Site icon Health Gujarat

શુ તમે જાણો છો બીમારીઓને આમંત્રણ આપે છે અગરબત્તી.

ભારત એવો દેશ છે જેમાં પૂજા પાઠને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ભારતીય લોકો પૂજા પાઠમાં ઘણો જ વિશ્વાસ ધરાવે છે અને એટલે જ શ્રદ્ધાના ભાગ રૂપે દરેક ઘરમાં સવાર સાંજ અગરબત્તી અને ધુપબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. લોકોના કહેવા મુજબ સાંજના સમયે અગરબત્તી કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે પણ અમુક ઘરોમાં અગરબત્તીનો ખુબ જ વધારે ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે ઘણી વાર શરીરમાં બીમારીઓ ઘર કરી જવાનું જોખમ રહે છે.

1. કફ.

Advertisement
image source

અગરબત્તીના ધુમાડાથી કાર્બન મોનોકસાઈડ વાયુ નીકળે છે જે ફેફસામાં જાય તો ફેફસાને નુકશાન કરે છે. આ ધુમાડો શ્વાસમાં જવાથી કફ અને છીંકની તકલીફો થઈ જાય છે. અને એના કારણે છાતીમાં રેશા જામી જાય છે જેના લીધે ભવિષ્યમાં ઘણી તકલીફો થાય છે .

2. અસ્થમા.

Advertisement
image source

અગરબત્તી કે પછી ધુપબત્તીના ધુમાળામાં વધુ સમય સુધી શ્વાસ લેવામાં આવે તો શ્વાસની તકલીફ થઈ જાય છે. એમાં રહેલો નાઇટ્રોજન અને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ શરીરમાં જતો રહે છે જેના કારણે અસ્થમા અને સીઓપીડી જેવી તકલીફો થઈ શકે છે.

3. ચામડી અને આંખ.

Advertisement
image source

અગરબત્તીના ધુમાળામાં રહેલા કેમિકલના સંપર્કમાં આવવાથી ચામડી અને આંખમાં બળતરા અને ખંજવાળ થવા લાગે છે જેના કારણે આંખો ખરાબ થઈ જાય છે.

4. માથાનો દુખાવો.

Advertisement
image source

અગરબત્તીના ધુમાડાના કારણે દિમાગની કોશિકાઓ પ્રભાવિત થાય છે જેના લીધે માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી તકલીફ થઈ શકે છે.

5.હૃદય રોગ.

Advertisement
image source

રોજ અગરબત્તીનો ધુમાડો તમારા શ્વાસ સાથે તમારા શરીરમાં જાય છે જેના લીધે હૃદયની કોશિકાઓ સંકોચાવા લાગે છે અને જેના પરિણામે હાર્ટ અટેક આવવાનું જોખમ વધુ રહે છે.

આ સિવાય અગરબત્તી કે ધુપબત્તી બનવવામાં ઘણીવાર નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સારી સુગંધ માટે એમાં પોલીએરોમેટિક હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. એના કારણે જ્યારે તમે અગરબત્તી કે ધુપબત્તી સળગાવો છો ત્યારે તમને તમારા ઘરનું વાતાવરણ સુગંધિત તો લાગે છે પણ એના ધુમાડામાં આ કેમિકલની ઘણી માત્રા હોય છે. ધુમાડામાં રહેલો હાઇડ્રોકાર્બન સેલ મેમ્બરેનમાં ચોંટી જાય છે અને પરિણામે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બને છે. એક શોધ અનુસાર સતત અગરબત્તીના ધુમાડાના સેવનથી શ્વાસ લેવાની ક્ષમતા 30 ટકા સુધી પ્રભાવિત થઈ શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version