Site icon Health Gujarat

જાણો કેમ આ 7 બ્યુટી પ્રોડક્ટસનો દરરોજ ના કરવો જોઇએ ઉપયોગ

કેટલીક વાર આપણે સુંદર બનવાની ઘેલછામાં એવું કઈક કરી બેસીએ છીએ કે, એનાથી આપણી સ્કીન અને વાળ બંનેને જ ખુબ જ નુકસાન પહોચાડી દઈએ છીએ. વધારે કેમિકલ વાળા સ્કીન કેર પ્રોડક્ટથી લઈને કોઈ એક સ્કીન કેર રૂટીનને ખુબ જ વધારે ફોલો કરવાનું પણ આપની સ્કીન માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કેટલીક વાર આપણે અજાણતામાં જ એવા કેમિકલ યુક્ત પ્રોડક્ટસનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ જે જોવામતો સારા લાગે છે, પરંતુ યોગ્ય કામ નથી કરી શકતા. જયારે કેટલાક પ્રોડક્ટસ એવા હોય છે જેનો રોજ ઉપયોગ પણ કરવો જોઈએ નહી. એટલા માટે આજે અમે આપને આવા જ કેટલાક પ્રોડક્ટ્સ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેની મદદથી આપને આપના સ્કીન કેર અને હેર કેર રૂટીન પ્રત્યે સજાગ રહી શકો.

-ડ્રાઈ શેમ્પુ :

Advertisement
image source

ડ્રાઈ શેમ્પુનો ઉપયોગ આમ તો ખુબ જ સરળ લાગે છે અને ઉતાવળના સમયમાં ડ્રાઈ શેમ્પુ ખુબ જ મદદગાર પણ સાબિત થઈ શકે છે, પણ શું આપ જાણો છો કે, ડ્રાઈ શેમ્પુનો જરૂરિયાત કરતા વધારે ઉપયોગ કરવાથી માથાની સ્કૈલ્પ સાથે જોડાયેલ કેટલીક સમસ્યાઓ પણ આપને થઈ શકે છે. ખરેખરમાં ડ્રાઈ શેમ્પુનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ અને ઓઈલને સાફ નથી કરતા ઉપરાંત ડેન્ડ્રફ અને ઓઈલને સ્કૈલ્પ પર જ જમાવી દે છે. જેથી કરીને વાળ સાફ દેખાય. આવામાં આપને માથામાં સ્કૈલ્પ ઇન્ફેકશન થવાનો ખતરો ખુબ જ વધી શકે છે. આપને ના ફક્ત સ્કૈલ્પ ઇન્ફેકશન ઉપરાંત ડ્રાઈ શેમ્પુના વધુ ઉપયોગ કરવાથી આપને હેર ફોલની સમસ્યા પણ થઈ શકે છે.

અઠવાડિયામાં કેટલી વાર ઉપયોગ કરી શકાય છે.?

Advertisement

આપ ડ્રાઈ શેમ્પુનો ઉપયોગ એક અઠવાડિયામાં એક કે બે વાર જેટલો જ કરી શકો છો. ત્યાર પછી આપે વાળને ધોઈ લેવા.

-ડીપ કંડીશનર :

Advertisement
image source

મોઈશ્ચરાઈઝિંગ હેર પેક અને ડીપ કંડીશનર ખરેખરમાં તો ખુબ જ સારા સાબિત થઈ શકે છે, પરતું રોજ નિયમિત રીતે ઉપયોગ કરવાથી નહી. જો આપને પોતાના વાળના મૂળ પ્રત્યે પ્રેમ છે તો ડીપ કંડીશનરનો વધારે ઉપયોગ કરવો નહી. દરરોજ કેમિકલ વાળા હેર પેક કે પછી ડીપ કંડીશનર લગાવવાથી આપના વાળના મૂળ નબળા થઈ જાય છે. એટલું જ નહી ડીપ કંડીશનરનો ખુબ જ વધારે ઉપયોગ કરવાથી વાળ સોફ્ટ નથી થતા ઉપરાંત એનાથી વાળમાં ડ્રાઈનેસ પણ વધી જાય છે. આ સાથે જ વાળને નુકસાન થવાનો ખતરો વધી જાય છે.

