Site icon Health Gujarat

એસિડીટ, ગેસથી લઇને આ અનેક તકલીફો દૂર કરવા ગોળનો કરો આ નાનકડો પ્રયોગ, તરત જ થઇ જશે રાહત

ગોળ ખાવાથી ઘણા ફાયદા છે. ગોળ ખાવા થી સંતુષ્ટ થાય છે, એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ગોળ ફાયદાકારક છે. લોકો ખાલી પેટે ગોળ ખાવાના ફાયદા અને ગોળ અને ચણા ખાવવાના ફાયદા તો જાણો જ છો. પરંતુ ગોળનું પાણી પીવાના પણ અઢળક ફાયદા છે. ગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે.

image source

ઘણી વાર ડોકટરો પણ ખાંડ ને બદલે ગોળનું સેવન કરવાનું સૂચવે છે. ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં છે. આયુર્વેદમાં ગોળ ને અમૃત માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ.

Advertisement
image source

ગોળ પચવામાં હળવો અને સ્વાદમાં મીઠો હોવાની સાથે શરીર ના દોષોનો નાશ કરનાર છે. જો રોજ ખાંડ ની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણાં લાભ મેળવી શકાય છે. ગોળમાં ઝિંક, સેલેનિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાયબર, આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે. ગોળ ખાવાથી લોહી સાફ રહે છે.

image soucre

વાતાવરણ માં ફેરફાર ને કારણે થઇ જતી શરદી અને ઉધરસ માં ગોળ નું સેવન કરવું ફાય્દેમદ સાબિત થાય છે. ગરમ દૂધ માં ગોળ નાખીને પીવાથી શરદી અને ઉધરસ માં જલ્દી થી રાહત મળે છે. જમ્યા પછી ગોળ ખાવાથી તે શરીર માં ડાયઝેસ્ટીવ એજન્ટ તરીકે નું કામ કરે છે. જે આપણી પાચન શક્તિ ને મજબૂત બનાવે છે. માટે જ ખાંડ થી બનેલી વસ્તુ કરતા ગોળ અથવા તેનાથી બનેલી વસ્તુ નું સેવન કરવું વધારે ફાયદેમંદ છે.

Advertisement
image source

એનીમિયા માં શરીર માં લાલ રક્ત કણો ઓછા થઇ જાય છે. જેના લીધે થાક અને કમજોરી આવી જાય છે. એનીમિયા ની સમસ્યા શરીર માં આયરન ની ઉણપ ને કારણે થતી હોય છે, અને ગોળ ને આયરન નો સ્ત્રોત માનવામાં આવે છે, માટે એનીમિયા ના દર્દી એ ગોળ નું સેવન અવશ્ય કરવું જોઈએ. ગોળ નું સેવન કરવાથી લીવર મજબૂત રહે છે, ગોળ નું સેવન કરવાથી લીવર માં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે, અને લીવર સ્વસ્થ રહે છે.

image source

ગોળ માં ફાઈબર સારી એવી માત્ર માં હોય છે. જે ખાંડ ની તુલના માં શરીર માં ધીમે ધીમે પચે છે જે શરીર માં ઉર્જા નું પ્રમાણ બનાવી રાખે છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેને લીધે મોટાપા થી બચી સકાય છે. ગોળ નું સેવન કરવાથી બ્લડ પ્રેશર ને કંટ્રોલ માં રાખી શકાય છે.

Advertisement
image source

ગોળ માં આયરન ની માત્ર સારા એવા પ્રમાણ માં હોવાથી તે બ્લડ પ્રેશર ને નોરમલ રાખી શકે છે. સાથે સાથે ગોળ માં પોટેશિયમ અને સોડીયમ પણ મળી રહે છે, જે શરીર માં એસીડ ની માત્ર ને સંતુલિત રાખવામાં મદદ કરે છે, અને તેના કારણે જ બ્લડ પ્રેશર કંટ્રોલ માં રહે છે.

image source

ગોળ માં મેગ્નેશિયમ ભરપૂર માત્ર માં હોય છે જે આતરડા ને મજબૂત બનાવે છે. તેનાથી ખોરાક ઝડપ થી પછી જાય છે. રોજ ભોજન કર્યા બાદ ગોળ નો નાનો ટુકડો ચૂસવાથી ગેસ, એસિડિટી, મોંના ચાંદા, હૃદયની દુર્બળતા, મોંમાં ખાટું પાણી આવવું વગેરે જેવી તકલીફો દૂર થાય છે. મહિલાઓ ને ગર્ભાશયની બીમારીમાં પણ ગોળ લાભકારક છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version