Site icon Health Gujarat

આ વસ્તુઓ ચહેરા પર લગાવવાથી સ્કિન પરની અનેક સમસ્યાઓ થઇ જાય છૂ, જાણો અને એપ્લાય કરો તમે પણ

આજના યુગમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. તેથી જ તે બજારોમાંથી મોંઘા ઉત્પાદનો ખરીદે છે. હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં વધતા સૂર્ય-પ્રકાશ, ધૂળ અને પ્રદૂષણને લીધે, તમારી ત્વચા તેનો મૂળ ગ્લો ગુમાવે છે. ત્વચાનો ગ્લો ગુમાવવા સાથે, સુંદરતા પણ ક્યાંક ખોવાઈ જાય છે. ત્વચા નબળી પાડવાના કારણે આપણે મનથી પણ નબળા બનીએ છીએ. આજે અમે તમને એવા ઉપાયો વિશે જણાવીશું જેનું સેવન નહીં, પરંતુ તેને ત્વચા પર લગાવવાથી તમને અઢળક ફાયદાઓ થઈ શકે છે. આ સમાચાર તે મહિલાઓ માટે ઉપયોગી થઈ શકે છે જેઓ આખો દિવસ ખૂબ વ્યસ્ત રહે છે, આવી સ્થિતિમાં તેઓ રાત્રે પોતાની ત્વચાની સારી સંભાળ રાખી શકે છે. આ માટે, તમે ઘરે ઉપલબ્ધ કેટલીક સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. આ કરવાથી ત્વચાનો ખોવાયેલો ગ્લો પાછો આવી શકે છે અને તમે એક સુંદર ત્વચા મેળવી શકો છો.

1. ઓલિવ તેલ

Advertisement
image source

રાત્રે સૂતા પહેલા તમારી પસંદીદા નાઇટ ક્રીમમાં વર્જિન ઓલિવ તેલના થોડા ટીપાંને મિક્સ કરી તમારા ચહેરા પર મસાજ કરો. આ સિવાય તમે કોઈ પણ ક્રીમ સાથે મિક્સ કર્યા પણ તમારા ચહેરા પર ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો. આ કરવાથી તમારી ત્વચાનો ગ્લો પાછો આવી શકે છે.

2. નાળિયેર તેલ

Advertisement
image source

તમારી પસંદની નાઇટ ક્રીમમાં એક ચમચી વર્જિન નાળિયેર તેલ અથવા કોલ્ડ-પ્રેસ્ડ નાળિયેર તેલ ઉમેરો. આ મિક્ષણથી તમારા ચહેરા પર માલિશ કરો અને બીજે દિવસે સવારે તમારો ચેહરો ધોઈ લો. નાળિયેર તેલ તમારી ત્વચા માટે ફાયદાકારક છે, જે ત્વચાને સોજાથી દૂર કરે છે પણ ચેપથી પણ બચાવે છે.

3. કાકડી

Advertisement
image source

તમે રાત્રે સૂતા પહેલા કાકડીનો રસ તમારા ચેહરા પર લગાવી શકો છો, કારણ કે કાકડી ફક્ત તમારા શરીર માટે જ નહીં, તમારી ત્વચા માટે પણ એક સુપરફૂડ છે. કાકડીનો રસ ત્વચા પર ઠંડક આપે છે. તે ત્વચાની જળ સપાટીને માત્ર વધારી દે છે, સાથે બળતરા પણ ઘટાડે છે. આ માટે અડધી કાકડીનો રસ કાઢો અને કોટન બોલની મદદથી તમારા ચહેરા પર લગાવો.

4. હળદરનું દૂધ

Advertisement
image source

રાત્રે સૂતા પહેલા અડધી ચમચી હળદરનો પાવડર એક ચમચી કાચા દૂધમાં નાખો. તેને તમારા ચહેરા પર લગાવવા માટે કપાસનો બોલનો ઉપયોગ કરો અને પછી તેને ટોનર તરીકે લગાવો. સૂતા પહેલા તેને સંપૂર્ણપણે સુકાવા દો. આ નિયમિત રીતે કરવાથી, તમારો ચહેરો ચમકવા લાગશે. હળદરનું દૂધ ઘણી આરોગ્ય સમસ્યાઓ માટે એક લોકપ્રિય આયુર્વેદિક ઉપાય છે. તેમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે, જે શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ તરીકે કાર્ય કરે છે. તેનાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version