Site icon Health Gujarat

રસોડામાં પડેલી અડદની દાળ છે ગુણોનો ખજાનો, જાણો કઇ-કઇ બીમારીઓને છૂ કરવાની ધરાવે છે તાકાત

આપણે સ્વસ્થ રહેવા માટે ઘણી ચીજોનો ઉપયોગ કરીએ છીએ. આ માટે આપણે ઘણી ચીજો પર ઘણા પૈસા ખર્ચ કરીએ છીએ પરંતુ છતાં આપણને કોઈ ફાયદો નથી થતો. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવી ચીજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા ઘરમાં હાજર જ હોય છે, જેના ફાયદા તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. કારણ કે તમારા રસોડામાં રાખવામાં આવેલી આ ચીજમાં વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન એક સાથે જોવા મળે છે. અમે જે વિશે વાત કરી રહ્યા છે એ અડદની દાળ છે. જી હા, અડદની દાળના સેવનથી ઘણી શારીરિક સમસ્યા દૂર થઈ શકે છે અને સાથે શરીરમાં ઉર્જા પણ પ્રદાન થાય છે. તો ચાલો વિગતવાર આ વિશે જાણીએ.

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે

Advertisement
image soucre

જો તમે ડાયાબિટીઝના દર્દી છો, તો તમારા માટે અડદની દાળનું સેવન ખૂબ ફાયદાકારક છે. અડદની દાળમાં ફાઈબરમાં પૂરતી માત્રા હોય છે, જે શરીરમાં ગ્લુકોઝ અને ખાંડનું સ્તર નિયંત્રિત કરે છે. જેના કારણે ડાયાબિટીઝ નિયંત્રણમાં હોય છે. તેથી જ ડોકટરો ડાયાબિટીઝના દર્દીઓને પણ અડદની દાળ ખાવાની સલાહ આપે છે.

હૃદય માટે ફાયદાકારક છે

Advertisement
image source

હૃદય માટે અડદની દાળ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર બરાબર રહે છે. આ ઉપરાંત અડદની દાળ ખાવાથી શરીરની રક્તવાહિની વ્યવસ્થા પણ મજબૂત થાય છે.

પેટની સમસ્યાઓથી છૂટકારો મેળવો

Advertisement
image soucre

અડદની દાળ પેટની સમસ્યાથી પણ રાહત આપે છે. અડદની દાળમાં ફાઈબરની પૂરતી માત્રાને લીધે પેટની પાચનની સિસ્ટમ બરાબર રહે છે. જેના કારણે ગેસ, કબજિયાત અને ડાયરિયા જેવી કોઈ સમસ્યા થતી નથી. તેથી, સ્વસ્થ રહેવા માટે અડદની દાળ ખાવી જ જોઇએ. પેટની સમસ્યાના દર્દીઓને અળદની દાળ ખવડાવવામાં આવે છે. જેથી તે ઝડપથી સ્વસ્થ થઈ શકે.

હાડકાં મજબૂત રહે છે

Advertisement
imahe source

શરીરની ખનિજ ઘનતામાં સુધારો લાવવા માટે અડદની દાળને શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. કારણ કે અડદની દાળનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહેશો, જેના કારણે તમારા શરીરની હાડકા મજબૂત બને છે.

સાંધા અને સ્નાયુઓના દુખાવામાં રાહત

Advertisement

જો તમે દુખાવા અને સોજો જેવી સમસ્યાથી મુક્તિ મેળવવા માંગો છે, તો પછી દુખાવાની જગ્યાએ અડદની દાળની પેસ્ટ લગાવો. આ સિવાય ત્વચા પર થતી કોઈપણ પ્રકારની બળતરા, ડાઘ અને સનબર્નથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

નર્વસ સિસ્ટમ મજબૂત બનાવે છે

Advertisement
image soucre

આપણા નર્વસ સિસ્ટમ માટે અડદની દાળ સારી માનવામાં આવે છે. આ દાળ આપણા મગજને પણ સ્વસ્થ રાખે છે. અડદની દાળનો ઉપયોગ આયુર્વેદમાં લકવા સહિતના અનેક રોગોને મટાડવા માટે થાય છે. તે તમારા તાણને ઓછું કરવામાં પણ મદદ કરે છે.

image soucre

આ સિવાય પણ અડદની દાળ ખાવાના ઘણા ફાયદા છે, તે આપણા મગજને સ્વસ્થ રાખે છે, જ્યારે તાણ ઘટાડવામાં પણ અડદની દાળ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી જ આપણે ઘણી બીમારીઓથી દૂર રહેવા માટે અડદની દાળનું સેવન કરવું જોઈએ. ખાસ વાત એ છે કે તમારે અડદની દાળ લેવા માટે કોઈ મેહનતની જરૂર જ નથી તમને તમારા ઘરમાં અથવા બાજુના સ્ટોર પર સરળતાથી મેળવી શકો છો, પરંતુ કોઈપણ ચીજનું વધુ સેવન હાનિકારક થઈ શકે છે. તેથી અડદની દાળનું સેવન માર્યાદિત માત્રામાં જ કરવું યોગ્ય રહેશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version