Site icon Health Gujarat

એસિડીટી ઘટાડવાના કેટલાક ઘરેલું ઉપાયો…

એસિડીટી અત્યારના સમયની ખુબ જ સામાન્ય બીમારી છે અને આ થવાનું મુખ્ય કારણ ખાવાનું પચાવવા માટે પેટમાં બનતો એસિડ છે. જો ખાવાનું યોગ્ય પ્રમાણમાં ખાધું ન હોય અથવા પચાવવા માટે બનતો એસિડ જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં બનતો હોય તો એસિડીટી થઈ શકે છે.
કબજિયાત, મોઢામાં ચાંદી, વોમીટીંગ વગેરે એસિડીટીના લક્ષણો છે.

આજે અમે એવા કેટલાક ઉપાયો લાવ્યા છીએ કે જેથી એસિડીટીની સમસ્યા મહ્દઅંશે ઘટાડી શકો છો.

Advertisement

૧. સવારમાં ઉઠીને ૨ થી ૩ ગ્લાસ પાણી પીવાથી શરીરમાં રાત્રિ દરમિયાન બનેલો વધારાનો એસિડ તેમજ તૈલી વસ્તુઓ બહાર નીકાળી દેશે. નારિયેળનું પાણી એસિડીટી સામે ખુબ જ રાહત આપે છે.

image source

૨. સવારમાં હુંફાળા પાણીમાં લીંબુના થોડા ટીપા નાખી પીવાથી તે શરીરમાંથી એસિડ સંપૂર્ણપણે બહાર કાઢી દે છે

Advertisement
image source

૩. ઠંડુ દૂધ પણ એસિડીટી સામે લડવાનો એક સારો ઈલાજ છે. ઠંડુ દૂધ વધતી એસિડીટીને શાંત પાડી શકે છે. પણ કેટલાક લોકો ઉપર આ ઈલાજ કામ કરતો નથી. આવામાં એમણે ગરમ દૂધ પીવું જોઈએ.

image source

૪. છાશ પણ એસિડીટી લડવાનો એક સારો ઈલાજ છે. જમ્યા બાદ છાશ પીવાથી એસિડીટીની સમસ્યા ઓછી થઈ શકે છે.

Advertisement

૫. તળેલું, ચરબીયુક્ત તેમજ બહારનું ખાવનું એસિડીટીનું પ્રમાણ વધારી શકે છે. એમાં પણ તીખા અને તૈલી ખોરાકથી તો દુર જ રહેવું સારું.

image source

૬. દરરોજ વ્યાયામ અને યોગા કરો. આમ કરવાથી પેટ, પાચન પ્રક્રિયા તેમજ શરીરની નર્વસ સીસ્ટમ સ્વસ્થ રહેશે. આટલું જ નહિ, આવું કરવાથી ડીપ્રેસન જેવી બીમારીથી પણ બચી શકાય છે.

Advertisement

૭. કેળું, પપૈયું, તરબૂચ વગેરે જેવા ફળો એસિડીટી સામે રાહત આપે છે.

image source

૮. જીરું એક એસિડ ન્યુટ્રીસાઈઝર તરીકે કામ કરે છે. તે પેટના દુખાવામાં તેમજ પાચન પ્રક્રિયા માટે ખુબ જ લાભદાયી છે. જીરાને ક્રશ કરી તેને પાણીમાં નાખીને હલાવો. આ પાણીને જમ્યા બાદ પીવો. અથવા એક ચમચી જીરું કપમાં નાખી તેને ઉકાળો. આ પાણીને પણ જમ્યા બાદ પી શકાય છે.

Advertisement
image source

૯. ધીમે ધીમે અને એકદમ શાંતિથી જમો. આમ કરવાથી ખાવાનું સારી રીતે પચશે. જલ્દી જલ્દી ખાવાથી પેટમાં દબાણ વધશે અને ખાવાનું વ્યવસ્થિત રીતે પચી નહિ શકે.

૧૦. જમ્યા પછી તરત જ પાણી ન પીવો. ઓછામાં ઓછા અડધો કલાક પછી જ પાણી પીવો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version