Site icon Health Gujarat

અળસી નાની મોટી કોઈપણ ગંભીર બીમારીમાંથી અપાવશે તમને રાહત…આજથી જ આરોગવાની શરૂઆત કરો…

ઔષધીય ગુણોથી ભરપૂર અળસીનાં બીજ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. તેમાં ફાયબર, એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન બી, ઓમેગા 3 અને ફેટી એસિડ અને આયર્ન અને પ્રોટીન શરીર માટે ફાયદાકારક છે. વજન ઓછું કરવાની સાથે સાથે તેનું સેવન પાચનક્રિયા, કેન્સર, ડાયાબિટિસ જેવી બીમારીથી બચાવે છે. રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ઘટે છે. જો તમે તમારી જાતને નિરોગી અને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો રોજ ઓછામાં ઓછી 1 ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો. આજે અમે તમને જણાવીશું અળસીનાં ફાયદા વિશે, જેનાથી તમે ગંભીર રોગોમાંથી છૂટકારો મેળવી શકો છો.

પાચનશક્તિ સુધારવા-

Advertisement
image source

ફાઈબરથી ભરપૂર અળસીના બીજનું સેવન પાચનતંત્રને મજબૂત કરે છે. અળસીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર હોય છે, જે પાંચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. પાચનક્રિયાને સુધારવા માટે સલાડમાં એક-બે ચમચી અળસી મિક્સ કરીને ખાવી. અળસીના બીજના પાઉડરનું નિયમિત સેવન કબજિયાતને દૂર કરે છે. તેનું સેવન કરતી વખતે અને તે પછી પણ પાણી પીવું જરૂરી છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ બને છે.

કેન્સરની સામે રક્ષણ-

Advertisement

તેમાં એન્ટીઓક્સિડેન્ટના ગુણો ભરપૂર હોય છે જે બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે. તેમજ કેન્સરથી બચવા માટે દહીંમાં સેકેલા અળસીનાં બીજ મિક્સ કરીને ખાવા. તે સિવાય ઘંઉ દળતી વખતે તેમાં થોડી અળસી મિક્સ કરવી.

image source

ડાયબિટિસને નિયંત્રણમાં રાખે છે-

Advertisement
image source

અળસી ખાવાથી ડાયિબિટિસ નિયત્રંણમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ ગ્રસ્ત લોકો પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેમજ દરરોજ અળસીનું સેવન કરવાથી ડાયિબિટિસ નિયત્રંણમાં રહે છે. તે સિવાય નિયમિત રીતે તેનું સેવન કરવાથી શુગર લેવલ પણ ઓછું રહે છે. દરરોજ બે ચમચી શેકેલી અળસી ખાવી અને તેના પછી 1-2 ગ્લાસ પાણી પીવું.

ત્વચા માટે છે લાભકારી-

Advertisement
image source

એક્ઝિમાં, ડ્રાઈ સ્કિન, ખંજવાળ, અને સ્કિન એલર્જી જેની સમસ્યાને દૂર કરમા માટે તમે દરરોજ બે ચમચી અળસીને પોતાની ડાયટમાં સામેલ કરો. સ્કિનની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે અળસીનાં તેલનો પણ ઉપયોગ કરી શકો છો.તે સિવાય અડધા કપ જેટલા વાટેલાં અળસીના બીજને ક્રીમ કે દૂધ સાથે મેળવીને પેસ્ટ બનાવો. રોજ આ સ્ક્રબને ત્વચા પર ઘસો. તેનાથી ત્વચા નરમ અને સુંવાળી બનીને શુષ્કતા દૂર થશે. તેમજ અળસીના બીજનું તેલ દાઝ્યાના નિશાન, ખીલ તેમ જ ખરજવામાં રાહત આપે છે. રુઝાવાની પ્રક્રિયાને તે વેગ આપે છે.

વજન ઓછું કરવામાં કરે છે મદદ-

Advertisement
image source

વજન ઓછું કરવા અથવા નિયંત્રણ કરવા માટે અળસીનાં બીજ ફાયદાકારક હોય છે. આ બીજ બે પ્રકારના હોય છે, એક બ્રાઉન અને ગોલ્ડન. આ બીજનું તેલ સરળતાથી મળી જાય છે. જો તમે બીજ ન ખઈ શકતા હોય તો તેલનું સેવન કરી શકો છો. તે સિવાય તમે સ્મૂદી ડ્રિંક્સ, પાસ્તા અને સલાડમાં મિક્સ કરીને ખઈ શકો છો.

વાળ ખરવાની સમસ્યા થઈ જશે દૂર-

Advertisement
image source

દરરોજ નિયમિત તેનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મળે છે. તે સિવાય તેનાથી ડ્રેંડફની સમસ્યા પણ દૂર થઈ જાય છે. દરરોજ બે ચમચી શેકેલી અળસીનું સેવન કરવાથી પણ આ સમસ્યામાથી છૂટકારો મળે છે. તે સિવાય તમે ક્રશ કરેલી અળસીને મેયોનીઝ અથવા ચીઝ સ્પ્રેડમાં મિક્સ કરીને સેન્ડવિચ બનાવીને ખઈ શકો છો.

હૃદય માટે છે ફાયદાકારક-

Advertisement
image source

અળસીના બીજનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઓછુ રહે છે. તેનાથી હૃદયની બીમારી નથી થતી. હૃદય સંબંધિત બીમારીથી બચવા માટે સવારે બે ચમચી શેકેલી અળસીના બીજનું સેવન કરવું. અળસીમાં મળી આવતો ઓમેગા-3 બળતરાને ઘટાડે છે અને હ્રદયની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક થતી નથી. સાથે તે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.

પીરિયડ પછીની સમસ્યાને કરે છે દૂર-

Advertisement
image source

મહિલાઓમાં પીરિયડ બંધ થઈ ગયા પછી કેટલીક સમસ્યા થાય છે. તેવામાં આ સમસ્યાને દૂર કરવા માટે તમે 40 ગ્રામ ક્ર કરેલી અળસીનાં બીજનું સેવન કરવું. તેનું સેવન કરવાથી તમને તમાન તકલીફોમાંથી રહાત મળશે. તેમજ અળસીનાં બીજમા ફાયટોએસ્ટ્રોજન્સ હોય છે. જે પીરિયડ્સ સમયે થતાં દુઃખાવાથી અને સમસ્યાથી બચાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version