અઠવાડિયામાં કેટલી વાર ઉપયોગ કરી શકાય છે.?

Advertisement

આપ આપના વાળ માટે ડીપ કંડીશનરનો ઉપયોગ વધુમાં વધુ ત્રણ વાર સુધી કરી શકો છો.

-મેડિકેટેડ લિપ બામ :

Advertisement
image source

લિપ બામનો ઉપયોગ આપણે દિવસ દરમિયાન ઘણી બધી વાર કરીએ છીએ, પણ અમે આપને જણાવીશું કે, મેડિકેટેડ લિપ બામનો ઉપયોગ જો આપ વધારે સમય સુધી કરો છો તો આપના હોઠને મેડિકેટેડ લિપ બામની આદત થઈ જશે. આવામાં ના તો રેગ્યુલર લિપ બામ કામ કરશે અને નહી જ કે, એનાથી એક સમય પછી કોઈ ફાયદા થશે. મેડિકેટેડ લિપ બામનો ઉપયોગ આપે ફક્ત ત્યાં સુધી જ કરવો જોઈએ જ્યાં સુધી ડોક્ટર દ્વારા આપને સૂચન આપવામાં આવ્યું હોય, એના કરતા વધારે ઉપયોગ કરવો જોઈએ નહી.

ક્યાં સુધી ઉપયોગ કરી શકો છો.?

Advertisement

જ્યાં સુધી આપના હોઠોને મેડિકેટેડ લિપ બામની જરૂરિયાત હોય ત્યાં સુધી જ ઉપયોગ કરવો. ત્યાર પછી આપે ફરીથી રેગ્યુલર લિપ બામનો ઉપયોગ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

-મેકઅપ પ્રાઈમર :

Advertisement
image source

સ્કીનને ફ્લોલેસ અને પોર્સને છુપાવનાર ઈફેક્ટ આપવા માટે પ્રાઈમરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાઈમરનો ઉપયોગ કરવાથી મેકઅપ વધારે સમય સુધી પણ ટકાવી શકાય છે અને આ સાથે સાથે જ આપની સ્કીન પણ ખુબ જ સારી દેખાય છે, પરંતુ આપે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, મેકઅપ અને પ્રાઈમરનો વધારે ઉપયોગ કરવાથી આપની સ્કીન માટે આ ખુબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. રોજ નિયમિત રીતે પ્રાઈમરનો ઉપયોગ કરવાથી આપના પોર્સ બંધ થઈ જશે અને આ સાથે સાથે જ એનાથી એક્નેની સમસ્યા પણ થઈ શકે છે.

આપ અઠવાડિયામાં કેટલી વાર ઉપયોગ કરી શકો છો.?

Advertisement

આપ અઠવાડિયામાં એક કે બે વાર કરતા વધારે ઉપયોગ કરવો જોઈએ નહી અને આ સાથે સાથે જ જયારે આપ મેકઅપ હટાવો છો તો સ્કીનને એક્સફોલિએટ કરવાનું ભૂલવું જોઈએ નહી.

-વોટરપ્રૂફ મસ્કારા :

Advertisement
image source

ખરેખરમાં કેટલીક વ્યક્તિઓ મસ્કારાનો ઉપયોગ રોજ કરે છે, પરંતુ આવી વ્યક્તિઓએ વોટરપ્રૂફ મસ્કારાથી થોડું સાવચેત રહેવું જોઈએ. આવું એટલા માટે કારણ કે, વોટરપ્રૂફ મસ્કારા આપની આંખોની પલકોને ડ્રાઈ કરી દે છે. જેનાથી ના ફક્ત આપની પલકોના વાળ ખરવા લાગશે ઉપરાંત તેની શાઈન પણ ઘટી જશે. જો ખરેખરમાં કેટલીક વાર વોટરપ્રૂફ મસ્કારાનો ઉપયોગ કરવો ખુબ જ જરૂરી થઈ જાય છે, પરંતુ આવું આપ દરેક સમયે કરવું જોઈએ નહી. આપે સામાન્ય મસ્કારા પર વધારે વિશ્વાસ કરવો, ના કે વોટરપ્રૂફ મસ્કારા પર.

