Site icon Health Gujarat

પેટમાં બળતરા અને ગેસ થવા પાછળ આ લક્ષણો છે જવાબદાર, જાણો આ ઘરેલુ ઉપચારો વિશે

અમુક લોકો પેટમાં બળતરા, પેટમાં ગરમી, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓથી હેરાન હોય છે. ઘણીવાર રાત્રે સૂતા પહેલા વધારે તેલવાળું કે મસલાવાળું ભોજન કરવાથી આ તકલીફ થવા લાગે છે. પેટની ગરમી સારી નથી હોતી. પેટની ગરમી અનવ બળતરા, ગેસ, કબજિયાત જેવી સમસ્યાને અવગણવી ન જોઈએ. એની સારવાર સમયસર ન કરવામાં આવે તો તમને પેટ સંબંધિત અન્ય તકલીફો થઈ શકે છે. તમે આની સારવાર દવાઓ ઉપરાંત ઘરેલુ ઉપાય દ્વારા પર કરી શકો છો. ચોમાસામાં જ્યારે એસીડીટીની તકલીફ થાય તો અપનાવો આ ઘરેલુ ઉપચાર, જલ્દી જ મળશે આરામ.
પેટની ગરમી અને બળતરાનું કારણ.

image source

પેટમાં એક પ્રકારનું એસિડ બને છે. જ્યારે પેટમાં આ એસિડ વધારે પ્રમાણમાં બનવા લાગે છે તો એના કારણે પેટમાં ગરમી અને બળતરાની તકલીફ શરૂ થઈ જાય છે. પેટમાં બનતો આ એસિડ ભોંજનને પચાવવામાં મદદ કરે છે. જ્યારે આ એસિડનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધારે થી જાય છે ત્યારે પેટમાં દુખાવો, બળતરા અને ગેસ બનવા લાગે છે. પેટમાં બળતરા ત્યારે પણ થાય છે જ્યારે તમારા દ્વારા ખાવામાં આવેલો ખોરાક સરખી રીતે પચ્યો ન હોય. એનાથી એસીડીટીની સમસ્યા શરૂ થઈ જાય છે. જો કે અન્ય કારણોસર પણ પેટમાં બળતરા અને ગરમી વધવાની તકલીફ થઈ શકે છે.

Advertisement

પેટમાં બળતરાના અન્ય કારણો.

તેલવાળું અને વધારે મસલાવાળું ભોજન કરવું.

Advertisement
image source

અઠવાડિયામાં બે ત્રણ દિવસ માંસનું સેવન કરવું.

દારૂ, સિગરેટનો વધુ પડતો ઉપયોગ કરવો.

Advertisement

ઘણીવાર દવાઓના સેવનના કારણે પણ પેટમાં બળતરા થવા લાગે છે.

ગમે ત્યારે ભોજન કરવું.

Advertisement

ચા કોફી વધારે પીવી.

image source

પેટની બળતરા અને ગરમીના લક્ષણો.

Advertisement

છાતી અને ગળામાં બળતરા થવી.

શ્વાસ લેવામાં તકલીફ પડવી.

Advertisement

મોઢામાં ખાટું પાણી કે ખાટાં ઓડકાર આવવા.

ઉલટી જેવું થાય અને બેચેની લાગે.

Advertisement
image source

પેટમાં દુખાવો થવો

પેટ ફુલેલું ફુલેલું લાગે.

Advertisement

કબજિયાતની તકલીફ

એસીડીટીની તકલીફ

Advertisement

પેટની બળતરા દૂર કરવાના ઘરેલુ ઉપાય.

એપલ સાઈડર વિનેગર.

Advertisement
image source

એપલ સાઈડર વીનેગરમાં રહેલું એલ્કલાઇઝિંગ ઇફેક્ટ પેટમાં એસિડ લેવલને બેલેન્સ રાખવામાં મદદ કરે છે. એના સેવનથી પેટમાં વધુ ગેસ નથી બનતો. ગેસના લીધે પેટમાં દુખાવાની તકલીફ થાય છે. 1થી 2 ચમચી એપલ સાઈડર વીનેગરને હુંફાળા પાણીમાં ભેળવી લો. એમાં એક ચમચી મધ પણ નાખી શકો છો. આ ડ્રિન્કને દિવસમાં એકથી બે વાર જરૂર પીવો.

તુલસીના પાન.

Advertisement
image source

તુલસીના ચાર પાંચ પાનને ચાવીને ખાવાથી પેટમાં પાણીનું પ્રમાણ વધે છે. એનાથી પેટમાં વધુ પ્રમાણમાં એસિડ નથી બનતું. ભોજન કર્યા પછી 4 થી 5 તુલસીના પાનને ચાવીને ખાઓ. પેટમાં બળતરા, ગેસની તકલીફથી બચી શકશો.

ઈલાયચી.

Advertisement
image source

ઈલાયચી ઠંડી હોય છે. એને ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થવાની સાથે સાથે શ્વાસ પણ તાજગીભરેલો બને છે. ઇલાયચીના સેવનથી વધારે પડતું એસિડ નથી બનતું અને એનાથી પેટમાં ઠંડક રહે છે.

ફુદીનો.

Advertisement
image source

ફુદીનાના પાનમાં પણ ઘણા એવા તત્વો રહેલા છે જે પેટમાં એસિડને વધુ નથી બનવા દેતા. પાચનતંત્રને મજબૂત બનાવે છે. ફુદીનાના પાનને તમે ચાવીને પણ ખાઈ શકો છો કે પછી શરબત બનાવીને એને પી શકો છો. ચટણી બનાવીને એને ખાઈ શકો છો. એના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી પેટમાં ઠંડક રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version