રોકે છે. આ સિવાય પિપરમિન્ટમાં રહેલું ઓઈલ કે જેમાં વિટામિન ઈ, બીટા કેરોટિન અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે તે પણ સ્કીનને સન ડેમેજથી બચાવે છે. આ સાથે છેલ્લે નારિયેળ તેલ પોતે એક નેચરલ એસપીએફ હોય છે તડકાથી સ્કીનને બચાવે છે.

આ સિવાય તમે ટિંટેડ સનસ્ક્રીન પણ બનાવી શકો છો.

Advertisement

સામગ્રી

image source

ઉપરની બધી ચીજોને મિક્સ કરી લો. ડબલ બ્વોયલર પર ગરમ કરીને તેને ફેંટતા રહો. ધીરે ધીરે બધી ચીજો પીગળવા લાગશે. તેના કલર પણ ટિંટેડ ફાઉન્ડેશન જેવું દેખાવવા લાગશે. તમે તેને ઠંડા થવા દો અને પછી તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને રાખો. જ્યારે પણ તમે તડકામાં બહાર જાઓ છો ત્યારે તેની પહેલા તેનો ઉપયોગ લોશનની જેમ કરી લો. તેનાથી તમારી સ્કીનનો ટોન પણ સારો રહેશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version