Site icon Health Gujarat

ભૂલથી પણ સ્નાન કરતી વખતે ના કરો આ ભૂલો, નહિં તો સમય કરતા પહેલા પડી જશો બીમાર

ઘણા લોકો દિવસમાં 2 વાર તો સ્નાન કરે જ છે.આ આદત સારી છે,કારણ કે સવારના આખો દિવસ દોડા-દોડી કર્યા પછી રાત્રે ઘરે આવીને નાહવાથી આખા દિવસનો થાક દૂર થાય છે.આ સિવાય પણ અત્યારના ચાલતા કોરોનાના સમયમાં તો ઘણા લોકો ડરના કારણે પણ જયારે બહાર જાય છે,ત્યારે ઘરે પાછા ફરીને પેહલા નાહવા જાય છે.આ આદતો તમે તમારા બચાવ માટે કરી રહ્યા છો,પણ શું તમે જાણો છો કે બચાવ માટે અપનાવેલી નાહવાની આદતમાં ભૂલ કરવાથી તમારા માટે જોખમનું કારણ બની શકે છે.

image soucre

અમે એવું નથી કહી રહ્યા કે નાહવાની આદત ખોટી છે,પરંતુ ખોટી રીતે નાહવાની આદત ખોટી છે.ઘણા લોકો ગરમ પાણીથી નાહવાનું પસંદ કરે છે,તો ઘણા લોકો ઠંડા પાણીથી.જો કે ઠંડા પાણીથી નાહવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારું જ છે.નાહવાથી આપણા શરીરનો થાક અથવા શરીર પર રહેલી ગંદકી દૂર થાય છે,પણ ત્યારે કરેલી ભૂલો માટે આપણે જીવનભર પસ્તાવું પડે છે.તેથી નાહવા સમયે અહીં જણાવેલી ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ.

Advertisement
image source

-ઘણા લોકો વાળ પરનો ખોડો દૂર કરવા માટે આંગળીઓના નખનો ઉપયોગ કરે છે,પણ તમારા આ તીક્ષણ નખ તમારા માથાની ચામડીને નુકસાન કરી શકે છે.તેથી તમે જયારે પણ તમારા વાળ ધોવો,ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તીક્ષણ નખના કારણે તમારા માથાની ચામડીને કોઈ નુકસાન ન થાય.આ આદત તમારા માથાની ચામડીને તો નુકસાન પોંહચાડે જ છે,પણ સાથે તમારા વાળ ખરવાનું કારણ પણ બને છે.

image source

-ભલે ગરમ પાણીથી નાહવાથી શરીરની થાક દૂર થાય છે,પણ વધુ સમય માટે ગરમ પાણીથી નાહવાથી ત્વચાનું મોશ્ચ્યુરાઇઝર દૂર થાય છે,જેના કારણે તમારી ત્વચામાં ભેજ અદૃશ્ય થઈ જાય છે.તેથી તમારી ત્વચાનું મોશ્ચ્યુરાઇઝર જાળવવા માટે ઠંડા પાણીથી નાહવાનું રાખો અથવા જો તમને ગરમ પાણીની જ આદત હોય,તો ગરમ પાણીથી નાહવું,પણ માત્ર થોડા સમય માટે જ.

Advertisement
image source

-નાહવા માટે તમારે યોગ્ય સાબુ પસંદ કરવો જરૂરી છે.જો તમે એવા સાબુનો ઉપયોગ કરો છો જે તમારી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે,તો તરત જ તે સાબુનો ઉપયોગ બંધ કરો અને શરીરને શુદ્ધ કરવા માટે એક સારા બોડી ક્લીન્સરનો ઉપયોગ કરો.બોડી ક્લીન્સર તમારી ત્વચાનો ગ્લો વધારે છે અને તમારી નિર્જીવ ત્વચા એકદમ નરમ અને સુંદર બનાવે છે.

image source

-જો તમે નાહવા સમયે શાવર જેલનો ઉપયોગ કરો છો,તો તે તમારી ત્વચાને નરમ અને ભેજવાળી રાખશે.પરંતુ જો તમે દરરોજ તમારા લૂફાને સાફ નહીં કરો,તો તે તમારા શરીરની સફાઈ કરવાના બદલે તમારા શરીરમાં રહેલી ગંદકી અને જંતુઓમાં વધારો કરશે.તો દરરોજ નહાવા પછી તમારા લૂફાને પણ જરૂરથી સાફ કરો અને સાફ કર્યા પછી તેને એવી જગ્યા પર રાખો જ્યાં તે બરાબર સુકાય જાય.કારણ કે સાફ કરીને લુફાને તમે ભીની જગ્યા પર મૂકી દેશો તો તેમાં રહેલા જંતુઓનો વધારો થશે.

Advertisement
image source

– માત્ર નાહવા સમયે જ નહીં,પણ નહા્યા પછી પણ તમારી ત્વચાની અને તમારા શરીરની કાળજી લેવી ખુબ જરૂરી છે.તમે નહા્યા પછી તરત જ મોઇશ્ચરાઇઝર લગાવો.કારણ કે શરીરના રંગને જાળવવા અને શરીરને નરમ રાખવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે,જ્યારે નહા્યા પછી તમે થોડા ભીના હો,ત્યારે જ મોઇશ્ચરાઇઝર તમારા શરીર પર લગાવો અને મોઇશ્ચરાઇઝરનો એક જ સમયે લગાવો,જેથી શરીર મોઇશ્ચરાઇઝરને બરાબર શોષી લે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version