અઠવાડિયામાં કેટલી વાર ઉપયોગ કરી શકાય.?

Advertisement

આપ એક અઠવાડિયા દરમિયાન વોટરપ્રૂફ મસ્કારાનો ઉપયોગ વધુમાં વધુ ત્રણથી ચાર વાર કરી શકો છો તેનાથી વધારે આપે વોટરપ્રૂફ મસ્કારાનો ઉપયોગ કરવો નહી.

સ્ક્રબ :

Advertisement
image source

આ વાત આપણે બધા જાણીએ છીએ કે, સ્ક્રબ સ્કીનને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે. પરંતુ કદાચ આપ એ નથી જાણતા કે, સ્ક્રબનો ઉપયોગ જો જરૂરિયાત કરતા વધારે કરવામાં આવે છે તો એનાથી ના ફક્ત આપની ત્વચાનું ટેક્સચર ખરાબ થાય છે ઉપરાંત આપને ત્વચા સંબંધિત કેટલીક અન્ય પ્રકારની સમસ્યાઓ પણ થઈ જાય છે. કેટલીક બાબતોમાં સ્ક્રબનો વધુ ઉપયોગ રીન્ક્લ્સની કારણ પણ બની શકે છે. એટલા માટે આપે ધ્યાન રાખવું જોઈએ કે, સ્ક્રબનો ઉપયોગ આપ શક્ય હોય તેટલો ઓછો જ કરો.

અઠવાડિયામાં કેટલી વાર ઉપયોગ કરી શકાય.?

Advertisement

ઓઈલી સ્કીન ધરાવતી વ્યક્તિ માટે સ્ક્રબનો ઉપયોગ એક અઠવાડિયા દરમિયાન બે વાર કરવો જોઈએ જયારે ડ્રાઈ કે કોમ્બિનેશન સ્કીન ધરાવતી વ્યક્તિએ ત્વચા માટે સ્ક્રબનો ઉપયોગ એક અઠવાડિયા દરમિયાન ૩ વાર સ્ક્રબ કરવું યોગ્ય છે.

-ફાઉન્ડેશન કે ટેનિંગ સ્પ્રે.:

Advertisement
image source

ખરેખરમાં ટેનિંગ સ્પ્રેનો ઉપયોગ ભારતમાં વધારે વ્યક્તિઓ નથી કરતા પરંતુ ફાઉન્ડેશન સ્પ્રેનો ઉપયોગ મોટાભાગે કરવામાં આવે છે. પગને પરફેક્ટ અને ફ્લોલેસ બતાવવા માટે ફાઉન્ડેશન સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ફાઉન્ડેશન સ્પ્રે આપની સ્કીનને ડ્રાઈ પણ બનાવે છે. જો આપના પગ પર આપ ફાઉન્ડેશન સ્પ્રેનો ઉપયોગ પણ કરો છો તો લિક્વિડ ફાઉન્ડેશનને મોઈશ્ચરાઈઝરની સાથે મિક્સ કરીને લગાવો.

અઠવાડિયામાં કેટલીવાર ઉપયોગ કરી શકાય.?

Advertisement

આપ ફાઉન્ડેશન સ્પ્રેનો ઉપયોગ એક અઠવાડિયા દરમિયાન એક કે બે વાર જ કરી શકો છો તેનાથી વધારે વાર ઉપયોગ કરવો જોઈએ નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version