Site icon Health Gujarat

દરરોજ પાણીમાં ચુટકીભર કાળુ મીઠું નાખીને પીવો, રહેશો અનેક બીમારીઓથી દૂર અને થશે આ અદભૂત ફાયદાઓ પણ

કાળા મીઠાનું સેવન કરવું જ જોઈએ,આંખોની રોશની તેજસ્વી રહેશે

કાળું મીઠું ઘણીવાર ફળો અને સલાડમાં ઉમેરવામાં આવે છે.કેટલાક લોકો તેને દહીં અને ચાટમાં નાખીને પણ ખાય છે.તે સ્વાદને તો વધારે જ છે,પરંતુ તેમાં કેલ્શિયમ,પોટેશિયમ,આયરન અને સોડિયમ જેવા આવશ્યક પોષક તત્વો પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે.

Advertisement
image source

જો પેટમાં ગેસની સમસ્યા હોય તો પાણીમાં કાળું મીઠું નાખી તેનું સેવન કરવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.સોડિયમ ક્લોરાઇડ અને આયરન જેવા તત્વો પેટની અગવડતાને દૂર કરવામાં મદદ કરે છે.

દરરોજ સવારે ખાલી પેટ પર કાળા મીઠાનું પાણી પીવાથી આંખો તેજ થાય છે અને આંખોની ચમક પણ વધે છે.

Advertisement

કાળા મીઠું ખાવાથી પેટના ખોરાકના પાચન ઉત્સેચકો સક્રિય થાય છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે.

image source

સલાડ અથવા દહીંમાં કાળા મીઠું નાખી તેનું સેવન કરવાથી શરીરની ચરબી ઓછી થાય છે.

Advertisement

કાળા મીઠામાં મળતા ખનીજ સંતુલિત માત્રામાં લેવામાં આવે તો હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ પણ થાય છે.

કાળા મીઠામાં સોડિયમની માત્રા સફેદ મીઠા કરતા ઓછી હોય છે.સંશોધન મુજબ વધુ સોડિયમ લેવાથી મેદસ્વીતા વધી શકે છે,કાળું મીઠું ઓછું સોડિયમવાળું હોવાના કારણે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

Advertisement

કાલા મીઠાનું સેવન કરવાથી તે હૃદયના અનિયમિત ધબકારાને નિયંત્રિત કરે છે.તે કોલેસ્ટરોલ પણ નિયંત્રિત કરી શકે છે.

image source

કાળા મીઠાના સ્વાસ્થ્ય ફાયદા વિશે વાત કરીએ તો તેમાં બ્લડ પ્રેશરનો ઉલ્લેખ કરવો પણ મહત્વપૂર્ણ છે. ખરેખર,આહારમાં સોડિયમની વધુ માત્રા બ્લડ પ્રેશરને વધારી શકે છે.આ સ્થિતિમાં સામાન્ય મીઠાને બદલે કાળા મીઠાનું સેવન કરવાથી આ સમસ્યા દૂર રહે છે.તબીબી સંશોધન સૂચવે છે કે કાળા મીઠામાં ઓછી માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે,જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે.તેથી,કાળા મીઠાના ફાયદા બ્લડ પ્રેશરને સંતુલિત રાખવા માટે પણ થઈ શકે છે.

Advertisement
image source

જેમને ઘણી વાર છાતીમાં બળતરા થાય છે,તેવા લોકો માટે કાળા મીઠાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.વૈજ્ઞાનિક સંશોધન મુજબ કાળું મીઠું આયરનથી ભરપુર હોય છે,જે છાતીમાં થતી બળતરાથી રાહત આપી શકે છે.

કાળા મીઠું ખાવાના ફાયદા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ હોઈ શકે છે.કારણ કે ડાયાબિટીઝના દર્દીઓને માત્ર ખાંડ જ નહીં,મીઠું પણ ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે.મીઠું સોડિયમ માટે જાણીતું છે.તેથી આવી સમસ્યામાં કાળા મીઠાનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે,કારણ કે તેમાં સામાન્ય મીઠા કરતા સોડિયમની માત્રા ઓછી હોય છે,પરંતુ ડાયાબિટીઝ માટે કાળા મીઠા વિશે વધુ સંશોધનની જરૂર છે.

Advertisement
image source

કાળા મીઠાના સ્વાસ્થ્ય લાભ બાળકો માટે પણ હોઈ શકે છે.વૈજ્ઞાનિક સંશોધન મુજબ,બાળકોના આહારમાં સોડિયમની માત્રાને ઘટાડવાની સલાહ આપવામાં આવે છે જેથી તેઓને કાર્ડિયોવાસ્ક્યુલર જોખમથી દૂર રાખવામાં આવે.આવી સમસ્યામાં કાળા મીઠાનો ઉપયોગ બાળકો માટે વધુ સારું સાબિત થઈ શકે છે,કારણ કે કાળા મીઠામાં સોડિયમ ઓછું હોય છે.તેથી બાળકો વધારે સોડિયમથી નુકસાનને ટાળી શકે છે.સોડિયમની ઓછી માત્રા બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.જો કે,તે બાળકના સ્વાસ્થ્ય પર પણ નિર્ભર કરે છે કે તેઓએ કેટલું મીઠું લેવું જોઈએ.આવી સ્થિતિમાં,એકવાર બાળ નિષ્ણાતની સલાહ જરૂરથી લો.

image source

કાળા મીઠાના ફાયદા ત્વચા પર પણ થાય છે.તે ઘણાં કુદરતી ખનિજોથી સમૃદ્ધ છે.કાળા મીઠાનો ઉપયોગ સ્ક્રબ અને સ્પા તરીકે કરવાથી મૃત કોષોને દૂર કરવામાં મદદ મળી શકે છે.કાળું મીઠું ત્વચાની કુદરતી રચનાને બચાવી શકે છે અને ત્વચામાં ગ્લો વધારે છે. તે જ સમયે તે ત્વચાની પેશીઓને મજબૂત કરવામાં પણ મદદ મળે છે,જે ત્વચાના કોષોને પુનર્જીવિત કરવાનું કામ કરે છે.આ સિવાય તેમાં સફાઇ ગુણધર્મો પણ હોય છે,જે ત્વચાની ગંદકીને સાફ કરે છે.નવશેકા પાણીમાં કાળા મીઠું નાખીને નાહવાથી ત્વચામાં ફાયદો થાય છે.

Advertisement
image source

કાળા મીઠું વાળ માટે પણ ફાયદાકારક છે.કાળું મીઠું સફાઇ અને બાહ્ય ગુણધર્મો ધરાવે છે,જેનાથી માથાની ચામડી અને વાળ શુદ્ધ થાય છે.આ ઉપરાંત કાળા મીઠાને પાણીમાં ઉમેરી અને તે પાણીથી વાળ ધોવાથી વાળ કન્ડીશનીંગ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version