Site icon Health Gujarat

અસ્થામાથી પીડિત લોકોએ શિયાળામાં ખાસ રાખવું આ ધ્યાન, સાથે જાણો અસ્થમા એટેકથી બચવા શું કરશો

ઠંડીમાં માંદા પડવાથી કેવી રીતે બચવું:અસ્થમાથી પીડાતા લોકોએ વધારે સાવચેતી રાખવી, શિયાળામાં સ્વસ્થ રહેવાના ઉપાયો જાણો!

શિયાળાની ઋતુ આવી ગઈ છે. હવે આપણે સવાર અને રાત દરમિયાન ઠંડી અનુભવીએ છીએ. આ સિઝન ખાવા-પીવાની મજા માણવા અને રજાઓ માટે જાણીતી છે. પરંતુ આ સિઝનમાં બીમાર પડવાનું જોખમ પણ એટલું જ રહેતું હોય છે.

Advertisement
image source

શિયાળાની ઋતુમાં અસ્થમા અને સાંધાના દુખાવાની તકલીફોમાં વધારો થાય છે. સિનિયર સિટીઝન અને બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ સિઝનમાં, ઉકાળો, તુલસીનો છોડ અને હળદરનું દૂધ ખૂબ જ અસરકારક ઉપાય છે, જે તમને માંદા પડતા બચાવી શકે છે.

અસ્થમા ખૂબ જ તકલીફ આપનાર રોગ છે. આ કોઇ પણ ઉંમરમાં થઇ શકે છે. તેનાથી પીડિત દર્દીને શ્વસન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે કેટલીક સાવધાનીઓ રાખીને તેને નિયંત્રિત કરી શકાય છે. મોટાભાગે શિયાળામાં અસ્થમા દર્દીની પરેશાની વધી જાય છે.

Advertisement
image source

ગંભીર પરિસ્થિતિમાં તેના કારણે દર્દીને અસ્થમા અટેક આવવા લાગે છે. અસ્થમાનો અટેક આવવાના કેટલાય કારણ થઇ શકે છે. ત્યારે પ્રદૂષણ, સિગરેટનો ધુમાડો અને શરદી વગેરે પણ તેનું કારણ હોઇ શકે છે. શિયાળામાં આ સમસ્યા વધારે વધી જાય છે.

શિયાળાની ઋતુમાં અસ્થમા અટેકથી બચવા માટે વધારે સાવધાની રાખવાની જરૂર પડે છે. તેનું કારણ છે કે ઠંડી અને શુષ્ક હવા અને ઋતુમાં થતા બદલાવથી તેના દર્દીઓને અસ્થમા અટેક આવી શકે છે. હેલ્થલાઇનના એક રિપોર્ટ અનુસાર કેટલીક સાવધાનીઓ રાખવાથી અટેકને અટકાવવામાં મદદ મળી શકે છે.

Advertisement

બહાર નિકળવાથી બચો

image source

અસ્થમા અટેકને અટકાવવા માટે જરૂરી છે કે તાપમાન ખૂબ જ ઓછુ હોવાને લીધે ઘરની અંદર જ રહેવાનો પ્રયાસ કરો. બહાર ન જાઓ. જો તમારે બહાર જવું પડે તો શ્વાસ લેતાં પહેલા પોતાના નાક અને મોંઢાને સ્કાર્ફથી સારી રીતે ઢાંકી લો. તેનાથી હવા લાગશે નહીં અને પરેશાની વધશે નહીં.

Advertisement

ડાયેટમાં ફેરફાર કરો

શિયાળામાં પોતાના આહારમાં જરૂરી ફેરફાર કરો. વધારે પ્રવાહી પદાર્થોનું સેવન કરો. આ તમારા ફેફસાંમાં લાળને પાતળુ રાખી શકે છે અને એટલા માટે આ સમસ્યા નિયંત્રણમાં રહી શકે છે. વધારે કફ જમા થઈ જાય તો અસ્થમાના દર્દીઓની મુશ્કેલી વધી શકે છે. અજમા સાથે નાની પીપર અને ખસખસનો ઉકાળો પીવાથી તરત જ આરામ મળે છે. આદુ અને સૂકાયેલું આદું અસ્થમા પીડિતો માટે ઘણું કારગત છે. ભોજન અને ચામાં આદુનો પ્રયોગ કરો. સૂકા આદુને મધ સાથે લો.

Advertisement
image source

ઈન્ફેક્શનથી બચો

તે લોકોથી દૂર રહો જે બીમાર છે. તેનાથી તમે કોઇ પણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચી શકશો અને બીમાર પણ પડશો નહીં. આ સાથે જ તમારી સમસ્યા વધશે નહીં.

Advertisement
image source

ઘરને સાફ રાખો

ઈનડોર એલર્જીને દૂર કરવા માટે પોતાના ઘરને સંપૂર્ણપણે સાફ રાખો. ઘરને વૈક્યૂમ કરો અને ધૂળ ન થવા દેશો. કારણ કે મોટાભાગની ધૂળ, માટીના કારણે પણ આ સમસ્યા વધવા લાગે છે. ધૂળના કણ સાફ કરવા માટે દર અઠવાડિયે પોતાની ચાદર અને ધાબળાને ગરમ પાણીમાં ધોઇ નાંખો.

Advertisement
image source

ઠંડીની ઋતુમાં જ્યારે તમે બહાર કસરત કરો છો ત્યારે અસ્થમા અટેકને અટકાવવા માટે કેટલીક રીત અજમાવો

image source

અસ્થમા અટેક આ કારણોસર આવી શકે છે

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version