Site icon Health Gujarat

જો તમે કરશો આ એક કામ, તો જલદી નહિં થાય તમારા વાળ સફેદ

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મોટાભાગના લોકો અજમાનો ઉપયોગ કરે છે. અજમામાં કેટલાક પોષક તત્વો હોય છે જે આપના શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને પાચનને સંબંધિત સમસ્યાઓને દુર કરવા માટે અજમાનું સેવન કરવામાં આવે છે. આ સાથે જ એસીડીટીને દુર કરવા માટે પણ અજમાનું સેવન કરવું ફાયદાકારક હોય છે. અજમામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખનીજ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોવા ઉપરાંત વિટામીન એ, વિટામીન બી અને વિટામીન ઈ પણ હોય છે. જે આપની ત્વચાની સાથે જ વાળ માટે પણ ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીશું કે, આપને અજમાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.

image source

પેટ ખરાબ થવું કે પછી ભોજનને પચાવવામાં આવતી સમસ્યાને દુર કરવા માટે અજમાનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. અજમામાં રહેલ એંજાઈમ ગેસ્ટ્રીક જ્યુસને રીલીઝ કરીને પાચન કાર્યને સારું બનાવવામાં મદદ કરે છે. એના માટે આપે એક નાની ચમચી જીરા પાવડર, એક નાની ચમચી અજમો અને અડધી ચમચી સુંઠનો પાવડર ભેળવીને સેવન કરો.

Advertisement
image source

અજમામાં થોઈમોલ રહેલ હોય છે જે આપની ત્વચાના ઇન્ફેકશન કે પછી ઘાવને દુર કરવામાં મદદ કરે છે. ઘાવને જલ્દીથી મટાડવા માટે અજમાને પીસીને ઘાવ પર લગાવો.

image source

અજમો સમય કરતા પહેલા સફેદ થઈ રહેલ વાળને અટકાવે છે. અજમાનો ઉપયોગ કરવા માટે મીઠો લીમડો, સુકી દ્રાક્ષ અને અજમાને એક પાણીમાં ભેળવી ઉકાળી લો. હવે આ પાણીને આપે રોજ પીવું જોઈએ.

Advertisement
image source

અજમાના પાણીનું રોજ નિયમિત રીતે સેવન કરવાથી જે વ્યક્તિઓ પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે તેવી વ્યક્તિને વજન ઘટાડવા માટે ખુબ મદદગાર સાબિત થાય છે.

image source

પેટને સંબંધિત ઘણી બધી સમસ્યાઓ જેવી કે, અપચો, કબજિયાત, પેટમાં દુઃખાવો થવો આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ અજમાનું સેવન કરવું જોઈએ.

Advertisement
image source

જો આપને વારંવાર માથામાં દુઃખાવો થાય છે તો આવા માથાના દુઃખાવામાં રાહત મેળવવા માટે આપે નિયમિત રીતે અજમાના પાણીનું સેવન કરવું જોઈએ.

image source

સામાન્ય રીતે અજમો દરેક ઘરના કિચનમાં સરળતાથી મળી જાય એવો મસાલો છે ઉપરાંત ઉપરોક્ત જણાવવામાં આવેલ અજમાના પાણીના ફાયદા વધુ સારી રીતે મેળવવા માટે અજમાના પાણીને યોગ્ય રીતે બનાવવું જોઈએ. ચાલો જાણીએ અજમાનું પાણી બનાવવાની રીત.:

Advertisement
image source

એક ચમચી અજમાને આપે બે ગ્લાસ પાણીની સાથે ગેસ પર ઉકાળવા માટે મૂકી દેવું જોઈએ. ત્યાર પછી આપે ગેસ પર ગરમ કરવા માટે મુકેલ પાણી જ્યાં સુધી અડધું બળી ના જાય ત્યાં સુધી ગરમ કરવું. જયારે એક ગ્લાસ જેટલું પાણી રહી જાય ત્યારે આપે ગેસ બંધ કરી દેવો અને આ પાણીને ઠંડું થવા દેવું ત્યાર બાદ આપે આ અજમાના પાણીનું સેવન રોજ તાજું બનાવીને જ કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version