Site icon Health Gujarat

કોવિડ -19 બાળકોમાં Paralysis Attackનું બની શકે છે કારણ, ચેતો અને આ વિશે જાણો વધુમાં

કોરોના વાયરસ (કોવિડ -19) થી ઠીક થયેલા દર્દીઓમાં હવે અન્ય રોગોના લક્ષણો જોવા મળી રહ્યા છે. પેહલા કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસ જેવા ફંગલ ઇન્ફેક્શન જોવા મળતા હતા અને હવે બાળકોમાં પેરાલીસીસ એટેક જેવી સમસ્યા જોવા મળે છે.

8 દેશોના 98 બાળકો પર સંશોધન થયું છે

Advertisement
image source

એક સંશોધનમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ન્યુરોલોજીકલ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમણે 8 દેશોના 38 કોરોના પોઝિટિવ બાળકોની પસંદગી કરી, જેમાં ફ્રાન્સના 13, અમેરિકા 5, યુકેના 8, બ્રાઝિલના 4, અર્જેન્ટિના ના 4, ભારતના 2 અને પેરુ અને સાઉદી અરેબિયાના 1-1 બાળકોને સંશોધન માટે પસંદ કરવામાં આવ્યા હતા.

મોટાભાગના બાળકોમાં કોરોનાનાં લક્ષણો જોવા ના મળ્યા

Advertisement
image source

આ સંશોધનમાં ભાગ લેનારા બાળકોમાં કોરોના (કોવિડ -19) જેવા કે કફ, શરદીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ સિવાય કોરોના થવા પર અને અન્ય કોઈ ચેપના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી થવાથી 4 બાળકોનાં મોત થયા હતાં.

પેરાલીસીસ એટેકથી 2 બાળકોના મોત થયા હતા

Advertisement

સંશોધન દરમિયાન, તે બહાર આવ્યું કે 38 માંથી 2 બાળકો પેરાલીસીસ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે. આ બાળકોમાં કોરોના ચેપ કરોડરજ્જુના હાડકા સુધી પહોંચ્યો હતો. તેનાથી કરોડરજ્જુના હાડકામાં સોજો આવ્યો હતો અને બાળકોને પેરાલીસીસ એટેક આવ્યો હતો જેથી તેમનું મોત થયું. સંશોધન કરતા સંશોધનકારો કહે છે કે પેરાલીસીસ એટેકના કેસો બાળકોમાં ઓછા હોય છે, પણ એ સમજવું પણ જરૂરી છે કે આ બધા બાળકોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.

તમારા બાળકને કોરોનાથી દૂર રાખવા અને તેમની કાળજી રાખવા આ રીત અપનાવો.

Advertisement
image soucre

– કોરોનાથી આપણે વધુ સાવચેત રેહવાની જરૂર છે. કારણ કે કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિ અથવા બાળકના શરીર પર વાયરસ કેવી રીતે અસર કરશે, તે કોઈને ખ્યાલ નથી. કારણ કે તે દરેક વ્યક્તિની પ્રતિરક્ષા પર આધારીત છે, પરંતુ આપણે આપણા ઘરના બાળકો અને વૃદ્ધોની વધુ કાળજી રાખવાની જરૂર છે. જે વ્યક્તિ પહેલાથી જ કોઈ રોગની ચપેટમાં છે, તેમણે કોરોનાથી વધુ સાવચેત રેહવાની જરૂર છે.

– બાળકો ભલે ગમે તેટલા તોફાની હોય, પરંતુ નવી વસ્તુઓ શીખવાની અને સમજવાની તેમની ઝડપ ઘણીવાર વૃદ્ધ લોકો કરતા વધુ સારી હોય છે. તેથી બાળકોને કોરોના અને તેની તીવ્રતા વિશે કહો અને સમજાવો.

Advertisement
image source

– તમારા બાળકને માસ્કની ઉપયોગિતા જેવી બધી બાબતો સમજાવો, જેમ કે માસ્ક કેમ પહેરવું જરૂરી છે અને તે આપણને કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રાખે છે. બાળક તમારી બધી બાબતોને ગંભીરતાથી સમજશે. ફક્ત તેને વારંવાર યાદ કરાવતા રહો.

– બાળકને ખોરાક ખાતા પહેલા અથવા બહારથી ઘરમાં આવીને તરત જ હાથ ધોવા અને ચહેરો સ્પર્શ કરતા પહેલા હાથને શુદ્ધ કરવા વિશે કહો. બાળકને પોકેટ સેનિટાઈઝર આપો. જેને તે તેની પાસે રાખી શકે છે અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકે.

Advertisement
image source

– જો બાળક ફાસ્ટ ફૂડનો આગ્રહ કરે, તો પછી તેને આ ખોરાક દ્વારા થતાં નુકસાન અને કોરોના ચેપ વિશે કહો. બાળકને તંદુરસ્ત આહાર અને તેના ફાયદા વિશે વિગતવાર માહિતી આપો. જેથી તમારું બાળક સ્વસ્થ રહી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version