Site icon Health Gujarat

જો તમે શિયાળામાં બાળકોને ખવડાવશો આ વસ્તુઓ, તો ક્યારે નહિં પડે બીમાર અને રહેશે તંદુરસ્ત

શિયાળાના દિવસો શરુ થવાની સાથે જ બાળકોમાં શરદી, કફ અને વાયરલ ફીવર થવાનું જોખમ રહે છે. જો વાત બાળકોના સ્વાસ્થ્યની આવે તો દરેક માતા-પિતાની ચિંતા વધી જાય છે. તેથી ઠંડીના દિવસોમાં તમારા બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે તેમના ખાવા-પીવાની થોડી કાળજી લેવી જરૂરી છે.

બાળકોને ઋતુ અનુસાર ખાવાની કેટલીક વિશેષ ચીજો આપો. જેના દ્વારા તેઓ રોગોથી તો સુરક્ષિત રહેશે જ સાથે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે. શિયાળાના દિવસોમાં ખાવા પીવાની ઘણી નવી ચીજો મળે છે. ફળોથી લઈને શાકભાજી સુધીના ઘણા વિકલ્પો હોય છે. તેથી બાળકોને ઋતુની વસ્તુઓ ખવડાવો.

Advertisement
image source

આવી વસ્તુઓના સેવનથી શરીરને વિટામિન પૂરતા પ્રમાણમાં મળશે, જેથી બાળકોને ઉર્જા મળશે. બાળકો શરીર પ્રત્યે સંવેદનશીલ હોવાથી તેમને એવી વસ્તુઓ ખવડાવો કે જે થોડી ગરમ હોય જેથી તેમને ઠંડી ન લાગે.

બાળકોની સંભાળ લેતી વખતે તેમનો આહાર ચાર્ટ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ચાર્ટ દ્વારા બાળકોણો વિકાસ થાય છે. વધતી ઉમર સાથે બાળકોને દરેક વિટામિન પૂરતા પ્રમાણમાં મળે તેની વિશેષ કાળજી લેવી જરૂરી છે, જેમ કે

Advertisement

નાના બાળકો માટે આહાર ચાર્ટ આવી રીતે બનાવવો

1 થી 5 વર્ષની વયના બાળકોને શું આપવું ?

Advertisement

શિયાળામાં બાળકોને શું ખવડાવવું ?

ઠંડીથી બચવા બાળકોને શું ખવડાવવું ?

Advertisement

આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને બાળકોના ખોરાક વિશે યોજના બનાવીને બાળકોને ખોરાક આપવાથી બાળકો ઓછા બીમાર પડશે અને કોઈ વાયરસની પણ બાળક પર અસર નહીં પડે.

આ ખોરાક આરોગ્યનો ખજાનો છે

Advertisement

બદામનું દૂધ

image source

બાળકોના શારીરિક વિકાસ માટે દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. બાળકનું શરીર ગરમ કરવા માટે દૂધમાં 3 થી 4 બદામ પીસીને નાખો. બદામ ગરમ છે. ઉપરાંત તેમાં વિટામિન ઇ પણ ભરપુર હોય છે. આનાથી બાળકની ત્વચા અને વાળ સારા બનશે. તમે આ દૂધમાં બે નાની એલચી અને એક ચપટી કાળા મરી પણ નાખી શકો છો. આ દૂધનું સેવન કરવાથી બાળકને ઠંડી નહીં લાગે ઉપરાંત તેની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહેશે.

Advertisement

ડ્રાયફ્રુટ

image source

શિયાળાની ઋતુમાં બાળકને પલાળેલા કાજુ, કિસમિસ, બદામ, પિસ્તા અને અખરોટ આપવા જોઈએ. મોટા બાળકોને બે ચમચી પેસ્ટ ખવડાવવી જોઈએ. તેવી જ રીતે નાના બાળકોને એક ચમચી પેસ્ટ ખવડાવવી જોઈએ. ડ્રાયફ્રૂટમાં હાજર વિટામિન એ, ઇ, પ્રોટીન, આયરન વગેરે પોષક તત્વો શરીરને મજબૂત બનાવવામાં મદદ કરશે.

Advertisement

ડ્રાયફ્રૂટના સેવનથી શરીર ગરમ થશે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે. જે વાયરલ તાવ અને ઉધરસ-શરદીનું જોખમ ઘટાડશે. ડ્રાયફ્રુટ ખાવાથી બાળકોનાં હાડકાં પણ મજબૂત બને છે. કારણ કે તેમાં કેલ્શિયમ પણ જોવા મળે છે.

