Site icon Health Gujarat

ચશ્માના નિશાનને દૂર કરવા આજથી જ અપનાવો આ ઉપાયો

ચશ્મા પહેરવાના કારણે ચેહરા પર આવેલા નિશાનને દૂર કરવા માટે,અપનાવો આ ટિપ્સ

બદલાતી જીવનશૈલી અને ખાવાની બદલતી ટેવ પણ આપણી આંખોને અસર કરે છે.આજે,નાની ઉંમરે બાળકોની આંખો નબળી પડી જાય છે,અને તેમને ચશ્મા પહેરવાની જરૂર પડે છે.ચશ્માનો સતત ઉપયોગ કરવાથી આંખો પર ચશ્માના નિશાન થઈ જાય છે.પરંતુ સમય જતા આ નિશાન તમારા ચહેરાની ચમક છીનવી લે છે. મારે આ ચહેરાના નિશાનને અવગણવું જોઈએ નહીં.ચશ્માના નિશાનને નાબૂદ કરવા માટે આ ઘરેલું ઉપાયની મદદથી તમે આ નિશાનોથી છુટકારો મેળવી શકો છો.તો ચાલો અહીં અમે તમને ડાઘ દૂર કરવાના ઘરેલું ઉપાય જાણીએ.

Advertisement

એલોવેરા

image source

એલોવેરામાં મોસ્ચ્યુરાઇઝિંગ અને એન્ટિ-એજિંગ ગુણધર્મો રહેલા હોય છે,જે ચશ્માને કારણે નાક પર થતા નિશાન અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે.ઉપરાંત,તે મૃત ત્વચાને દૂર કરીને અસરગ્રસ્ત કોષોને સુધારવામાં પણ મદદ કરી શકે છે.પહેલા એલોવેરા જેલ લો,પછી જે જગ્યા પર નિશાન છે ત્યાં તેને હળવા હાથે માલિશ કરો થોડા દિવસોમાં તમને આ નિશાનીઓથી છુટકારો મળશે.

Advertisement

બટાટા

image source

બટાટા ત્વચા પરના ડાઘોને દૂર કરવામાં મદદગાર છે.બટાટાના રસમાં બ્લીચિંગ અસર હોય છે,તેથી તેનો ઉપયોગ ત્વચા પર ખીલના ડાઘથી છુટકારો મેળવવા માટે થાય છે.સૌ પ્રથમ,બટાકાનો રસ કાઢો અને આ રસને ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવો,પછી ચહેરો પાણીથી ધોઈ લો.નાક પર ચશ્મા પહેરવાથી થતા ડાઘ ઓછા થશે.

Advertisement

કાકડી

image source

કાકડી ત્વચાની સંભાળ માટે શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે.તેમાં સનબર્ન,ખીલ અને ત્વચા ટોન સાફ કરવાની વિશેષ ક્ષમતા છે.કાકડીથી ચશ્મા દ્વારા થતા નાક પરના ડાઘોને દૂર કરવામાં ખૂબ મદદ કરે છે.

Advertisement

ગુલાબજળનો ઉપયોગ કરો

image source

તમે ચશ્માથી છૂટકારો મેળવવા માટે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો,ગુલાબજળમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે,જેના કારણે તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

Advertisement

મધનો ઉપયોગ કરો:

image source

મધમાં એન્ટી-એલર્જિક,એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે જે ત્વચા પરના કોઈપણ ડાઘને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે.પહેલા એક ચમચી મધ અને એક ચમચી દૂધ લો.બંનેને બરાબર મિક્ષ કરી લો.આ મિશ્રણને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો.આ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.થોડા દિવસોમાં જ તમારા ચેહરા પરના ડાઘ દૂર થઈ જશે.

Advertisement

સંતરાના રસનો ઉપયોગ કરો

image source

સંતરાના રસમાં વિટામિન સી હોય છે જે ત્વચાના ડાઘ દૂર કરવા માટે ફાયદાકારક છે.તેનો ઉપયોગ કરવા માટે, સંતરાનો રસ લો અથવા તો સંતરાની છાલનો પણ ઉપયોગ કરી શકો છો.સંતરાના રસથી ત્યારબાદ તેને 15 મિનિટ માટે ડાઘ પર મસાજ કરો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો.
લીંબુનો ઉપયોગ કરો

Advertisement
image source

નાકમાં ચશ્માના કારણે થતા કાળા નિશાનને દૂર કરવા માટે કાકડીના રસમાં લીંબુનો રસ મિક્સ કરો.આ પછી કોટનની મદદથી ચહેરા પરના ડાઘ ઉપર આ રસનું મિક્ષણ લગાવો,આ ઉપાય ચેહરા પરના ડાઘ દૂર કરશે.

બદામના તેલથી માલિશ કરો

Advertisement
image source

બદામના તેલમાં વિટામિન સી જોવા મળે છે,તેથી ચહેરાના ફોલ્લીઓ દૂર કરવામાં બદામનું તેલ ખૂબ અસરકારક છે.આ તેલને ડાઘવાળા વિસ્તારમાં દરરોજ લગાવવું.ચશ્માને કારણે થતા ડાઘોને દૂર કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

ગુલાબજળ

Advertisement
image source

ગુલાબજળ ત્વચામાં સ્કિન ટોનર તરીકે કામ કરે છે અને ત્વચાના ડાઘોને દૂર કરે છે.ચશ્માના કારણે થયેલા નાક પરના ડાઘને દૂર કરવા માટે,ગુલાબજળમાં કોટન પલાળીને ચહેરાના ડાઘ ઉપર લગાવો,હવે તેને હળવા હાથે માલિશ કરો અને થોડા સમય માટે સુકાવા દો.આ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

આમળાનો રસ

Advertisement
image source

ડાઘને દૂર કરવા માટે આમળાના રસમાં ગુલાબજળ ઉમેરીને હળવા હાથથી એ ડાઘ પર મસાજ કરો.આ અસરકારક ઉપાય છે.

તાંબાના લોટાનું પાણી

Advertisement
image source

તમે એક તાંબાનો લોટો ભરેલા પાણીનો આખી રાત રહેવા દો.ત્યારબાદ સવારે ઉઠીને તરત જ આ પાણીથી તમારો ચેહરો અને તમારી આંખો ધોઈ લો.આ ઘરેલુ ઉપાયથી તમારા ડાઘ પણ દૂર થશે અને આંખ પણ સ્વસ્થ રહેશે.

સરસવનું તેલ

Advertisement
image source

તમારા ડાઘને દૂર કરવા માટે સરસવના તેલની મસાજ કરો.આ રીતથી ચશ્મા દ્વારા થયેલા ડાઘ પણ દૂર થશે અને તમારી આંખો માટે પણ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version