Site icon Health Gujarat

જો તમે મોં ધોવા માટે સાબુ કે ફેશ વોશનો ઉપયોગ કરો છો તો કરી દેજો બંધ, જાણો તેની પાછળ શું છે કારણ

ચહેરાને સાફ કરવા માટે આપણે સામાન્ય રીતે ફેસવોશ અથવા સાબુનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સાબુ અને ફેસવોશમાં ત્વચાને નુકસાન પહોંચાડતા ઘણાં રસાયણો હોય છે. ઘણી વખત આપણે ચહેરો ખીલી ઉઠે તે માટે જાત જાતના ફેસવોશ અને સાબુનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણે જાણતા નથી હોતા કે આ સાબુ કે ફેસવોશ આપના ચહેરાને થોડા સમય માટે સારા કરી શકે છે પણ લાંબા ગાળે આ વસ્તુમાં રહેલ રસાયણ ચહેરાની ત્વચાને ખુબજ નુકશાન પહોંચાડે છે.

image source

આ ઉપરાંત આ રસાયનના પણ કેટલાક સાઈડ ઇફેક્ટ રહેલ હોય છે. જે ચહેરા પર ખીલ, ડાઘ, કે ત્વચાને કાળી અથવા તો ત્વચા પર તીવ્ર બળતરા પણ લાગી શકે છે. આ બધું આપણને ખ્યાલ હોતો નથી કે આ કેવા પ્રકારના રસાયણથી આપણને થાય છે. કેટલીક વાર આ બધી વસ્તુ આપણી ત્વચામાં લાંબા ગાળે કરચલી પણ વધારવા માટે જવાબદાર બને છે.

Advertisement
image source

આ રસાયણ ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે. ઉપરાંત, વધુ પડતા ઉપયોગથી કરચલીઓ પણ ઝડપથી થઈ શકે છે તમે ચહેરાના શુદ્ધિકરણ માટે સાબુની જગ્યાએ આ ઘરેલુ ઉત્પાદનનો ઉપયોગ કરી શકો છો.

આ બધી રસાયણથી આપણે દૂર રહેવું જોઈએ અને તેના માટે કેટલાક ઘરેલુ ઉપાય છે જેથી તમે તમારી ત્વચાને ખૂબ સારી રીતે સાફ કરી શકો છો. તે ઉપાય નીચે તમને જણાવ્યા છે.

Advertisement
image source

ત્વચાની સફાઇ માટે કાચા દૂધનો ઉપયોગ કરવો ખૂબ જ સારું છે, તે ફક્ત મૃત ત્વચાને જ સાફ કરે છે અને ત્વચાની ભેજ પણ જાળવે છે, તે એક કુદરતી શુદ્ધિકરણનું કામ કરે છે.

image source

તમે ખાંડના ઉપયોગથી સ્વચ્છ ત્વચા મેળવી શકો છો, ખાંડને બારીક પીસી લો અને તેનાથી ચહેરો સાફ કરો ખાંડ ડેડ ત્વચાને સાફ કરવામાં મદદગાર છે.

Advertisement
image source

પપૈયામાં હાજર કેરોટીનોઈડ્સ અને વિટામિન્સ કુદરતી ક્લીંઝર તરીકે કામ કરે છે તે ત્વચાનો નિખાર વધારે છે, પપૈયાના ટુકડાઓ મધ સાથે મિક્સ કરી અને હળવા હાથે ચહેરાની મસાજ કરી શકો છો.

image source

મધનો ઉપયોગ ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે, તેનાથી ત્વચા કુદરતી ભેજ ગુમાવતી નથી અને ત્વચાને સાફ પણ કરે છે.

Advertisement
image source

નાળિયેર તેલ માલિશ કરવા માટે ખૂબ ફાયદાકારક છે તે ત્વચાની ભેજને ટકાવી રાખે છે અને વાળના છિદ્રોને વ્યવસ્થિત સાફ કરે છે. જેનાથી ત્વચા ખૂબજ સારી રીતે સાફ થાય છે.

નોંધ.- અમે કોઈપણ પ્રકારની દવા કે વસ્તુનો પ્રચાર કરતા નથી. સાથે અમે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ માટે જણાવતા નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તમે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જેથી તે તમને તમારી ત્વચા મુજબ ઉપાય કરી શકે. અમે કોઈપણ પ્રકારની ડોકટરી ઉપાય કરતા નથી. આ લેખ ફક્ત જાણકારી માટે જ છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version