Site icon Health Gujarat

ફોલો કરો આ 5 એન્ટી એન્જીંગ સ્કિન ટિપ્સ, નહિં પડે 40ની ઉંમરમાં પણ કરચલીઓ

જેમ ઉમર વધતી જાય છે તેમ ત્વચાનો ગ્લો ઓછો થતો જાય છે અને ચહેરા પર કરચલીઓ દેખાય છે.કેટલીક વિશેષ બાબતોની કાળજી લેવાથી ત્વચા વૃદ્ધાવસ્થામાં પણ સુંદર બનાવી શકાય છે.આ માટે ખાવા પીવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત કેટલીક વિશેષ ટિપ્સ અપનાવવી જરૂરી છે.
30 વર્ષ પછી સ્ત્રીઓની ત્વચા પર ઉંમરની અસર ધીમે ધીમે દેખાવા લાગે છે.40 વર્ષની વયે ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે.કેટલીકવાર તાણ,ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણને કારણે વયની અસર સમય પહેલાં જ ચહેરા પર દેખાવા લાગે છે.કેટલીક આદતોમાં ફેરફાર કરીને અને ત્વચાની સંભાળ રાખીને ત્વચા વૃદ્ધાવસ્થામાં પણ સુંદર અને યુવાન રાખી શકાય છે.તો ચાલો જાણીએ તે ટિપ્સ વિશે.

સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો

Advertisement
image source

સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી તમને હાયપર પિગમેન્ટેશન થઈ શકે છે.આને કારણે સમય પહેલા ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે.આ માટે,જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો,30 થી વધુ એસપીએફનું સનસ્ક્રીન લગાવીને નીકળો.ઘરની અંદર સનસ્ક્રીન લગાવવું પણ ત્વચા માટે સારું છે.

વિટામિન ઇ અને સીથી સમૃદ્ધ ખોરાક લો

Advertisement
image source

આ બંને વિટામિન્સ એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર છે જે ત્વચાના કોષોને નુકસાન પહોંચાડનારા તત્વોથી બચાવે છે.આ વિટામિન્સ ત્વચાને લીસી અને સુંવાળી બનાવે છે.આ વિટામિન સૂકા ફળો,ડેરી ઉત્પાદનો, બી, વનસ્પતિ તેલ,લીલા પાંદડાવાળા શાકભાજી,ખાટાં ફળો,મરચાં,કીવી અને લીંબુમાં જોવા મળે છે.

સુતા પેહલા ચેહરા પરથી મેકઅપ સાફ કરવો

Advertisement
image source

સુતા પહેલા મેકઅપ ન હટાવવાને કારણે,ત્વચાના છિદ્રો ભરાઈ જાય છે જેના કારણે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.તેથી સુતા પહેલા તમારો ચહેરો જરૂરથી સાફ કરો.આ તમારી ત્વચાની ગંદકી દૂર કરે છે અને તેને શ્વાસ લેવાની તક આપે છે.

ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખો

Advertisement
image source

સૌ પ્રથમ,તમે સ્નાન કરીને નીકળો ત્યારે જ તમારા ચેહરા પર મોઇશ્ચરાઇઝર લગાવો.મોઇશ્ચરાઇઝર એવું લગાવો કે જેમાં ગ્લિસરિન,ખનિજ તેલ અથવા હાયલ્યુરોનિક એસિડ હોય.કારણ કે આવું મોઇશ્ચરાઇઝર લાંબા સમય સુધી ત્વચામાં ભેજ જાળવી રાખે છે.

વધુ પાણી પીવો

Advertisement
image source

તમારી ત્વચાને હાઇડ્રેટ,કોમળ અને ડાઘહીન રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછા આઠ થી દસ ગ્લાસ પાણી પીવો.ઓછું પાણી પીવાથી ત્વચા પર વધુ કરચલીઓ આવે છે.

વ્યાયામ કરવું

Advertisement
image source

હંમેશા યુવાન દેખાવા માટે વ્યાયામ એક શ્રેષ્ઠ ઉપાય છે.જો તમે દરરોજ થોડો સમય વ્યાયામ કરો છો,તો તે તમારા શરીરની ચરબી દૂર કરે છે.હંમેશા યુવાન દેખાવા માટે પેહલા ફિટ રેહવું ખુબ જ જરૂરી છે.આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોયેલા બધા સેલીબ્રીટીસ ઉંમરમાં ખૂબ વૃદ્ધ હોય છે પરંતુ તેઓ ક્યારેય વૃદ્ધ દેખાતા નથી.રહસ્ય એ છે કે તેઓ દરરોજ વ્યાયામ કરે જ છે.વ્યાયામમાં તમે સૂર્ય નમસ્કાર,દોડવું,જોગિંગ,સ્વિમિંગ,સાયકલિંગ અથવા દોરડા કુંડ પણ કરી શકો છો.

તમારી ઊંઘ પુરી કરો

Advertisement
image source

સ્વસ્થ જીવન માટે ઊંઘ પુરી કરવી ખુબ જ જરૂરી છે.અધૂરી ઊંઘના કારણે તમારી ત્વચા પર કરચલીઓ તો દેખાશે જ,પરંતુ તમારા વાળ પણ ઝડપથી સફેદ થઈ જશે અથવા પડી જશે.રાત્રે યોગ્ય સમયે સૂઈ જાઓ જેથી સવારે વેહલા ઉઠીને તમે યોગ્ય સમયે કસરત કરી શકો.ઓછી અથવા અધૂરી ઊંઘ કરવાથી આપણા શરીરના હોર્મોન્સ બદલાય છે જેના કારણે તેની ખરાબ અસર આપણા ચેહરા પર પડે છે. અધૂરી ઊંઘ કરવાથી આંતરિક અને બાહ્ય બંને બાજુથી શરીર પર આડઅસર થાય છે.તેથી,ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ શરીર માટે જરૂરી છે.

તાણથી દૂર રહો

Advertisement
image source

આજકાલ દરેક લોકો તાણમાં વધુ રહે છે જેના કારણે ટૂંક સમયમાં જ તેમના ચેહરાનો ગ્લો જતો રહે છે અને ચેહરા પર કરચલીઓ દેખાય છે જેના કારણે તમારી યુવાની દૂર થઈ જાય છે અને તમે ઉમર પેહલા જ વૃદ્ધ દેખાવા લાગો છે.તેથી,તમારે તાણથી દૂર રેહવું જોઈએ.આ માટેતમે યોગનો સહારો પણ લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version