Site icon Health Gujarat

જો તમે ફોલો કરશો આ ઘરેલુ ઉપાયો, તો નહિં દેખાય વધતી ઉંમર અને સ્કિન થશે એકદમ સુંવાળી

વધતી ઉંમરની સાથે જ ચહેરાની ત્વચા પણ ઢીલી થવા લાગે છે.આ સમસ્યા આજકાલ સામાન્ય છે જેમાં ત્વચા ઢીલી થઈ જાય છે.જેની શરૂઆત કપાળ પરથી થાય છે.યોગ્ય સમયે ખોરાક ન ખાવાથી,તણાવથી આ સમસ્યા વધે છે.આવી સ્થિતિમાં આ કરચલીઓથી તમારી સુંદરતા ઓછી થવા લાગે છે.જેના કારણે તમે અસ્વસ્થતા અનુભવો છો પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી,કારણકે તમારી આ સમસ્યાનું સમાધાન આજે અમે તમને જણાવીશું.

ફેસ માસ્ક

Advertisement
image source

કપાળની કરચલીઓથી છુટકારો મેળવવા માટે વિટામિન સીથી ભરપૂર ફેસ માસ્કનો ઉપયોગ કરો.ફળોમાં પુષ્કળ વિટામિન સી જોવા મળે છે.ફળોની છાલની પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો.હવે તમારા ચહેરાને હળવા હાથથી મસાજ કરો.આ કરવાથી તમારા કપાળની કરચલીઓ થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જશે.

અરડૂસીનું તેલ

Advertisement
image source

કપાળની કરચલીઓને દૂર કરવા માટે અરડૂસીનું તેલ વાપરો.તમે દરરોજ બે ચમચી અરડૂસીનાં તેલનું સેવન પણ કરી શકો છો.નાળિયેર તેલમાં અરડૂસીનું તેલ મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર લગાવો.આ કરવાથી થોડા જ દિવસોમાં તમારા ચેહરા પરની કરચલીઓ દૂર થઈ જશે.

લીંબુનો રસ

Advertisement
image source

કપાળની કરચલીઓ દૂર કરવા માટે એક ઈંડામાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો.હવે તેમાં એક ચમચી મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ નાખીને બરાબર મિક્ષ કરી લો.હવે આ માસ્ક તમારા ચહેરા પર લગાવો.15 મિનિટ પછી તમારા ચહેરાને હળવા પાણીથી ધોઈ લો.અઠવાડિયામાં ત્રણ વાર તેનો ઉપયોગ કરવાથી તમારા કપાળની કરચલીઓ દૂર થઈ જશે.

દહીં

Advertisement
image source

કપાળની કરચલીઓ દૂર કરવા માટે એક વાટકી દહી લો અને ત્યારબાદ તેમાં લીંબુ અને ગુલાબજળ નાખીને બરાબર મિક્સ કરો.હવે આ પેસ્ટને કપાળ પર લગાવો.આ કરવાથી થોડા દિવસોમાં જ તમારા કપલની કરચલીઓ દૂર થઈ જશે.

પપૈયાના ટુકડાની દરરોજ ચહેરા પર માલીશ કરવાથી ચેહરા પરની કરચલીઓ અદૃશ્ય થઈ જશે અને ચેહરા પર રહેલા ધૂળના કણો પણ સાફ થઈ જશે.
પ્રોટીનયુક્ત ખોરાક લો.ઉદાહરણ તરીકે,રાજમામાં ખૂબ જ પ્રોટીન હોય છે અને તે કોલેસ્ટરોલનું સ્તર પણ ઘટાડે છે.રાજમા હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.તે ફાઈબર અને પોટેશિયમથી ભરપુર છે અને તે તમારા ચેહરા પરનો ગ્લો ઘટવા નથી દેતો.રાજમાં તમારી ત્વચા માટે પણ ખુબ ફાયદાકારક છે.

Advertisement

તાણથી દૂર રહો.જો તમને કોઈ બાબતની ચિંતા હોય,તો મનોરંજક પ્રોગ્રામ જુઓ અથવા ફ્રેશ થવા માટે તમારા મિત્રોને મળો.આ સિવાય તમે ધ્યાનનો આશરો પણ લઈ શકો છો.

image source

તમે મુલતાની માંટ્ટી વિશે તો સાંભળ્યું જ હશે,દરરોજ સુતા પેહલા મુલતાની માંટ્ટીમાં ગુલાબજળ નાખી તેનો ફેસ પેક તૈયાર કરો અને દરરોજ તેને ચેહરા પર લગાવો.આ ફેસપેકનો ઉપયોગ સ્ત્રીઓ અને છોકરીઓ બંને કરી શકે છે.બહાર મળતા કેમિકલવાળા પ્રોડક્ટ્સ કરતા આ પેક ખુબ જ ફાયદાકારક રહેશે.

Advertisement

તમારી ઊંઘ પુરી કરો પણ વધુ ઊંઘથી બચો.દિવસ દરમિયાન આઠ કલાકની ઊંઘ શરીર માટે પૂરતી છે.તેથી આઠ કલાકથી વધુ પણ ન સૂવું અને ઓછું પણ ન સૂવું.

પુષ્કળ પાણી પીવો,પરંતુ યાદ રાખો કે જમ્યા પછી અથવા જમતા-જમતા પાણી ન પીવું જોઈએ.

Advertisement
image source

એવોકાડો વિટામિન ઇથી સમૃદ્ધ ફળ છે.આ ફળ ત્વચાને રક્ષણ પૂરું પાડે છે અને ત્વચાને જુવાન રાખે છે.

બ્રોક્લી એ વિટામિન સી નો મુખ્ય સ્રોત છે.તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.

Advertisement

જેમ ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરમાં ચરબી ઓછી થાય છે.તેવી જ રીતે ડાર્ક ચોકલેટ ત્વચાની અને વાળની ​​સુંદરતા પણ વધારે છે.

બ્લૂબેરી ખાઓ.તેમાં હાજર વિશેષ ખનિજો તમારી ત્વચાના ગ્લો વધારવા અને કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.

Advertisement
image source

જિમ પર જાઓ,યોગા કરો અથવા ઘરે થોડી કસરત કરોપરંતુ કંઈક કરો જેથી શરીર તંદુરસ્ત રહે.જો શરીર ફિટ રહેશે તો જ તમે લાંબા સમય સુધી યુવાન દેખાશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version