દરરોજ ઈંડાનું સેવન કરો

Advertisement
image source

ઠંડીના દિવસોમાં ઈંડાનું સેવન કરવું જ જોઈએ, જેથી શરીર અંદરથી ગરમ થાય.તમે તેને ઉકાળીને અથવા ઓમેલેટ બનાવીને બાળકોને આપી શકો છો. તેની અસર ગરમ છે. તેથી દરરોજ એક ઇંડાનું સેવન કરવાથી બાળકને શરદીથી બચાવવામાં આવશે. જો કે નાના બાળક માટે અડધો ખોરાક જ પૂરતો છે.

ઇંડામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન એ અને ડી હોય છે. તેને ખાવાથી શરીરને પોષણ મળે છે. અન્ય શારીરિક સમસ્યાઓ પણ તેનાથી દૂર થાય છે. તે બાળકોના વિકાસમાં પણ મદદ કરે છે. ઈંડાનું સેવન કરવાથી વાળ અને ત્વચા સારી રહે છે.

Advertisement

બ્રોકોલી સૂપ

image source

શિયાળાની ઋતુમાં બ્રોકોલી ખૂબ તાજી હોય છે. કોબી જેવી દેખાતી દરેક લીલી શાકભાજી સ્વાસ્થ્યનો ખજાનો હોય છે. તેમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેથી તે બાળકોના શારીરિક વિકાસ માટે ખૂબ આરોગ્યપ્રદ છે. બાળકોને બ્રોકોલી સૂપ પણ આપવું જોઈએ.

Advertisement

તમે રોટલીની સાથે બાળકને બ્રોકોલીનું શાક પણ ખવડાવી શકો છો. જોકે તેમાં તેલ-મસાલા ના ઉમેરશો, તે પોષક તત્વોનો નાશ કરી શકે છે. બ્રોકોલી ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે. બ્રોકોલી આંખોની દ્રષ્ટિ વધારવા માટે પણ ફાયદાકારક છે.

વેજીટેબલ સૂપ

Advertisement
image source

શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારની શાકભાજી આવે છે. ટમેટા, ગાજર, પાલક વગેરેને ભેળવીને બાળકને મિક્સ વેજ સૂપ આપવું જોઈએ. તેમાં કાળા મરી, આદુ અને લસણ વગેરે ઉમેરવાથી આ સૂપનો સ્વાદ વધશે. તેમજ તે શરીરને ગરમ રાખવામાં મદદ કરશે. સૂપ પીવાથી શ્વસન માર્ગમાં થતી અવરોધ પણ દૂર થશે. કારણ કે તેને ગરમ-ગરમ પીવાથી શરીરમાં તાજગી મળશે. આ સૂપ્નું સેવન કરવાથી શરીરમાં થતી પાણીની ઉણપ પણ દૂર થશે.

ગાજર અથવા બદામનો હલવો

Advertisement
image source

દેશી ઘીમાં બનાવેલો હલવો સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે તે શરીરને શક્તિ પણ આપે છે. તેથી શિયાળામાં બાળકોને અઠવાડિયામાં એકવાર બદામ અથવા ગાજરનો હલવો ખવડાવવો જોઈએ. તેમાં રહેલા વિટામિન એ, ઇ અને પ્રોટીન સહિતના અન્ય પોષક તત્વો શરીરને મજબૂત બનાવે છે.
આ હલવો સંપૂર્ણ માઇલ માનવામાં આવે છે. તેથી તે બાળકોને સવારના નાસ્તામાં અથવા બપોરના ભોજનમાં આપી શકાય છે. હલવામાં મીઠાસ ઉમેરવા માટે ખાંડનો ઉપયોગ કરવાનું ટાળો. તેના બદલે તમે ગોળ અથવા મધનો ઉપયોગ કરી શકો છો.

ગોળ અને મગફળી

Advertisement
image source

શિયાળા દરમિયાન ગોળ-મગફળીનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. તેની અસર ગરમ હોય છે. જેના કારણે શરીર અંદરથી ગરમ થાય છે.ગોળ-મગફળી શરદી અને કફ જેવી સમસ્યાથી બચાવે છે. આમાં રહેલા વિટામિન સંધિવા અને પાંસળીના દુખાવાથી પણ રક્ષણ આપે છે. નાના બાળકોને મગફળી ઓછી માત્રામાં આપો કારણ કે તેમાં વિટામિન ઇ વધારે હોય છે. તેથી તે બાળકોના પાચનમાં અસર કરી શકે છે. આ ખવડાવતા સમયે ગોળની સામગ્રી વધારે રાખો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

Advertisement
image source

શિયાળાની ઋતુમાં બાળકોના આહારમાં મોસમી વસ્તુઓનો સમાવેશ કરો. જેથી તેઓ બધા વિટામિન્સ મેળવી શકે. આ સિવાય બાળકોને એવી વસ્તુઓ ખવડાવો જે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. શિયાળા દરમિયાન ઘણા પ્રકારના શાકભાજી હોય છે, તેથી તે શાકભાજીનો ઉપયોગ તમે સૂપ તરીકે પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version