Site icon Health Gujarat

આ ખાસ રીતે રાખો બે મહિનાના બાળકની સંભાળ, નહિં રડે રાત્રે અને સવારમાં ઉઠીને હસી પડશે ખિલખિલાટ

જ્યારે બાળક નાનું હોય,ત્યારે તેને ખુબ જ સંભાળની જરૂર હોય છે.ખાસ કરીને,છ મહિનાથી નાનું બાળક સંપૂર્ણપણે તેમના માતાપિતા પર આધારિત હોય છે.આવી સ્થિતિમાં,તમારે તેની સંભાળ માટે સંપૂર્ણપણે જવાબદાર રેહવું જરૂરી છે.તો ચાલો જાણીએ કે નાના બાળકોની સંભાળ કેવી રીતે રાખવી.

image source

-તમારા બાળકનો સૂવાનો સમય શારીરિક અને માનસિક વિકાસ માટે નિશ્ચિત હોવો જોઈએ.9 થી 12 કલાકની ઊંઘ તેમના માટે ખુબ જ જરૂરી છે અને તે જ સમયે તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તેમનો વિકાસ પૂર્ણ થશે.

Advertisement

-બે મહિનાનું બાળક તમારી વાત પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે અને તેના હાથ અને પગને પણ હલાવવાનું શરૂ કરે છે.આવી સ્થિતિમાં,જો તમે તમારા બાળક સાથે વધુને વધુ વાત કરો છો,તો તે સારી રીતે વિકસશે અને તે જલ્દીથી બોલવાનું પણ શરૂ કરશે.

image source

-બે મહિનાના બાળકને ભૂખ વધુ લાગે છે.આવી સ્થિતિમાં ભૂખ લાગે ત્યારે તેઓ રડે છે.તેથી તમારે તેમના મુદ્દાને સમજવાની જરૂર છે અને જ્યારે તમારું બાળક રડે છે ત્યારે તમારે તેમને દૂધ પીવડાવવું જોઈએ.જો તમારા એક સ્તનમાં દૂધનું ઓછું હોય,તો તમારે તમારા બાળકને બંને સ્તન સાથે સ્તનપાન કરાવવું જોઈએ.

Advertisement
image source

-જયારે બાળક બે મહિનાનું થાય,ત્યારે તેમના નર્વસ સિસ્ટમ્સ પરિપક્વ થાય છે.તેથી ઉત્સુકતાને લીધે ઉત્તેજના અને વધુ થાકના કારણે તે વધુ રડવાનું શરુ કરે છે તેથી,જ્યારે પણ તમારું બાળક રડે,ત્યારે તમારા બાળકનું વિશેષ ધ્યાન રાખો અને તેમની સાથે રહો.

image source

-ચોમાસાની ઋતુ દરમિયાન તમારા બાળકોનું બેડ,તેમના કપડાં અને તેમના રમકડાં હંમેશાં સાફ રાખવા જોઈએ. ચોમાસાની ઋતુમાં તમારા બાળકને ફક્ત આરામદાયક કપડાં જ પેહરાવો.કારણ કે ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજ વધે છે,ઘણા જીવજંતુઓ જન્મે છે.આ જંતુઓ કપડાં દ્વારા તમારા બાળકના સંપર્કમાં આવી શકે છે અને તે જંતુઓ તમારા બાળકમાં પણ આવી શકે છે અને બાળકની ત્વચાને નુકસાન પહોંચાડે છે.તેથી, ચોમાસા દરમિયાન તમારા બાળકની સંભાળ રાખવા માટે તેઓના કપડાં તથા રમકડાં સારી રીતે ધોવા અને સાફ કરવા જોઈએ.સ્વચ્છ અને પાતળા કપડામાં હવા યોગ્ય રીતે આવ-જાવ થઈ શકે છે.આ શિશુને કોઈપણ પ્રકારનો ચેપ લાગવાથી બચાવી શકે છે.

Advertisement
image source

-ચોમાસા દરમિયાન તમારા બાળકની સંભાળ રાખવા માટે તેમના હાથ હંમેશાં સાફ રાખવા જોઈએ.એવું જોવા મળે છે કે બાળકો મોટે ભાગે આંગળીઓ મોમાં નાખ્યા જ કરે છે.તેથી નખની અંદર રહેલી ગંદકી બાળકને નુકસાન પહોંચાડે છે.તેથી બાળકના નખ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.ગંદા નખમાં ઘણા બધા જંતુઓ રહેલા હોય છે.જ્યારે બાળક મોંમાં આંગળી નાખે છે,ત્યારે આ જંતુઓ બાળકના પેટમાં જાય છે.તેના કારણે બાળકોને ઘણા રોગ થઈ શકે છે.

image source

-ચોમાસા દરમિયાન તમારા બાળકની સંભાળ રાખવા માટે લાંબા સમય સુધી બાળકને ડાયપરમાં ન છોડો. કારણ કે ડાયપરના કારણે બાળકોને ફોલ્લીઓ થઈ શકે છે.જે બાળક માટે ખૂબ જ પીડાદાયક છે.વરસાદમાં ભીના ડાયપરમાં હોવાને કારણે બાળકને શરદીની સમસ્યા થવાની પૂરી સંભાવના છે.બાળકે યુરિન કર્યું કે નહીં તેની તાપસ કરવા માટે થોડી-થોડી વર્મા ડાયપર જરૂરથી તપાસો.વરસાદમાં બાળકની સંભાળ લેતી વખતે માતાપિતા તરફથી ક્યાંક ભૂલો થઈ જતી હોય છે.કેટલીકવાર બાળકો ભીના ડાયપરમા જ ઘણો સમય પસાર કરી દે છે અને તેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version