Site icon Health Gujarat

6 મહિનાને બાળકને આ રીતે ખવડાવો બદામ, યાદશક્તિ થશે તેજ

બદામ છ મહિનાના બાળક માટે

આપણે બધા જાણીએ છીએ કે, બદામ ખાવાથી સ્વાસ્થ્યને કેટલા ફાયદા મળે છે, પરંતુ શું આપે ક્યારેય વિચાર્યું છે કે, પોષક તત્વોથી ભરપુર બદામ બાળક માટે પણ કેટલું જરૂરી હોય છે નહી ને, મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે સખ્ત હોવાના કારણે નાના બાળક બદામ નથી ખાઈ શકતા. પરંતુ એવું બિલકુલ છે નહી.

Advertisement
image source

બદામ અનેક પોષક તત્વો જેવા કે, ફાઈબર, ખનીજ પદાર્થ અને જરૂરી ફેટી એસીડથી ભરેલ હોય છે. બદામને મગજ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને એટલા માટે વયસ્ક વ્યક્તિઓને રોજ બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો નવજાત શિશુ છે અને આપ તેને બદામના પોષક તત્વો આપવા ઈચ્છો છો તો આપના માટે આ જાણવું ખુબ જ જરૂરી છે કે, બાળકોને બદામ કેવી રીતે આપી શકો છો.

બાળકોને કાચી બદામ ખવડાવી તો અસંભવ છે કેમ કે, આટલા નાના બાળકને દાંત આવ્યા જ નથી હોતા. આવામાં આ મોટો મહત્વપૂર્ણ પ્રશ્ન થઈ જાય છે કે નવજાત શિશુને બદામ ખવડાવવાની રીત શું છે.?

Advertisement

બદામના પોષક તત્વ.:

image source

૧૦૦ ગ્રામ બદામ ખાવાથી બાળકને ૩.૩૮૫ મિલી ગ્રામ નિયાસીન, ૧.૦૧૪ મિલી ગ્રામ રાઈબોફ્લેવિન, ૨૬ મિલી ગ્રામ વિટામીન ઈ, ૨૬૪ મિલી ગ્રામ કેલ્શિયમ, ૩.૭૨ મિલી ગ્રામ આયર્ન, ૨૬૮ મિલી ગ્રામ મેગ્નેશિયમ, ૪૮૪ મિલી ગ્રામ ફોસ્ફરસ, ૩.૦૮ મિલી ગ્રામ ઝીંક, ૭૦૫ મિલી ગ્રામ પોટેશિયમ, ૦.૯૯૬ મિલી ગ્રામ કોપર, ૨.૨૮૫ મિલી ગ્રામ મેંગેનીઝ મળે છે.

Advertisement

​-શિશુને બદામ ખવડાવવાના ફાયદા.:

-નવજાત શિશુના મસ્તિષ્કના વિકાસ માટે બદામમાં રહેલ પોષક તત્વ ખુબ જ જરૂરી હોય છે બદામમાં રહેલ રાઈબોફ્લેવિન અને એલ- કારનિટીન મસ્તિષ્કની ક્રિયાઓને ઉત્તેજિત કરે છે. બદામ દિમાગને તેજ કરે છે અને ભવિષ્યમાં અલ્ઝાઈમર રોગથી દુર રાખવામાં મદદ કરે છે.

Advertisement
image source

-બદામમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જે બાળકોને કબજિયાતથી બચાવે છે અને નવજાત શિશુના પાચન તંત્રને મજબુત કરે છે.

-આ સુકા મેવામાં પર્યાપ્ત પ્રમાણમાં ફોસ્ફરસ પણ મળી આવે છે જેનાથી બાળકના હાડકા અને દાંતના વિકાસમાં મદદ મળે છે.

Advertisement

-બદામમાં એંટીઓક્સિડન્ટ ગુણથી ભરપુર હોય છે અને તેની એલ્કેલાઇન પ્રકૃતિ શરીરને વિષાક્ત પદાર્થોથી છુટકારો અપાવવા માટે પણ મદદ કરે છે. જેનાથી બાળકની ઈમ્યુનીટી વધે છે.

​નવજાત શિશુને બદામ કેવી રીતે ખવડાવવી ?

Advertisement
image source

બાળકના ૬ મહિના થઈ ગયા પછી આપ બાળકને બદામ ખવડાવી શકો છો પરંતુ આટલા નાના બાળક કાચી બદામ નથી ખાઈ શકતા. બાળકને બદામના ગુણ પ્રદાન કરવા માટે આપ આ ઉપાયો અપનાવી શકો છો.

image source

આખી રાત માટે બદામને પલાળવા માટે રાખી દો અને સવારે બદામના છોતરાને ઉતારીને પલાળેલ બદામને પીસીને પાઉડર કે પછી પેસ્ટ તૈયાર કરી લેવી. આ પાઉડરને આપે બાળકના દૂધમાં ભેળવીને આપી શકો છો. સફરજનને પીસીને તેમાં પણ બદામ નાખીને ખવડાવી શકો છો.

Advertisement

​-શું બદામ ખાવાના નુકસાન પણ છે.?

જો આપ રોજ પોતાના બાળકને થોડું થોડું બદલીને બદામ ખવડાવો છો તો બાળકને કોઈ જોખમ હોતું નથી. જો કે, જો આપના બાળકને બદામથી એલર્જી છે તો આપે આપના બાળકને બદામ ખવડાવી જોઈએ નહી. આવી પરિસ્થિતિમાં આપે પોતાના બાળકને બદામ ખવડાવવાને બદલે અન્ય સુકા મેવા જેવા કે, અખરોટ, પિસ્તા, મગફળી કે પછી કાજુ ખવડાવી શકો છો.

Advertisement

આ રીતે આપ પોતાના બાળકને સુરક્ષિત રીતે બદામ ખવડાવી શકો છો. જો આપ નાનપણથી જ બાળકને બદામ ખવડાવો છો, તો એનાથી મોટા થઈને બાળકને કેટલીક બીમારીઓનો ખતરો ઘટી શકે છે. કેમ કે, બદામ દિમાગને તેજ કરવા માટે જાણવામાં આવે છે એટલા માટે બદામ ખવડાવવાથી આપનું બાળક હોશિયાર અને તેજ દિમાગ વાળો પણ બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version