Site icon Health Gujarat

સ્કિનથી લઇને આટલી બધી રીતે ગુણકારી છે બદામનું તેલ, શું તમે જાણો છો આ ફાયદાઓ વિશે?

મિત્રો, પ્રવર્તમાન સમયમા આપણી સ્કીન, વાળ અને આપણુ સ્વાસ્થ્ય નિરંતર તણાવથી ભરપૂર રહે છે. આવા નિસ્તેજ વાળ અને સ્કીનની સાર-સંભાળ રાખવી ખુબ જ મુશ્કેલ કાર્ય છે. તેમછતા આપણે હમેશાં શ્રેષ્ઠ દેખાવની અપેક્ષા રાખીએ છીએ, તે કેવી રીતે શકય બને? આજે આ લેખમા અમે તમને એક એવા અસરકારક નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે અનેકવિધ લાભ મેળવી શકો છો.

image source

આ અસરકારક નુસખો છે બદામનું ઓઈલ. ઉચ્ચ ગુણવત્તાયુક્ત તેલ હોવાને કારણે તેમા તમને વિટામિન-ઈ, વિટામિન-એ, ઝીંક અને ઓમેગા-૩ ફેટી એસિડ્સ પુષ્કળ માત્રામાં મળી રહે છે. તેના નિયમિત ઉપયોગથી તમે તમારા મગજ અને હાડકાને એકદમ મજબૂત બનાવી શકો છો અને તમે તમારી થકાવટની સમસ્યાને દૂર કરી શકો છો. આ વસ્તુ તમારી ઊંઘ માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય તે તમારી ત્વચાની સાર-સંભાળ, વાળની સાર-સંભાળ અને રસોઈ માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

Advertisement
image source

આ નોન-ગ્રીસી બદામ ઓઈલ એ આ ઠંડીની ઋતુમા તમારી ત્વચાને નરમ અને કોમળ બનાવી રાખે છે. તેનો ઉપયોગ તમે મોઈશ્ચરાઈઝર તરીકે પણ કરી શકો છો. આ સિવાય તમે તમારા ચહેરા અને શરીર પર મસાજ ઓઈલ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ ઓઇલના નિયમિત ઉપયોગથી તમને અનેકવિધ લાભ પ્રાપ્ત થશે.

image source

જો તમે નિયમિત રાતે સુવા જતા પહેલા તમે તમારા હાથ પર આ ઓઈલને ગરમ કરી તેનાથી માલીશ કરો તો તે આંગળીઓને ખુબ જ વધારે નરમ અને મુલાયમ બનાવી શકે છે. સમય જતા તે તમારા નખને મજબૂત પણ બનાવી શકે છે. આ ઓઇલના નિયમિત ઉપયોગથી તમારી સ્કીન પર રહેલા દાગ પણ દૂર થઇ જાય છે.

Advertisement
image source

આ સિવાય આ ઓઈલ તમારા માથાની ત્વચાની તંદુરસ્તી પણ જાળવી રાખે છે અને સાથે જ તમારા વાળને ઉતરતા પણ રોકે છે. તમારા વાળ કેટલા લાંબા છે? તે મહત્વનું નથી પરંતુ, જો તમે અઠવાડિયામા બે વાર આ ગરમ તેલથી વાળમા માલિશ કરશો તો તમને ખરેખર ફરક પડશે. આ તેલનો નિયમિત ઉપયોગ કરો અને ટૂંક સમયમા જ તમને નરમ અને વ્યવસ્થિત વાળ જોવા મળશે.

image source

શું તમને ખ્યાલ છે કે, એક ચમચી બદામના ઓઈલમા ૨૬ ટકા વિટામીન-ઈ નો સમાવેશ થાય છે? પરંતુ, એટલુ જ નહી તેમા નાની માત્રામા વિટામિન-કે પણ સમાવિષ્ટ થાય છે, જે તમારા હાડકાઓને મજબૂત બનાવવા માટે ખુબ જ જાણીતુ છે. આ બદામનુ ઓઈલ એ તમારા હૃદયરોગના જોખમને ઘટાડવા, વજન ઘટાડવા માટે અને લોહીમા સુગર લેવલને સ્થિર કરવા માટે સહાયરૂપ સાબિત થાય છે.

Advertisement
image source

તમે આ બદામના ઓઇલના ૫-૧૦ ટીપાને ગરમ દૂધમા ઉમેરીને સૂતા પહેલા પી શકો છો અને બાળકોને પણ નાસ્તામા તેનુ સેવન કરાવડાવી શકો છો. આનો સતત ઉપયોગ તમારા મગજને તેજ બનાવે છે અને તમારુ પેટ સાફ રાખવામા મદદ કરે છે. આ ઓઈલનો ઉપયોગ તમે ઘણા વાનગીઓમા ફિનિશિંગ ઓઇલ તરીકે પણ કરી શકો છો. તમે આ ઓઈલનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ કચુંબર બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version