Site icon Health Gujarat

બટાકાની છાલ અને દેશી ઘીની મદદથી કરો સફેદ વાળને કુદરતી રીતે કાળા…

પહેલા 30ની ઉંમર પાર કર્યા પછી વાળ સફેદ થવાની સમસ્યાઓ લોકોમાં વધતી હતી પરંતુ આજના આ ફાસ્ટ યુગમાં નાનપણથી જ વાળ ધોળા થવાની સમસ્યા થવા લાગે છે. જો કે આજકાલ વાળ કાળા કરવા માટે અનેક લોકો નવી-નવી ટ્રિટમેન્ટનો સહારો લેતા હોય છે. જો તમે પણ વાળને કાળા કરવા માટે અનેક કેમિકલવાળી પ્રોડક્ટસનો ઉપયોગ કરો છો તો તમારે તેનાથી ચેતી જવુ જોઇએ કારણે બહારની કેમિકલવાળી પ્રોડક્ટસથી તમારા સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. એક અહેવાલ અનુસાર જો તમે માથાના વાળને કાળા કરવા માટે આવી પ્રોડકટ્સનો ઉપયોગ કરો છો તેનાથી કેન્સર થવાનુ રિસ્ક વધી જાય છે. તો આજે અમે તમને જણાવીશું કે, નેચરલી રીતે વાળને કેવી રીતે કાળા કરી શકાય..

image source

બટાકાની છાલ

Advertisement
image source

બટાકાની છાલમાં સ્ટાર્ચનુ પ્રમાણ સારુ એવુ હોય છે. જો તમે બટાકાની છાલનો રેગ્યુલરલી ઉપયોગ કરો છો તમારા વ્હાઇટ હેર બ્લેક ખૂબ જ ઝડપથી થાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ બટાકાની છાલને 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડી કરીને તેનાથી વાળમાં 10-15 સુધી મસાજ કરો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે બટાકાની છાલથી વાળમાં મસાજ કરી લો પછી એક કલાક બાદ હેર વોશ કરી લેવા. કન્ડિશનર કરવુ નહિં.

દેશી ઘી

Advertisement
image source

દેશી ઘી વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એક વાટકીમાં જરૂરિયાત મુજબ દેશી ઘી લઇને રોજ રાત્રે સુતા પહેલા તેનાથી 15 મિનિટ સુધી માલિશ કરો. આ માલિશ તમારે અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. આમ, જો તમે આ પ્રયોગ રેગ્યુલરલી કરશો તો તમારા વાળ જલદી કાળા થશે અને તમારે બહારની કોઇ પ્રોડકટ્સ વાપરવાની જરૂર પણ નહિં પડે.

કોફી

Advertisement
image source

સફેદ વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા કોફી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે સૌ પ્રથમ જરૂર મુજબ પાણી લઇને 2-3 ટેબલ સ્પૂન કોફી એડ કરો અને તેને ધીમી આંચ પર ઉકળવા દો. આમ, જ્યારે આ મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને તેને ઠંડુ પડવા દો. ધ્યાન રહે કે, ઠંડુ કરવા માટે ફ્રિજનો ઉપયોગ નથી કરવાનો. પછી આ ઘટ્ટ થયેલા કોફીના પાણીથી વાળમાં મસાજ કરો અને 45 મિનિટ પછી હેર વોશ કરી લો.

આમળા

Advertisement
image source

આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે જે વાળને કાળા કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ જરૂર મુજબ નારિયેળ તેલ લો અને તેમાં આમળાનો પાવડર મિક્સ કરીને તેને ગરમ કરી લો. ત્યારબાદ આ તેલ થોડુ ઠંડુ પડે એટલે 25થી 30 મિનિટ સુધી વાળમાં મસાજ કરો અને 24 કલાક પછી હેર વોશ કરી લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. આમ, જો રેગ્યુલરલી આ તેલથી મસાજ કરશો તો તમારા ધોળા વાળ કાળા તો થશે પણ સાથે-સાથે તમારા વાળ લાંબા અને સિલ્કી પણ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version