Site icon Health Gujarat

ટીક-ટોક વિડીયો અને વિડીયો ગેમ વગર નથી રહેતા બાળકો ? તો ખતરામાં છે તેમનું નાનપણ.

ટીક-ટોક વિડીયો અને વિડીયો ગેમ વગર નથી રહેતા બાળકો ? તો ખતરામાં છે તેમનું નાનપણ.

યુનીવર્સીટી ઓફ મોન્ટ્રીયાલ દ્વારા કરવામાં આવેલ એક રીસર્ચમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા અને ટેલીવિઝનના કારણે બાળકો ડીપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે.

Advertisement
image source

સોશિયલ મીડિયા અને ગેજેટ્સ આજે મનુષ્યની જિંદગીની સૌથી વધારે જરૂરીયાતોમાં સામેલ થઈ ગયા છે, પરંતુ આપણી આ જ જરૂરિયાત આપણા બાળકોની જિંદગી સાથે છેડછાડ કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર બાળકો પર એક ખાસ રીસર્ચ કરવામાં આવી છે. જેના વિષે જાણ્યા પછી કદાચ આપની ચિંતા પણ વધી જશે.

યુનીવર્સીટી ઓફ મોન્ટ્રીયાલ દ્વારા કરવામાં આવેલ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, સોશિયલ મીડિયા અને ટેલિવિઝનના કારણે બાળકો ડીપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે. આ ડીપ્રેશનના કારણે વિદ્યાર્થીઓ પોતાના સુધી જ મર્યાદિત થતા જઈ રહ્યા છે. શોધમાં મળી આવ્યું છે કે, ટીનેજર્સ રોજના સરેરાશ ૯ કલાક ઓનલાઈન વિતાવી રહ્યા છે. ઉપરાંત ૯ કલાક ઓનલાઈન વિતાવવાની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડી રહી છે.

Advertisement

આવી રીતે રાખો બાળકોનું ધ્યાન.:

Advertisement

યુનિવર્સીટી ઓફ મોન્ટ્રીયાલના શોધકર્તાઓનું કહેવું છે કે, બાળકો સાથે જોડાયેલ આ રીસર્ચ પછી તેમનું ધ્યાન રાખવું વધારે જરૂરી થઈ ગયું છે. જો આપ પણ સોશિયલ મીડિયાના કારણે થનાર ડીપ્રેશનથી પોતાના બાળકોને બચાવવા ઈચ્છો છો તો તેમની રોજીંદી ગતિવિધિઓ પર ધ્યાન આપવાનું શરુ કરી દો. આના સિવાય કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દિવસની એક્ટીવીટીને મોનીટર કરવાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી આપ સોશિયલ મીડિયા પર વિતાવેલ સમયની નોંધણી કરી શકો છો.

ડીપ્રેશનના કારણે વધી રહી છે ઘટનાઓ.:

Advertisement

આપને જણાવી દઈએ કે ડીપ્રેશન અને અન્ય દિમાગી બીમારીઓ ટીનેજર્સ માટે વધારે પડતી ખતરનાક બનતી જઈ રહી છે. એક શોધ મુજબ દર ૧૦૦ મિનીટ એટલે કે એક કલાક અને ૪૦ મિનીટમાં એક ટીનેજર આત્મહત્યા કરી રહ્યો છે. મોટાભાગના ટીનેજર્સ ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી રહ્યા છે.

૪૦૦૦ વિદ્યાર્થીઓ પર ચાર વર્ષ સુધી કરવામાં આવી રીસર્ચ.:

Advertisement

આ શોધ ચાર વર્ષ સુધી ચાર હજાર વિદ્યાર્થીઓ પર કરવામાં આવી છે. ૧૨ થી ૧૬ વર્ષની ઉમરના વિદ્યાર્થીઓ ઉપર આ શોધ આધારિત છે શોધકર્તાઓને જોવા મળ્યું છે કે, વિદ્યાર્થી દર વર્ષ તેના પાછળના વર્ષની તુલનામાં વધારે સમય સોશિયલ મીડિયા અને ટીવીની સાથે વિતાવી રહ્યા છે. વર્ષ દર વર્ષ તેમનામાં ડીપ્રેશન પણ વધતું જોવા મળે છે.

Advertisement
Advertisement
Exit mobile version