Site icon Health Gujarat

શું તમારા બાળકમાં ક્યારે દેખાય છે આવા લક્ષણો? તો ચેતી જજો, નહિં તો મુકાશો અનેક મુશ્કેલીઓમાં

માતાપિતા તરીકે તમારી જવાબદારી છે કે તમે ફક્ત દરેક રીતે તમારા બાળકની સંભાળ જ નહીં,પરંતુ તેમાં થતા ફેરફારોને પણ અવગણશો નહીં.કારણ કે કેટલીક વખત નાની નાની બાબતો એ કોઈ ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.

બાળકો તેમના માતાપિતાની ખૂબ નજીક હોવા છતાં ઘણીવાર તેમના પોતાના નજીકના લોકો સાથે વાત કરવામાં અસમર્થ હોય છે.તેઓ અંદરથી મૂંઝાતા રહે છે.આ તેમની માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્યને વધુ અસર કરે છે.આવી સ્થિતિમાં,તમારે તમારા બાળકની પરિસ્થિતિ જાતે સમજવી પડશે.જો તમે તમારા બાળકમાં કેટલાક ફેરફારો જોવો છો,જેમ કે તે અસ્વસ્થ લાગે છે,તો તેને સમજવાનો પ્રયાસ કરો.તે જાણવાનો પ્રયાસ કરો કે શું તે ગેરવર્તન અથવા જાતીય સતામણીનો શિકાર બની રહ્યો છે.અહીં અમે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું,તે તમારા બાળકના મૂડને સમજવામાં તમારી સહાય કરશે.

Advertisement
image source

બાળકો તોફાની હોવા ઉપરાંત ખૂબ જ વાતો કરવાવાળા પણ હોય છે.આવી સ્થિતિમાં જો તમારા બાળકમાં બદલાવ જોશે કે તેણે વાતો કરવાનું ઓછું કરી નાખ્યું છે અને તે ચૂપ-છાપ રહે છે,તો પછી તે કોઈ સમસ્યાથી ઘેરાયેલા હોઈ શકે છે,તેથી તેની સાથે વાત કરો અને તેની સમસ્યા શોધવા પ્રયાસ કરો.

image source

બાળપણમાં ખૂબ જ ઊંઘ આવતી હોય ​​છે અને તે આરોગ્યની દ્રષ્ટિએ સારું માનવામાં આવે છે,પરંતુ જો તમારું બાળક યોગ્ય રીતે સૂઈ શકતું નથી,તો તે ચિંતાનો વિષય બની શકે છે.આનું કારણ તેમના ખરાબ સ્વપ્નો પણ હોય શકે છે.આવી સ્થિતિમાં,તેની વાસ્તવિક સમસ્યા શું છે તે શોધવાનો પ્રયાસ કરો.

Advertisement
image source

જો તમારું બાળક જીદીલુ અથવા ગુસ્સામાં રહેતું હોય છે,તો તેને સમસ્યા હોય શકે છે અને તે અંદરથી મુઝાતું પણ હોય છે.આવા સમયે,તેના પર ગુસ્સો ન કરો,પરંતુ તેની પરિસ્થિતિ સમજો કે અચાનક શા માટે તેનામાં આટલો ગુસ્સો અને જીદ આવી ગઈ છે.તેની વાતો સમજી તેને સમજવાનો અને તેમની વાતનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરો.

image source

બાળકોમાં એવી લાગણી હોય છે કે તેઓ અન્ય બાળકો સાથે રમવાનું પસંદ કરે છે,તેમની વચ્ચે રહે છે. આવું કરવાથી તેઓ ખુશ થાય છે.આવી સ્થિતિમાં,જો તમારું બાળક આ કરતા અલગ વર્તન કરે છે,તો તે અન્ય બાળકોથી અંતર રાખી રહ્યું છે,તો તમારે તેને ગંભીરતાથી લેવું જોઈએ.બાળકને પ્રેમથી સમજાવો,તેના મુદ્દાને જાણવાનો પ્રયત્ન કરો અને તેને એકલા છોડશો નહીં.

Advertisement
image source

જો તમારું બાળક અચાનક કોઈ ચોક્કસ વ્યક્તિથી ડરવા લાગે છે અને લોકોને મળવાનું બંધ કરે છે,તો પણ તમારે તે જાણવાની કોશિશ કરવી જોઈએ કે તેનું વર્તન કેમ બદલાઇ રહ્યું છે અને તે લોકોથી કેમ ડર છે.શક્ય છે કે કોઈ રીતે બાળક સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હોય.આ બાબતને માતા-પિતાને ગંભીરતાથી લેવી જોઈએ.

image source

જો તમારું બાળક નાની-નાની વાતો માં રડવા લાગે અથવા તો કોઈપણ વાતમાં દુઃખી થઈ જાય,તો તમારા બાળકની આ આદતને તમારે ગંભીરતાથી લેવી જરૂરી છે.કારણ કે આવું ત્યારે જ શક્ય છે,જયારે બાળક અંદરથી દુઃખી હોય અથવા તો તેના મનમાં એવી ગાંઢ બંધાય ગઈ હોય છે,કે તેમને કોઈ પ્રેમ જ નથી કરતું.તેથી આવી બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version