Site icon Health Gujarat

સમય કરતા વધારે ઊંઘવાથી સ્વાસ્થ્યને થાય છે આટલા બધા નુકસાન,જેનાથી અજાણ હશો તમે પણ

દરેક વ્યક્તિને ઊંઘવું પસંદ હોય છે અને સવારે ઉઠતી વખતે,દરેકના મનમાં એક જ વિચાર આવે કે હજુ થોડી ઊંઘ મળી જાય.ઊંઘ એ એક આવશ્યક પ્રક્રિયા છે જે થાક દૂર કરે છે અને મગજનો વિકાસ કરે છે.પરંતુ શું તમે જાણો છો કે વધારે ઊંઘ તમારા માટે મુશ્કેલ બનાવે છે ? જી હા,વધારે ઊંઘવાથી,તમે કેટલાક ગંભીર રોગોને આમંત્રણ આપો છો.સામાન્ય રીતે વ્યક્તિએ 7 થી 8 કલાકની જ ઊંઘ લેવી જોઈએ,પરંતુ જો તમે આ કરતા વધારે ઊંઘો છો તો તમારા શરીર ઉપર શું નકારાત્મક અસર પડે છે,તે અમને તમને જણાવીએ.

હૃદય રોગનો ખતરો વધી જાય છે

Advertisement
image source

જો તમે રાત્રે 7-8 કલાકથી વધુ ઊંઘશો તો તમને હ્રદયરોગ થવાની સંભાવના વધે છે.વધારે ઊંઘ લેતા લોકો હૃદય રોગ,કોરોનરી હ્રદય રોગ જેવા રોગથી પીડાતા હોય છે.રાષ્ટ્રીય આરોગ્ય અને પોષણ પરીક્ષા સર્વે અનુસાર, જો તમે રાત્રે 8 કલાકથી વધુ સૂતા હોવ તો,હૃદય રોગની સંભાવના 10 ટકા વધે છે.

વજન વધારો

Advertisement
image source

ખૂબ ઊંઘ લેવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે,જેથી આપણા વજનમાં વધારો થઈ શકે છે.ઊંઘ અને વજન વધારવા અંગે હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓછી ઊંઘ કરતા વ્યક્તિઓ અને વધુ ઊંઘ કરતા વ્યક્તિઓમાં વજન વધારો થઈ શકે છે.9 કલાકથી વધુ ઊંઘ કરતા લોકોમાં સામાન્ય લોકો કરતા વજન વધવાની સંભાવના 21 ટકા વધારે છે.

મગજ ધીમું કામ કરે છે

Advertisement
image source

મગજના વિકાસ માટે ઊંઘ ખુબ જરૂરી છે,પરંતુ જો તમે વધારે ઊંઘ લેતા હોવ તો તે તમારું મગજ ધીમું કામ કરે છે.જેના કારણે તમને ધ્યાન કેન્દ્રીત કરવામાં પણ મુશ્કેલી પડે છે.જો તમે વધારે સૂતા હો તો તે તમારા મગજની ઉંમર પણ ઘટાડે છે.

ગર્ભાવસ્થા

Advertisement
image source

એક ડોક્ટર દ્વારા કરવામાં આવેલ સંશોધનથી બહાર આવ્યું છે કે સામાન્ય મહિલાઓની તુલનામાં જે મહિલાઓ આઠ કલાકથી વધુ ઊંઘ લે છે,ખાસ કરીને જેઓ 9 થી 11 કલાકની ઊંઘ લે છે,તેઓ ગર્ભવતી થવાની સંભાવના ઓછી હોય છે.

બીમારીઓ વધે છે

Advertisement
image source

વધુ ઊંઘના કારણે એનિમિયા,થાઇરોઇડ,ડાયાબિટીસ અને કોલેસ્ટરોલનું જેવી બીમારીઓ થાય છે.હાયપોથાઇરોઇડ અને ડાયાબિટીઝના કિસ્સામાં,શરીરમાં ચયાપચય બગડે છે,જેના કારણે કોષોને પૂરતો ખોરાક નથી મળતો.આને લીધે શરીરની ઉર્જા ઝડપથી ખોવાઈ જાય છે અને થાક અનુભવાય છે.

સ્વભાવમાં બદલાવ

Advertisement
image source

વધુ ઊંઘ કરવાથી શરીરમાં થાક અને ચીડિયાપણું અનુભવાય છે.8 કલાકથી વધુ ઊંઘ કરવાથી શરીરના ઘટકો પણ ઓછા થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version