Site icon Health Gujarat

ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ, કોરોનામાં નહિં થાય ઓક્સિજન ઓછુ અને લેવલ જળવાઇ રહેશે બરાબર

કોરોના સમયગાળાથી જીવનશૈલીમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. કદાચ ભવિષ્યમાં વધુ પરિવર્તન પણ આવી શકે છે. કોરોના રોગચાળામાં લોકોએ તેમની ખાવાની ટેવમાં મોટો ફેરફાર કર્યો છે. લોકો તેમના સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃત થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ દિવસેને દિવસે તેમની રોગપ્રતિકારક શક્તિ અને ઓક્સિજનનું સ્તર વધારવા માટેના નવા-નવા ઉપાયો અજમાવી રહ્યા છે. આજે અમે તમને જણાવીશું કે તમારે આ સમય દરમિયાન તમારા ઓક્સિજનનું સ્તર વધારવા માટે તમારા આહારમાં કઈ ચીજોનો સમાવેશ કરવો જોઈએ.

1. લીંબુ-

Advertisement
image source

લીંબુ એ વિટામિન સીનો શ્રેષ્ઠ સ્રોત છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. લીંબુ વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર છે. દરરોજ સવારે નવશેકા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. લીંબુ ઓક્સિજનના સ્તરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તે કુદરતી એન્ટિસેપ્ટિક છે. લીંબુ ચહેરા પર થયેલા પિમ્પલ્સ, ફોલ્લી, બ્લેકહેડ્સ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તમે લીંબુનું અથાણું પણ ખાઈ શકો છો.

2.કિવી-

Advertisement
image source

કીવી દરેક લોકોને ભાવતું ફળ છે. તેમાં હાજર વિટામિન સી, ઇ, પોટેશિયમ અને ફોલેટ ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. ડેંગ્યુ જેવા રોગમાં આ ફળનું સેવન કરવાનું કહેવામાં આવે છે. તેમાં પુષ્કળ એન્ટીઓકિસડન્ટો હોય છે જે ઓક્સિજનને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઉપરાંત, તેમાં હાજર તત્વો ચેપ જેવા અન્ય રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

3. કેળા-

Advertisement
image source

કેળા દરેક ઋતુમાં મળતું ફળ છે. કેળા ખાવાથી શરીરમાં ઘણી શક્તિ મળે છે, કેળા શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેમાં પુષ્કળ આલ્કલાઇન હોય છે, જે ઓક્સિજનના અભાવને દૂર કરી શકે છે.

4. લસણ –

Advertisement
image source

લસણની ગણતરી આયુર્વેદિક દવાઓમાં થાય છે. ભારતીય ખોરાકમાં સ્વાદ વધારવા માટે લસણનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. નિષ્ણાતોના મતે, લસણનું સેવન શરીરમાં ઓક્સિજનનું સ્તર સામાન્ય રાખવામાં મદદ મળે છે. આટલું જ નહીં, કોલેસ્ટરોલની સમસ્યા દૂર કરવામાં પણ લસણનું સેવન કરવામાં આવે છે. જેથી લોહી ઘટ્ટ ન થાય.

5. દહીં –

Advertisement
image source

દહીં ખાવું એ શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દહીંમાં વિટામિન, કેલ્શિયમ અને પ્રોટીન બધા તત્વો હાજર છે. તમે દરરોજ તેનો ઉપયોગ ખોરાક સાથે કરી શકો છો, તે ઓક્સિજનની અભાવને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત દહીંનું સેવન પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. જો કે રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. દહીંનું સેવન દિવસે કરવું જેટલું ફાયદાકારક છે, રાત્રે કરવું તેટલું જ નુક્સાનકર છે. ક્યારેક દહીંનું રાત્રે સેવન કરવું તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

6. ફણગાવેલા અનાજ

Advertisement
image source

ફણગાવેલા અનાજ આરોગ્ય માટે ફાયદાકારક છે, જ્યારે તે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું કામ પણ કરે છે. આ માટે તમે આહારમાં ફણગાવેલા ચણા, દાળ અને મગ ઉમેરી શકો છો.
7. એન્ટીઓક્સિડેન્ટ્સનું સેવન ફાયદાકારક છે

image source

તેમજ એવોકાડો. કિસમિસ, ખજૂર, આદુ અને ગાજર પણ શરીરમાં ઓક્સિજન વધારવા માટે સૌથી યોગ્ય ઉપચાર છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે કેરી, લીંબુ, તરબૂચ, પપૈયા અને અજમો પણ આપણા માટે ફાયદાકારક છે. વિટામિનથી ભરપૂર આ ફળો આપણા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં પણ મદદગાર છે. તરબૂચમાં મોટી માત્રામાં ફાઇબર હોય છે. આ સિવાય તેમાં લાઇકોપીન, બીટા કેરોટિન અને વિટામિન સી પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version