Site icon Health Gujarat

ક્યાંક તમે પણ નકલી ઘી નથી ખાઇ રહ્યાં ને? આ રીતે ઓળખી કાઢો કયું છે અસલી ઘી

બજારમાં અસલી ઘીના નામ પર નકલી ઘી વેચવાના ધંધા ચાલી રહ્યા છે. એટલે આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવાના છીએ કે, દેશી ઘીની ઓળખાણ કેવી રીતે કરી શકાય. આ બાબતે આજે અમે તમને સંપૂર્ણ જાણકારી આપીશું. તો એના માટે તમે આ લેખને ધ્યાનથી વાંચજો. દેશી ઘીને સારા સ્વાસ્થ્યનો અચુક ઉપાય માનવામાં આવે છે. પરંતુ બજારમાં મોટા પ્રમાણમાં જે ઘી વેચાઈ રહ્યું છે, તે સ્વાસ્થ્યને સુધારવાની જગ્યા પર એને નુકશાન પહોંચાડે છે.

image source

દેશમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળનો ખેલ ખૂબ જ મોટો છે. જો કે આ મામલે પોલીસ સતત તેમાં સંડોવાયેલા લોકોની ધરકપડ કરે છે. પરંતુ ભેળસેળનો ખેલ હજુ પણ યથાવત જ છે. તાજેતરમાં જ પોલીસે ફરીદાબાદના એક વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો ભાંડો ફોડીને કેટલાંક લોકોની ધરપકડ કરી છે. બજારમાં અસલી અને નકલી બંને પ્રકારના ઘીનું ધૂમ વેચાણ થાય છે. તેવામાં જો તમે ઘી ખાવાના શોખી હોય તો જરા સંભાળીને બજારમાંથી ઘી ખરીદજો. જાણકારોનું કહેવુ છે ભેળસેળ વાળુ દેશી ઘી તૈયાર કરવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે શુદ્ધ દેશી ઘીની ઓળખ કેવી રીતે કરશો.

Advertisement
image source

જણાવવામાં આવી રહ્યું છે કે ભેળસેળ વાળુ ઘી તૈયાર કરવા માટે 40 ટકા રિફાન્ડ ઓયલ અને 60 ટકા ફોર્ચ્યુન વનસ્પતિ મિક્સ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં બાફેલા બટાકા અને બિટ્યુમેન મિક્સ કરવામાં આવે છે. ફોર્ચ્યુન વનસ્પતિ દાણાદાર હોય છે.

તેથી ભેળસેળ વાળા ઘીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેમાં પણ ક્વોલિટીને વધુ સારી બનાવવા માટે 5થી 10 ટકા અસલી દેશી ઘી પણ મિક્સ કરે છે. તેમાં દેશી ઘી વાળુ સેન્ટ પણ મિક્સ કરવામાં આવે છે.

Advertisement

કેવી રીતે અસલી ઘીને ઓળખશો

image source

ઘી ભેળસેળ વાળુ છે કે નહીં, તે જાણવા માટે તમે એક વાસણમાં એક ચમચી ઘી ગરમ કરો. જો ઘી તરત જ ઓગળી જાય અને તેનો રંગ બદલાઇની ભૂરો થઇ જાય તો તે શુદ્ધ દેશી ઘી છે. જો ઘી પીળા રંગનું થઇ જાય તો તે ભેળસેળ વાળુ ઘી છે.

Advertisement
image source

શુદ્ધ ઘી ઓળખવા માટે પોતાની હથેળી પર એક ચમચી ઘી નાંખો. જો તે આપમેળે જ ઓગળી જાય તો સમજી લો કે તે શુદ્ધ છે. જો ઘી જામી જાય અને તેમાં સુગંધ આવવાનું બંધ થઇ જાય તો સમજી જાઓ કે તે નકલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version