Site icon Health Gujarat

ભૂલ્યા વગર બાળકને આ ખાસ સમયે પીવડાવો પાણી, નહિં પડે જલદી બીમાર અને બનશે મજબૂત

નાના બાળકોએ પાણી પીવાનું ક્યારે શરૂ કરવું જોઈએ ? આ પ્રશ્ન લગભગ બધી માતાઓને પજવે છે.કારણ કે સ્તનપાનમાં લગભગ 90 ટકા પાણી હોય છે,તેથી જ નવજાત શિશુઓ તેમના શરૂઆતના દિવસોમાં પાણી આપવામાં આવતું નથી.આ સ્થિતિ મે અથવા જૂનની જેમ ઉનાળાની ઋતુમાં પણ લાગુ પડે છે,કારણ કે માતાનું દૂધ તેમને સંપૂર્ણપણે હાઇડ્રેટેડ રાખે છે.ઘણા સંશોધન એ પણ દર્શાવે છે કે માતાના દૂધમાં બાળકોમાં પાણીની અછતને પહોંચી વળવા સાથે સાથે તમામ જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં આવે છે અને લગભગ 6 મહિના સુધી બાળકો ફક્ત માતાના દૂધ પર જ આધાર રાખે છે.

image soucre

ડોક્ટરોના મતે નાના બાળકોના વિકાસ માટે માતાનું દૂધ એ સંપૂર્ણ આહાર છે.માતાનું દૂધ બાળકો માટે ખુબ જ ફાયદાકારક માનવામા આવે છે.માતાના દૂધમાં પહેલા હિંડમિલ્ક આવે છે જેમાં ચરબી હોય છે અને તે પછી ફોરમિલ્ક આવે છે,તેમાં પાણી હોય છે જે બાળકની તરસને દૂર કરે છે.બાળકોને પાણી અને ચરબી બંને આપવી જરૂરી છે તેથી બાળકોને માતાના બંને સ્તનમાંથી દૂધ આપવું જરૂરી છે.એક બાજુથી સંપૂર્ણ દૂધ પીવડાવ્યા પછી જ તેમને બીજી બાજુ પીવડાવવું જોઈએ.જો આવી રીતે કરવામાં ન આવે,તો બાળકને સંપૂર્ણ પોષક તત્ત્વો મળતા નથી.

Advertisement

બાળકોને ક્યારે પાણી આપવું જોઈએ ?

1.જ્યારે બાળક 4 મહિનાનું થાય,ત્યારે તમે તેને દિવસમાં એક કે બે વાર બે થી ત્રણ ચમચી પાણી આપી શકાય છે.

Advertisement
image source

2. જ્યારે પણ બાળક નક્કર ખોરાક લેવાનું શરૂ કરે છે,તો પછી તમે તેને પીવા માટે પાણી આપી શકો છો.જેથી બાળકોને કબજિયાતની સમસ્યા ન થાય.

image source

3. 6 મહિના પછી બાળકો માતાનું દૂધ અને પાણી બંને સાથે આપી શકો છે.પાણી પીવડાવતા પેહલા એકવાર તમારા બાળકોના ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.

Advertisement

6 થી 12 મહિનાના બાળકોને કેટલું પાણી આપવું જોઈએ ?

image source

6 થી 12 મહિનાની ઉંમરના બાળકોને વધારે પાણીની જરૂર હોતી નથી.6 થી 12 મહિનાનાં બાળકો દરરોજ 118.294 મિલી પાણી પી શકે છે.જો બાળક વધુ એક્ટિવ રહે છે,તો પાણીની માત્ર થોડી-થોડી વધારી શકાય છે.

Advertisement

એક વર્ષથી વધુ ઉંમરના બાળકોને કેટલું પાણી આપવું જોઈએ ?

image source

જ્યારે બાળક એક વર્ષથી વધુ વયનું હોય,ત્યારે તે દૂધ ઓછું પીવે છે.કારણ કે તે ખોરાક લેવાનું શરૂ કરે છે,જેના કારણે બાળકને વધુ પાણીની જરૂર પડે છે.સંશોધન દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક વર્ષથી વધુ ઉંમરના બાળકોને દરરોજ આશરે 1.3 લિટર પાણીની જરૂર પડે છે.તેમાં અન્ય સ્રોતોના પાણીનો પણ સમાવેશ થાય છે.

Advertisement

બાળકોને હંમેશા શુધ્ધ પાણી આપો

image source

જ્યારે પણ બાળકો પાણી પીવે ત્યારે માત્ર તેમને શુધ્ધ પાણી જ આપો.ઉકાળેલું પાણી બાળકો માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.બાળકોને શુદ્ધ અને ફિલ્ટર પાણી ન આપવાથી બાળકોમાં અનેક પ્રકારના રોગ થવાનું જોખમ વધે છે.

Advertisement

જાણો 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને પાણી પીવડાવવાથી શું નુકસાન થાય છે ?

image source

6 મહિનાથી ઓછી ઉંમરના બાળકો માટે માતાનું દૂધ જ જરૂરી છે.બાળકને 6 મહિના પહેલા પાણી ન આપવું જોઈએ કારણ કે જો બાળક 6 મહિનાથી નાનું હોય અને તમે પાણી આપો તો બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ આવી શકે છે.માતાના દૂધમાં પોષક તત્વો હોય છે જેમાંથી બાળકના શરીરનો વિકાસ થાય છે.તેથી,6 મહિના સુધી બાળકોને પાણી આપવાનું ટાળવું જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version